________________
વ ૮ મુ
૨૪૫
વિહાર કરતો કરતો એકદા હું તાપસપુરે ગયા. ત્યાં સ્મશાનની અંદર હું કાયાત્સગ કરીને રહ્યા. તેવામાં ચિતાનળમાંથી દાવાનળ પ્રસરવા લાગ્યા. તેનાથી હુ' ખળવા લાગ્યા, તેા પણુ ધર્મ ધ્યાનથી વ્યુત થયા નહી', સ્વયમેવ આરાધના કરી અને નવકાર મંત્રના સ્મરણમાં તત્પર રહ્યો. પછી પૃથ્વી પર પડી ગયા, ત્યાં મારૂં શરીર તે અગ્નિમાં સમિધરૂપ થઈ ગયું. ત્યાંથી મૃત્યુ પામીને હું પિંગલ નામે દેવ થયા છું. દેવગતિમાં ઉપજતાં જ અવિધિજ્ઞાનવડે મારા જાણવામાં આવ્યું કે દવદતીએ મને વધમાંથી બચાવી દીક્ષા લેવાનો ઉપદેશ કર્યા હતો, તેના પ્રભાવથી હું દેવતા થયા છું. હે ભદ્રે! જો તે વખતે મારી મહાપાપીની તમે ઉપેક્ષા કરી હોત તો હું ધર્મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ પામીને નરકે જાત, પણ હે મહાસતી ! તમારા પ્રસાદથી હું સ્વર્ગ લક્ષ્મીને પામ્યા છું, તેથી તમને જોવા આવ્યા છું. તમારા વિજય થાએ.” આ પ્રમાણે કહી સાત કેાટી સુવર્ણની વૃષ્ટિ કરીને તે દેવ વીજળીના સમૂહની જેમ આકાશમાં અંતર્ધ્યાન થઇ ગયા. આ પ્રમાણે સાક્ષાત્ આત્ ધર્મ ના આરાધનનુ ફળ જોઇને વિદ્વાન રાજા ઋતુપણે આત્ ધર્મને અંગીકાર કર્યાં.
પછી અવસર પ્રાપ્ત થયેલા જોઇ હરિમિત્ર રાજખટુએ કહ્યું કે- હે રાજન ! હવે આજ્ઞા આપે। કે દેવી દવદતી ચિરકાળે પેાતાના પિતાને ઘેર જાય.” તે વખતે ચંદ્રયશા એ પણ તેમ કરવાની હા કહી; એટલે રાજાએ માટી સેના સાથે વૈદભી ને વિદર્ભ દેશ તરફ રવાને કરી, દવદંતીને આવતી સાંભળીને ભીમ રાજા ખળીષ્ઠ પ્રેમથી દુર વેગવાળા વાજીથી ખેંચાઇને જાય તેમ તેની સામા ગયા. સામેથી આવતા પિતાને જોતાં વે'તજ વૈદભી" વાહનને તજી દઇ પગે ચાલી સસ્મિત મુખકમળે સામી દોડી અને પિતાના ચરણકમળમાં પડી. ચિરકાળે ઉત્ક’ઠાથી મળેલા પિતાના અને પુત્રીના નેત્રજળથી ત્યાંની પૃથ્વી ઘણા કાદવવાળી થઈ ગઈ. સાથે પોતાની માતા પુષ્પદંતી પણ આવેલ છે એ ખબર જાણી ગગાનદીને જેમ ચમુના મળે તેમ દવદંતી તેને દૃઢ આલિ`ગનથી મળી, અને તેને ગળે બાઝી પડીને નળપ્રિયાએ મુક્તક ઠે રૂદન કર્યું. “પ્રાણીઓને ઇષ્ટ જન મળવાથી દુ:ખ તાજી થાય છે.” પછી તેઓ જળથી મુખકમળ ધાઇ દુઃખના ઉદ્ગારવડે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. પુષ્પદંતીએ વૈદભી ને ઉત્સ`ગમાં બેસાડીને કહ્યું કે “હે આયુષ્યમતિ! સારાં ભાગ્યે અમને તારાં દર્શન થયાં છે, તેથી અમે જાણીએ છીએ કે હજુ અમારાં ભાગ્ય જાગતાં છે. હવે આપણે ઘેર રહીને સુખે કાળ નિગ - મન કર, લાંબે કાળે પણ તને પતિનાં દર્શન થશે, કેમકે જીવતા પ્રાણી કોઈ વાર પણ ભદ્રા પામે છે.” પછી રાજાએ હિમિત્રને સહૂંતુષ્ટ થઈ પાંચસેા ગામ આપ્યાં, અને કહ્યું કે *જો નળ રાજાને શેાધી લાવીશ તેા તને અધુરૂં રાજ્ય આપીશ.' ત્યાર પછી રાજાએ નગ૨માં જઈને દવદંતીના આગમનના ઉત્સવ કર્યા, અને સાત દિવસ સુધી દેવાર્ચા અને ગુરૂપૂજા વિશેષ પ્રકારે કરાવી. આઠમે દિવસે વદ પતિએ દવદંતીને કહ્યું કે હવે જેમ નળરાજાના સમાગમ શીઘ્ર થશે તેમ કરવાને હું પૂરા પ્રયત્ન કરીશ.’
હવે જે વખતે નળરાજા દવદતીને છેડીને અરણ્યમાં ભમતા હતા, તે વખતે એક તરફ વનના તૃણુમાંથી નીકળતા ધુમાડા તેના જોવામાં આવ્યા. આંજનના જેવા શ્યામ તે ધુમાડાના ગોટા આકાશમાં એવા વ્યાપી ગયા કે જેથી જાણે પાંખાવાળા કાઈ ગિરિ આકાશમાં જતા હોય તેવા ભ્રમ થવા લાગ્યા. એક નિમેષમાત્રમાં તો ત્યાં ભૂમિમાંથી વિધવાળા મેઘની જેવા જવાળામાળાથી વિકરાળ અગ્નિના ભડકા નીકળ્યા. ઘેાડી વારમાં ખળતો વાંસને તડતડાટ અને વનવાસી પશુએના આક્ર'દ સ્વર સાંભળવામાં આવ્યું. આવા દાવાનળ પ્રદીપ્ત થતાં તેમાંથી “અરે! ક્ષત્રિયાત્તમ ઇક્ષ્વાકુવ'શી નળ રાજા ! મારી રક્ષા