________________
પર્વ ૮ મું
૨૪૩
હોય ?” પછી અહીં આવી આ ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો. “મનસ્વી માણસ બીજા કેઈની સેવા કરતો નથી,પણ કદિ કરે છે તો રાજાની સેવા કરે છે.” એક વખતે હું રાજમહેલમાં ફરતો હતો, તેવામાં મેં નીચ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રતનકરંડ પડેલે દીઠે. તત્કાળ પરસ્ત્રીને જોઈ ને દુર્બદ્ધિ વ્યભિચારીની જેમ તે કંરડીઓ હરી લેવાને મારું મન ચલિત થયું. પછી સમળી જેમ હાર ઉપાડી લે તેમ મેં તે રત્નકરંડ હરી લીધું. પછી પગના ફણા સુધી ઉત્તરીય વસ્ત્ર કરીને હું ત્યાંથી બહાર નીકળે, તેવામાં મહાચતુર એવા ઋતુપર્ણ રાજાએ મારામાં કેટલીએક ચોરની ચેષ્ટા જોઈને તત્કાળ મને ઓળખી લીધે, કેમકે “ચતુર જનને કાંઈ પણ અલક્ષ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી તરતજ રક્ષકપુરૂષોએ મને બાંધી લીધા અને લધ કરવા માટે લઈ ચાલ્યા. તે વખતે દૂરથીજ તમારું શરણ અંગીકાર કરીને તારસ્વરે પોકાર કરતા મને વધ્ય મેંઢાની જેમ તમે છોડાવ્યો. હે માતા !
જ્યારે તમે તાપસપુરમાંથી ચાલ્યા ગયા ત્યારે વિંધ્યાચળથી લાવેલા હાથીની જેમ વસંતશેઠે ભેજન પણ છોડી દીધું. પછી યશોભદ્રસૂરિ અને બીજા લોકોએ ઘણું સમજાવ્યા ત્યારે સાત દિવસ ઉપવાસ કરીને તેમણે આઠમે દિવસે ભેજન લીધું. એક વખતે લક્ષ્મીવડે કુબેર જેવા એ વસંત શેઠ મહા મૂલ્યવાળી ભેટ લઈ કુબર રાજાને મળવા ગયા. તેની ભેટથી સંતુષ્ટ થયેલા કુબર રાજાએ છત્ર ચામરનાં ચિહ્ની, સાથે તાપસપુરનું રાજ્ય વસંત શેઠને આપ્યું, અને તેમને પોતાના સામંતનું પદ આપી વસંતશ્રીશેખર એવું નામ સ્થાપિત કર્યું. કુબર રાજાએ વિદાય કરેલા વસંત શેઠ ભંભા વાદ્યના નાદ સાથે તાપસપુર આવ્યા અને તે રાજ્યને પાળવા લાગ્યા.” આ પ્રમાણે તે ચોરની હકીકત સાંભળી વદમ બોલી-“હે વત્સ ! તે પૂર્વે દુષ્કર્મ કર્યું છે તેથી હવે દીક્ષા લે અને સંસારસમુદ્ર તરી જા.” પિંગલે કહ્યું, “માતાની આજ્ઞા પ્રમાણ છે. એ સમયે ત્યાં ફરતા ફરતા કોઈ બે મુનિ આવી ચડ્યા. દર્શીએ નિર્દોષ ભિક્ષાથી તેમને પ્રતિલાભિત કર્યા. પછી પૂછયું કે “ભગવદ્ ! આ પુરૂષ જે ગ્ય હોય તે પ્રસન્ન થઈને તેને દીક્ષા આપો. તેમણે કહ્યું કે- ગ્ય છે.” એટલે પિંગલે વ્રત લેવાની યાચના કરી. પછી તેને દેવગૃહમાં લઈ જઈ તેજ વખતે દીક્ષા આપી.
અન્યદા વિદર્ભ રાજાએ ખબર સાંભળ્યા કે “નળ રાજા તેના અનુજ બંધુ કૃબરની સાથે દંતમાં રાજ્યલક્ષ્મી હારી ગયા છે અને કૂબરે તેમને પ્રવાસી કર્યા છે. તે દવદંતીને લઈને મોટી અટવીમાં પેઠા છે, ત્યારપછી તે ક્યાં ગયા? જીવે છે કે મરી ગયેલ છે ? એ કોઈ પણ જાણતું નથી.” રાજાએ આ વાત રાણીને કરી, તે સાંભળી રાણ પુષ્પદંતીએ ઘણું રૂદન કર્યું. “સ્ત્રીઓને આતુરપણામાં નેત્રાવ્યુ હૂર હોતાં નથી.” પછી રાજાએ હરિમિત્ર નામના એક આજ્ઞાચતુર રાજ બટુકને નળરાજાની શોધમાં મોકલ્યા. નળ અને દવદંતીને સર્વત્ર શોધતો તે રાજબટુક અચલપુરમાં આવ્યા. ત્યાં તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાની આગળ આવતાં તેણે ચંદ્રયશાએ પૂછ્યું કે-પુષ્પદંતી અને તેને પરિવાર કુશળ છે ?” હરિ મિત્ર બોલ્યા- હે ઇશ્વરી દેવી પુષ્પદંતી અને તેને પરિવાર તો કુશળ છે, તેનો પરિવાર તે કુશળ છે; પણ નળ અને દવદંતીની કુશળતા વિષે ચિંતા છે.” દેવીએ પૂછયું, અરે ! એ શી વાત કહો છો ?' પછી બટુએ નળ અને દવદંતીની ઘતથી થયેલી બધી દુઃશ્રવ હાલત કહી સંભળાવી. તે સાંભળી ચંદ્રયશા રેવા લાગી. તેને જોઈ બધે રાજલક પણ હર્ષ વાર્તાને અધ્યાયી હોય તેમ રૂદન કરવા લાગ્યા. સર્વને દુઃખાતુર જોઈ જેના ઉદરમાં સુધા લાગી હતી એ બહુ દાનશાળામાં ગયે. કારણ કે “દાનશાળા ભેજનમાં ચિંતામણિરૂપ છે.” ત્યાં જ માને તે બેઠે, તે વખતે દાનશાળાની આકારેણું