________________
૨૫૮
સર્ગ ૫ મો
કર્મથી તે માતાને ઘણે પ્રિય છે અને જે કનિષ્ઠ બંધુ હતો તે આ ગંગદત્ત થયેલ છે, તે પૂર્વ કર્મથી તેની માતાને ઘણે અનિષ્ટ લાગે છે કેમકે પૂર્વ કર્મ અન્યથા થતું નથી.”
મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈતત્કાળ દિક્ષા ગ્રહણ કરી અને વ્રત પાળી કાળ કરીને તે બંને મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. પછી ગંગદને પણ ચારિત્ર લીધું. અંત સમયે માતાનું અનિષ્ટપણું સંભારી વિશ્વવલ્લભ થવાનું નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલોકમાં ગયે.
લલિતને જીવ મહાશુક દેવકથી ત્ર્યવી વસુદેવની સ્ત્રી રોહીણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તે સમયે અવશેષ રાત્રીએ તેણે બળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. મગધાદિક દેશના રાજાઓએ (સમુદ્રવિજય વિગેરે) તેને ઉત્સવ કર્યો. વસુદેવે તેનું નામ એવું ઉત્તમ નામ પાડયું. (તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા.) સર્વના મનને રમાડતો રામ અનુક્રમે મેટે થયો તેણે ગુરૂજનની પાસેથી સર્વ કળાઓ ગ્રહણ કરી. તેની નિર્મળ બુદ્ધિવડે દર્પણની જેમ તેનામાં સર્વ આગમ (શાસ્ત્રો) સંક્રાંત થઈ ગયાં.
એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વછંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને બીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણવાર બેસીને પાછા ત્યાંથી બીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે “તે મુનિ સદા સ્વેચ્છાચારી છે.” તેમના ગયા પછી કંસે પૂછયું કે “આ કેણ હતું ?? એટલે સમુદ્રવિજય બોલ્યા:
પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતો હતો. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતું. તે સુમિત્રને સમયશા નામે પત્ની હતી. અન્યદા કઈ જુભક દેવતા આયુષ્યને ક્ષય થતાં ચ્યવને સમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થયો. તે આ નારદ થયેલ છે. તે તાપસો એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઈ ઉછવૃત્તિવડે આજીવિકા કરે છે. તેથી તેઓ એક વખતે આ નારદને અશોકવૃક્ષ નીચે મૂકીને ઉછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન કાંતિવાળો બાળક જાભિક દેવતાઓના જોવામાં આવ્યો. અવધિજ્ઞાનવડે નારદને પોતાના પૂર્વ જન્મને મિત્ર જાણું તેઓએ તેની ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને ખંભિત કરી. પછી તે દેવતાઓ પોતાના કાર્યને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યા. તે વખતે નેહવડે નારદને અહીંથી ઉપાડીને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા ખંભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયાવૃક્ષ એવા નામથી વિખ્યાત થયું. જામક દેવતાઓએ વૈતાઢયગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષને થતાં તેને તે દેએ પ્રજ્ઞપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમા થયા છે અને તે ચરમશરીરી છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞાની સુપ્રતિષ્ટ નામના મુનિએ ૧ લા શરીરવાળા એજ ભવમાં મેક્ષે જનારા હેવાથી હવે બીજું શરીર નહીં ધારણ કરનારા.