________________
સર્ગ ૫ મો
વસુદેવને પાછા બોલાવ્યા, અને પ્રથમ જેનું અપમાન કરેલ તેને ફરીવાર ઘણે સત્કાર કર્યો. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવળમંગળ સાથે વસુદેવ અને દેવકીને વિવાહત્સવ થયો. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણ અને દશ ગેકુળના પતિ નંદને કેટિ ગાય સાથે આવે. પછી વસુદેવ અને કંસ, નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પોતાના સુદ્રના વિવાહની ખુશાલીને માટે મેટે મહત્સવ આરંભે. . એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા સતા કંસને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી કંસ સ્ત્રી જીવયશા “અરે દીયર ! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારું કર્યું, માટે આવે, મારી સાથે નૃત્ય અને ગાયન કરે. આ પ્રમાણે કહી તે મુનિને કઠે વળગી પડી અને ગૃહસ્થની જેમ તેમની ઘણી કદથના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિને અને પિતાને હણનાર થશે.” વજ જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છેડી દીધા, અને તત્કાળ પિતાના પતિ પાસે જઈને એ ખબર કહ્યા. કંસે વિચાર્યું કે “કદિ વા નિષ્ફળ થાય પણ મુનિનું ભાષિત નિષ્ફળ થતું નથી, તે પણ જ્યાં સુધી આ ખબર કોઈને પડયા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જે મારે મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ આપે તે બીજી રીતે પ્રયત્ન કરું કે જેથી મારા આત્માનું કુશળ થાય.” આ પ્રમાણે ચિંતવી છે કે પોતે મદરહિત હો, તથાપિ મદાવસ્થાને દેખાવ કરતે અને દુરથી અંજલિ જડતે કંસ વસુદેવની પાસે આવ્યા. વસુદેવે ઊભા થઈ તેની ગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કરવડે સ્પર્શ કરીને કહ્યું–કસ ! તમે મારા પ્રાણપ્રિય મિત્ર છો, આ વખતે કાંઈ કહેવાને આવ્યા છે એમ જણાય છે, તો જે ઈચ્છા હોય તે કહો. જે કહેશે તે હું કરીશ.” કંસે અંજલિ જોડીને કહ્યું, “હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી છવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તે હવે મારી એવી ઈચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાં જ મને અર્પણ કરે.” સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું. મૂળ વૃત્તાંત નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું, “હે બંધ ! તારી ઈચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રમાં કાંઈ પણ અંતર નથી. અમારા બનેને યોગ વિધિની જેમ તારાથી જ થયેલે છે, તે છતાં તે કંસ ! જાણે અધિકારી જ ન હો તેમ કેમ બોલે છે ?' વસુદેવ બોલ્યા-“સુંદરી ! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી, તારા સાત ગર્ભે જન્મ પામતાં જ કંસને આધિન થાઓ.”કંસ બોલ્યા કે “આ તમારે મારા પર માટે પ્રસાદ છે.” ઉન્મત્તપણના મિષમાં આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પિતાને ઘેર ગયે. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે “કંસે મને છળી લીધો.” એટલે પિતાના સત્ય વચનીપણાથી તેને આપેલા વચન સંબંધી ઘણે પશ્ચાત્તાપ થયે.
એ સમયમાં ભદિલપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો, તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતાં. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલસાના સંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું કે “આ બાલા બિંદુ(મૃતપુત્રા-વંધ્યા) થશે.” તે સાંભળી સુલસાએ ઈદના સેનાની નમેષ દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયું એટલે તેણીએ પુત્રની