________________
૧૯ર
સર્ગ ૨ જે
નામે એક પુત્ર થયે, જે બીજે વસુદેવજ હોયની તેવો લાગતો હતો. અન્યદા તે બધાને
ત્યાં જ મૂકીને એકલા ત્યાંથી આગળ ચાલતાં એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે જલાવર્ત નામના એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જ ગમ વિધ્યાદ્રિ જે હાથી તેની સામે દેડો આવે. તેને ઘણે ખેદ પમાડીને કુમાર સિંહની જેમ તેને ઉપર ચડી બેઠે. તેમને હાથી ઉપર બેઠેલા જોઈ અર્ચિમાલી અને પવનંજય નામના બે ખેચરે તેને કુંજરાવર્ત નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશનિવેગ નામે વિદ્યાધરોને એક રાજા હતો, તેણે શ્યામા નામની પિતાની કન્યા વસુદેવને આપી. તે તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યા. માએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવે તેને વરદાન માગવાને કહ્યું, ત્યારે તેણુએ વરદાન માગ્યું કે “મારે તમારે વિયોગ ન થાઓ.” વસુદેવે પૂછયું કે, “આવું વરદાન માગવાનું શું કારણ છે?” ત્યારે શ્યામા બેલી “વૈતાદ્યગિરિ ઉપર કિનરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતા. તેને જ્વલન વેગ અને અશનિવેગ નામે બે પુત્રો થયા. અર્ચિમાલીએ જ્વલન વેગને રાજ્ય ઉપર બેસારી વ્રત ગ્રહણ કર્યું. જવલનગને અર્ચિમાલ નામની સ્ત્રીથી અંગારક નામે એક પુત્ર થયે, અને અશનિવેગને સુપ્રભા રાણીના ઉદરથી શ્યામા નામે હું પુત્રી થઈ. જવલન વેગ અશક્લેિગને રાજ્ય ઉપર બેસારીને સ્વર્ગે ગયે. પછી જવલનગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશનિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા ત્યાં એક અંગિરસ નામના ચારણમુનિને તેણે પૂછયું કે, “મને રાજ્ય મળશે કે નહીં?” મુનિ બોલ્યાતારી પત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે, અને જલાવત સરોવર પાસે જે હાથીને જીતી લેશે, તે તારી પુત્રીનો પતિ થશે, એમ જાણી લેજે.” મુનિની વાણીની પ્રતીતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા, અને હમેશાં તે જલાવર્ત સવર પાસે તમારી શોધને માટે બે ખેરારોને મેકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચઢી બેઠા. તે જોઈને તે ખેચરે તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશનિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધરણેન્દ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એ ઠરાવ કર્યો છે કે, “જે પુરૂષ અહંતુ ચૈત્યની પાસે રહ્યો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠા હોય તેવા પુરૂષને જે મારશે, તે વિદ્યાવાન હશે તો પણ વિદ્યારહિત થઈ જશે.” હે સ્વામિન ! આવા કારણથી મેં ‘તમારે વિયોગ ન થાય એવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને એ પાપી અંગારક મારી નાખે નહીં.” આ પ્રમશેની તેની વાણી સ્વીકારીને અંધકવૃષ્ણુિના દશમા પુત્ર વસુદેવકુમાર કળાભ્યાસના વિનોદવડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સુતા હતા તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગયે. વસુદેવે જાગીને જોયું કે “મને કેણ હરી જાય છે?” ત્યાં તો શ્યામાના મુખવાળો અંગારક “ઊભો રહે, ઊભું રહે એમ બોલતી ખગધારિણી શ્યામા તેમના જેવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના બે ભાગ કરી દીધા, તે જોઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે બે શ્યામા યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે “આ માયા છે એવો નિશ્ચય કરી ઇદ્ર જેમ વાવડે પર્વત પર પ્રહાર કરે તેમ મુષ્ટિવડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા, તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડ્યા. હંસની જેમ તે સવરને તરીને વસુદેવ તે સરોવરના તીર પરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના રૌત્યમાં પેઠા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને અવશેષ રાત્રિ ત્યાં જ નિર્ગમન કરી; પ્રાતઃકાળે કઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા.