________________
પર્વ ૮ મું
२४७ પ્રથમ પ્રમાણેના દેવાકૃતિતુલ્ય રૂપને પ્રાપ્ત થઈશ.’ નળે પૂછ્યું-પિતાજી! તમારી વધુ દવદંતીને જ્યાં મેં છેડી દીધી છે ત્યાં જ રહી છે કે બીજા સ્થાને ગઈ છે તે કહો. પછી તે દેવે જે સ્થાને તજી હતી તે સ્થાનથી માંડીને દવતી વિદર્ભ દેશમાં પોતાના પિતાને ત્યાં ગઈ ત્યાંસુધી બધે વૃત્તાંત તેના સતીત્વપણાની ખ્યાતિપૂર્વક કહી સંભળાવ્યું. પછી તેણે નળને કહ્યું “વત્સ ! તું અરણ્યમાં શા માટે ભમે છે? તારી જયાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચા ડું.' નળે કહ્યું- હે દેવ ! મને સુસુમાર નગરે પહોંચાડો.” એટલે તે દેવ તેમ કરીને પોતાને સ્થાનકે ગયે.
નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો, ત્યાં એક સિદ્ધાયતન જેવું ચૈત્ય તેના જેવામાં આવ્યું. તે ચિત્યમાં કુન્જ થયેલા નળે પ્રવેશ કર્યો. તેની અંદર નમિનાથની પ્રતિમા જેઈ, એટલે તેણે પુલક્તિ અંગે તેને વંદના કરી. પછી નળ સુસુમાર નગરના દ્વાર પાસે આવ્યું. તે વખતે તે નગરમાં એક ઉન્મત્ત હાથી બંધન તોડીને ભમતો. હતો. પવન પણ જે તેના ઉપરના ભાગને સ્પર્શે તો તે આસન (સ્કંધપ્રદેશ) ને કંપાવતે હતો. ઉપર સ્કુરતી સુંઢ વડે તે પક્ષીઓને પણ ખેંચતો હતો, મહાવતો દષ્ટિવિષ સર્ષની જેમ તેની દષ્ટિએજ પડતા નહોતા, અને મહાવતની જેમ તે ઉદ્યાનનાં વૃક્ષોને પણ ભાંગતો હતો. તે વખતે ત્યાં રાજા દધિપણું કે જે એ ગજેને વશ કરવાને અસમર્થ હતા, તે કલા ઉપર ચઢીને ઊંચે સ્વરે બોલ્યો કે-“જે કઈ આ મારા ગજેને વશ કરી દે તેને હું અવશ્ય વાંછિત આપીશ, માટે કોઈ એ ગજાહણ કળામાં ધુરંધર છે ?” તે વખતે કુબડા નળે કહ્યું-હાથી કયાં છે તેને મને બતાવે તમારા દેખતાં જ હું તેને વશ કરી દઈશ.” આ પ્રમાણે કુજ બોલતો હતો તેવામાં તો તે ગજેન્દ્ર ઊંચી ગર્જના કરતા તેની પાસે આવ્યો, એટલે ચરણથી જાણે પૃથ્વીને સ્પર્શ પણ ન કરતે હોય તેમ તે કુબડે હાથીની સામે દોડશે. તે વખતે “અરે કુબડા ! મરવા જા નહીં, મરવા જ નહીં, દૂર ખસી જા.” આમ લો કે વારંવાર તેને કહેવા લાગ્યા, તો પણ તે તે કેશરીસિંહની જેમ નિઃશંકપણે તેની સામે ગયે. પછી હાથીની પાસે આવી તેને છેતરવાને માટે તે દડાની જેમ પ્રસરવા, ખસવા, પડવા અને આળોટવા લાગે, અને વારંવાર તેનું પુચ્છ પકડીને તે પરાક્રમી નળે સપને જેમ વાદી ખેદ પમાડે તેમ તેને ઘણો ખેદ પમાડી દીધો. પછી શ્રમને જીતનાર નળર જા તે ગજેને શ્રમિત થયેલ જાણી આહકમાં અગ્રેસર હોય તેમ તેની પર ગરૂડની જેમ ઉડીને ચઢી બેઠો. આગળના આસન પર બેસી તેના સ્કંધ ઉપર બે પગ મૂકી કુંભસ્થળ ઉપર મુષ્ટિવડે તાડન કરીને તેના બંધનની ગ્રંથિને દઢ કરી લીધી. પછી કપાળ ઉપર તાડન કરવાથી મુખ ફાડીને ચીત્કાર શબ્દ કરતા તે હાથીને તે કુબડા નળે અંકુશવડે નચાવતા નચાવતા આગળ ચલાવ્યું. તે વખતે લોકોએ તેની જયઘોષણા કરી અને રાજાએ પોતે તેના ગળામાં સુવર્ણની સાંકળી નાખી. બળવાન્ નળે તે હાથીને મીણને હોય તે નરમ કરી દીધે અને તેને તેના બંધન સ્થાનમાં લઈ જઈ તેની કક્ષાનાડીવડે તે નીચે ઉતરી ગયે. પછી નિર્મળ યશવાળે નળ રાજાની પાસે જઈ તેને પ્રણિપાત કરીને તેની પાસે મિત્રની જેમ બેઠે. તે વખતે દધિપણે પૂછ્યું, “હે ગજશિક્ષાચતુર ! તું આ સિવાય બીજી કોઈ કળા જાણે છે ? તારામાં અનેક કળાઓ સંભવે છે.” નળે કહ્યું, “હે રાજનું બીજું તો શું કહું, પણ સૂર્યપાક રસવતી પણ હું કરી જાણું છું, તે જોવાની તમારી ઈચ્છા છે ?” સૂર્ય પાક રસોઈના કુતુહળી રાજાએ તરત જ રાજમહેલમાં જઈ તે કુબડાને તદુલ, શાક અને વેશવા૨ વિગેરે લાવી આપ્યાં; એટલે નળે સૂર્યના તડકામાં તેનાં પાત્રે મૂકી સૌરી વિદ્યાનું સમરણ કરી તત્કાળ દિવ્ય રસોઈ તૈયાર કરી દીધી. પછી જાણે કઈ ક૯૫વૃક્ષે આપી હોય તેવી તે મને