________________
પર્વ ૮ મું
૨૬૧ યાચના કરી. દેવતાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું, “હે ધાર્મિક સ્ત્રી ! કેસે મારવાને માટે દેવકીના ગભ માગ્યા છે, તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.” એમ કહી તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલસાને સાથે જ રજસ્વલા કરી અને તે સાથે જ સગર્ભા થઈ. બંનેએ સાથેજ ગર્ભને જન્મ આપે, એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધે. કંસે પેલી સુલસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દઢપણે અફળાવ્યા. (અને પિતે મારી નાખ્યાનું માનવા લાગે.) એ રીતે દેવકીના ખરા છ ગર્ભ સુલસાને ઘેર પુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીયશ, અનંતસેન; અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રસેન એવાં તેમણે નામ પાડ્યાં.
અન્યદા ઋતુસ્નાતા દેવકીએનિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, વજ, વિમાન અને પદ્મસરેવર એ સાત સ્વમ જોયાં. તે વખતે ગંગદત્તને જીવ મહાશુકદેવલોકમાંથી વીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રત્નને ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યું. જે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાં જ શત્રુઓના દષ્ટિપાતને નાશ કરનારે થયે. જ્યારે તેને જન્મ થયે ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરૂષને પિતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પિતાના પતિને બોલાવીને કહ્યું, “હે નાથ ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કસે તમને વાણીથી બાંધી લીધા અને તે પાપીએ મારા છ પુત્રને જન્મતાં જ મારી નાખ્યા, માટે આ પુત્રની માયાવડે પણ રક્ષા કરો, બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર માટે થશે.” આવાં તેનાં વચન સાંભળી તે બહુ સારો વિચાર કર્યો એમ બોલતાં નેહાદ્ધ વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરો સુઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યત કરવા લાગ્યા. પછી વેત વૃષભરૂપ થઈને તે દેવતાઓએ બીજાઓ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગેપુર (દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ “આ શું? એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું, એટલે “આ કંસને શત્રુ છે એમ કહીને વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવે, અને કહ્યું, “હે રાજન ! આ બાળકથી તમારા શત્રુને નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કેઈને કહેશે નહીં. ઉગ્રસેને કહ્યું “એમજ થાઓ.”
પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી, અને દેવકીની પાસે લઈ જઈ તેને પડખે પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરૂષે જાગી ઊઠડ્યા, અને “શું જગ્યું ?' એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી આવેલી તેમના જેવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જઈ કંસ વિચારવા લાગે કે જે સાતમે ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તે આ સ્ત્રીમાત્ર થયે, તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તે હવે આ બાળકીને ૧. શ્યામ.