________________
૨૩૨
સર્ગ ૩ જે ડગલાં ભરતો નળ ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં સુધી તે અદશ્ય થયે ત્યાં સુધી પિતાની ઊંઘી ગયેલી પ્યારીને ગ્રીવાભંગથી જોત જેતે ચાલવા લાગ્યું. તે વખતે તેણે વિચાર્યું કે આવા વનમાં આ અનાથ બાળાને એકલી સુતી મૂકીને હું ચાલ્યું જાઉં છું, પણ કદી જે કોઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાવ્ર આવીને તેનું ભક્ષણ કરી જશે તો તેની શી ગતિ થશે? માટે હમણાં તે તેને દષ્ટિના વિષયમાં રાખી હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં; પ્રાતઃકાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે.” આ વિચાર કરી નળ અર્થ ભ્રષ્ટ થયેલા પુરૂષની જેમ તેજ પગલે પાછો ફર્યો. ત્યાં આવી પિતાની સ્ત્રીને પૃથ્વી પર આળોટતી જઈ ફરીવાર વિચાર કરવા લાગ્યું. “અહા ! આ દવદંતી એક વસ્ત્ર પહેરી માર્ગમાં સૂતી છે. જે નળરાજાનું અંતઃપુર સૂર્યને પણ જોતું નહીં, તેની આ શી દશા? અરે મારાં કર્મના દોષથી આ કુલીન કાંતા આવી દશાને પામી છે, પણ હવે હું અભાગીઓ શું કરું? હું પાસે છતાં આ સુચના ઉન્મત્ત અથવા અનાથની જેમ ભૂમિપર સૂતેલી છે, તથાપિ આ નળ અદ્યાપિ જીવે છે ! જો હું આ બાળાને એકલી મૂકીશ તો પછી જ્યારે તે મુગ્ધા જાગ્રત થશે ત્યારે જરૂર તે મારી સ્પર્ધાથી જ જીવિતમુક્ત થઈ જશે, માટે આ ભક્ત રમણીને ઠગીને બીજે જવા ઉત્સાહ આવતું નથી. હવે તે મારૂં મરણ કે જીવિત એની સાથે જ થાઓ. અથવા આ નરક જેવા અરણ્યમાં નારકીની જેમ હું એકલેજ અનેક દુઃખને પાત્ર થાઉં, મેં તેણીના વસ્ત્રમાં જે આજ્ઞા લખી છે, તેને જાણી એ મૃગાક્ષી પિતાની મેળે સ્વજનગૃહમાં જઈ ભલે કુશલિની થાય. આ વિચાર કરીનળ ત્યાં રાત્રી નિગમન કરી પત્નીના પ્રબોધ (જાગ્રત) સમયે ત્વરાથી ચાલતે અંતહિત (અદશ્ય) થઈ ગયે.
હવે અહીં રાત્રીના અવશેષ ભાગે વિકસિત કમળના સુગંધવાળો મૃદુ મૃદુ પ્રાતઃકાળને પવન વાત હતું, તે વખતે દવદંતીને એક સ્વપ્ન આવ્યું. જાણે ફાળેલા, પ્રકુટિલત અને ઘાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી ભ્રમરના શબ્દોને સાંભળતી તે ફળ ખાવા લાગી, તેવામાં કઈ વનના હાથીએ અકસ્માત્ આવી તે વૃક્ષનું ઉમૂલન કર્યું, જેથી પક્ષીના ઇંડાંની જેમ તે વૃક્ષની નીચે પડી ગઈ. આવા સ્વપ્નથી દવદંતી એકદમ જાગી ઊઠી ત્યાં પિતાની પાસે નળરાજાને દીઠા નહીં; એટલે યૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે દશે દિશાઓમાં જોવા લાગી. તેણીએ વિચાર્યું કે “અહા ! મારી ઉપર અનિવાર્ય દુઃખ અકસ્માત આવી પડયું, કારણ કે મારા પ્યારાએ પણ મને આ અરણ્યમાં અશરણ ત્યજી દીધી; અથવા રાત્રી વીતવાથી મારા પ્રાણેશ મુખ દેવા અને મારે માટે જળ લાવવાને કોઈ જળાશયે ગયા હશે, અથવા તેના રૂપથી લુબ્ધ થયેલી કઈ બેચરી તેને આગ્રહ કરી ક્રીડા કરવા લઈ ગઈ હશે; પછી તેણીએ કોઈ કળામાં તેને જીતી લીધા હશે, અને તેમાં રેકાવાની હોડ કરેલી હોવાથી ત્યાં રોકાઈ ગયા હશે. આ તેના તે પર્વતે, તેનાં તે વૃક્ષો, તે જ અરણ્ય અને તેની તે જ ભૂમિ જોવામાં આવે છે, માત્ર એક કમળલોચન નળરાજાને હું જોતી નથી. આ પ્રમાણે વિવિધ ચિંતા કરતી દવદંતીએ બધી દિશાઓ તરફ જોતાં પણ જ્યારે પિતાના પ્રાણનાથને જોયા નહીં ત્યારે તેણી પિતાના સ્વપ્નને વિચાર કરવા લાગી કે “જરૂર મેં સ્વપ્નમાં જે આમ્રવૃક્ષ જોયું તે નળ રાજા, પુષ્પફળ તે રાજ્ય, ફળને સ્વાદ તે રાજ્યસુખ અને ભ્રમરાઓ તે મારો પરિવાર છે. જે વનના ગજેન્દ્ર આવી આમ્રવૃક્ષને ઉમેહ્યું તે દૈવે આવી મારા પતિને રાજ્યથી ભ્રષ્ટ કરીને પ્રવાસી કર્યા એમ સમજવું, અને હું વૃક્ષ ઉપરથી પડી ગઈ તે આ નળરાજાથી વિખુટી પડી એમ સમજવું.