________________
૨૬
સર્ગ ૨ જે
મારી વિદ્યા સિદ્ધ થઈ છે, તે સંબંધી હું વાર્તા કહું તે સાંભળ-શૈતાઢયગિરિ ઉપર ગગનવલલભ નામે એક નગર છે. તે નગરમાં નમિરાજાના વંશમાં પૂર્વ વિદ્યુદદ્ર નામે રાજા થયે, તેણે પ્રત્યગૂ વિદેહમાં એક મુનિને કાર્યોત્સર્ગે રહેલા જોયા. એટલે તે બે કે, અરે ! આ કઈ ઉત્પાત છે, માટે તેને વરૂણાચળમાં લઈ જઈ મારી નાખો.' આવા તેના કથનથી સાથે રહેલા બેચરેએ તેમને મારવા માંડયા, પરંતુ શુકલધ્યાન ધરતા એવા તે મુનિને તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધરણેન્દ્ર કેવળીનો મહિમા કરવાને ત્યાં આવ્યા. તે સ્થાને મુનિના વિરોધીઓને જોઈને તત્કાળ ધરણે ક્રોધ પામી તેમને વિદ્યાભ્રષ્ટ કરી દીધા, તેથી દીન થઈને તેઓ કહેવા લાગ્યા કે હે દેવેંદ્ર ! આ મુનિ છે કે કેણ છે ? એ અમારા જાણવામાં આવ્યું નહીં. કેવળ વિદ્યદષ્ટ્ર “આ ઉત્પાત છે” એમ કહી અમને પ્રેરણા કરીને આવું કામ કરાવ્યું છે. ધરણે દ્રે કહ્યું, “અરે પાપીઓ ! હું તો મુનિના કેવળજ્ઞાનના ઉત્સવને માટે આવ્યો છું. તો હવે તમારી જેવા અજ્ઞાનીઓ અને પાપીઓને મારે શું કરવું ? જા હવે ફરીવાર પ્રયાસ કરવાથી તમને વિદ્યા સિદ્ધ થશે પરંતુ યાદ રાખજે કે અરિહંત, સાધુ અને તેમના આશ્રિતોનો દ્વેષ કરવાથી તત્કાળ તે વિદ્યાઓ નિષ્ફળ થઈ જશે અને રોહિણી વિગેરે મહા વિદ્યાઓ તે દુર્મતિ વિદ્યદૃને તો સિદ્ધ થશે જ નહિ એટલું જ નહિ પણ તેની સંતતીના કોઈ પુરૂષને કે સ્ત્રીને પણ સિદ્ધ થશે નહિ; કદિ તેમને કોઈ સાધુ મુનિરાજનાં કે મહાપુરૂષનાં દર્શન થશે તો તેથી સિદ્ધ થશે. આ પ્રમાણે કહી ધરણેન્દ્ર કેવળીનો મહોત્સવ કરીને પોતાને સ્થાનકે ગયા. પૂર્વે તેના વંશમાં કેતુમતી નામે એક કન્યા થઈ હતી, તેણી તે વિદ્યા સાધતી હતી. તેને પુંડરીક વાસુદેવ પરણ્યા હતા. તેમના પ્રભાવથી તે કેતુમતીને વિદ્યાઓ પણ સિદ્ધ થઈ હતી. હે ચંદ્રમુખ ! તેના વંશની બાલચંદ્ર નામે હું કન્યા છું. મને તમારા પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ છે, માટે તમારે વશ એવી જે હું તેનું તમે પાણિગ્રહણ કરો, અને કહે કે મારી વિદ્યા સિદ્ધ કરાવી તેને બદલામાં તમને શું આપું?” તેણીના આગ્રહથી વસુદેવે કહ્યું કે આ વેગવતીને વિદ્યા આપ. પછી તે વેગવતીને લઈને ગગનવલ્લભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસના આશ્રમમાં આવ્યા. ,
તે તાપસના આશ્રમમાં તત્કાળ તાપસી વ્રત લઈને બે રાજા પિતાના પરાક્રમને નિંદતા આવ્યા; તેમને જોઈ વસુદેવે તેમના ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તેઓ બોલ્યા-“શ્રાવસ્તી નામની નગરીમાં અતિ નિર્મળ ચરિત્રવડે પવિત્ર એવા એણીપુત્ર નામે પરાક્રમી રાજા છે. તેને પ્રિયંગુ સુંદરી નામે એક પુત્રી છે, તેના સ્વયંવરને માટે રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા પણ તે પુત્રી કે રાજાને વરી નહીં, તેથી આવેલા રાજાઓએ ક્રોધથી એકઠા થઈને તેની સાથે સંગ્રામ આરંભે, પણ તેણે એકલાએ સર્વે રાજાઓને જીતી લીધા; એટલે તે સર્વે રાજાઓ નાસી ગયા. તેમાં કેટલાક કઈ ગિરિમાં પેસી ગયા, કેટલાક અરણ્યમાં જઈને સંતાયા અને કેટલાક જલાશયમાં ભરાઈ રહ્યા, તેમાંથી અમે બે તાપસ થઈને ચાલી નીકળ્યા. અમે વૃથા ભુજધારી નપુંસકોને ધિક્કાર છે !” તેમને આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવે તેમને જનધર્મને બોધ કર્યો, એટલે તેઓએ જન દીક્ષા લીધી. પછી વસુદેવ શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારવાળું એક દેવગ્રહ તેમના જોવામાં આવ્યું. તેના મુખદ્વારને બત્રીશ અર્ગલા (ભૂગળ) હતી, તેથી તે રસ્તે પ્રવેશ કરે મુશ્કેલ હતો એટલે પડખેના દ્વારથી તેમણે અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેમણે એક મુનિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. પછી “આ શું ? એમ તેણે એક બ્રાહ્મણને પૂછયું, એટલે તે બોલ્ય-“ અહીં