________________
૨૪૨
સર્ગ ૩ જે એકસે ને ચુમાળીશ યોજન દૂર થાય છે, તો તેનું અહી આગમન કેમ સંભવે ? અને તેની આવી દુર્દશા પણ ક્યાંથી હોય ?
ચંદ્રયશા રાણી નગરની બહાર જઈ પ્રતિદિન દીન અને અનાથ લોકોને યથારૂચિ દાન આપતી હતી. એક વખતે વૈદર્ભીએ દેવીને કહ્યું કે “આપની આજ્ઞા હેય તો તમારી વતી હું દાન આપું કે કદિ મારા પતિ યાચકને વેષે આવી ચઢે તો ઓળખાય.” ત્યારથી ચંદ્રયશાએ તે કામ તેને સોંપ્યું. તે પતિની આશાએ કલેશ સહન કરી યથાસ્થિતપણે દાન આપવા લાગી. વિદર્ભ પ્રત્યેક યાચકને દરરોજ પૂછતી કે “તમે આવા રૂપવાળો કઈ પુરૂષ જે છે ?? - એક વખતે ભીમસુતા દાનશાળામાં ઊભી હતી, તેવામાં જેની આગળ ડિ ડિમ વાગે છે એવા એક ચોરને રક્ષકે વધસ્થાનકે લઈ જતા જોવામાં આવ્યા. તેને જોઈ દર્શીએ રક્ષકોને પૂછયું કે “આ ચરે છે અપરાધ કર્યો છે કે જેથી તેને આવી વધ કરવાની શિક્ષા થઈ છે ? રક્ષકાએ કહ્યું “ આ પુરૂષે રાજકુમારી ચંદ્રવતીને રત્નને કંડીએ ચેર્યો છે, તે ગુન્હાથી તેને વધની શિક્ષા થઈ છે. વૈદભીની દયાળ મૃત્તિ જોઈ ચોર બોલ્યા- દેવી ! તમારી દૃષ્ટિ મારી ઉપર પડી છે. તે હવે હું મરણને શરણ શા માટે થાઉં ? તમે જ મને શરણભૂત થાઓ.” પછી દવદંતી રક્ષકની પાસે આવી અને ચોરને કહ્યું, “તું ભય પામીશ નહીં, અવશ્ય તારૂં જીવિત રહેવાવડે કુશળ થશે.” આ પ્રમાણે કહી દવદંતી બોલી કે “ જો હું સતી હોઉં તે આ ચોરનાં બંધન છુટી જાઓ.” આમ સતીપણાની શ્રાવણા કરીને તેણીએ ઝારીમાંથી જળ લઈ ત્રણવાર છાંટયું, એટલે તરત તે ચેરનાં બંધન તૂટી ગયાં. તે વખતે ત્યાં કોલાહળ થઈ રહ્યા. તેથી “આ શુ?” એમ વિચારતો ઋતુપર્ણ રાજા પરિવાર સહિત ત્યાં આવ્યું. વિરમયથી નેત્ર વિકસિત કરી, દાંતની કાંતિથી અધરને ઉજજવળ કરતો તે નેત્રરૂપ કુમુદમાં કૌમુદીરૂપ દવદંતીને જોઈને તેના પ્રત્યે આ પ્રમાણે બે -“હે. યશસ્વિનિ! સર્વત્ર મતસ્યન્યાયને નિષેધ કરવા માટે રાજધર્મ સ્થાપિત કરેલ છે, જેનાવડે દુષ્ટ જનોનો નિગ્રહ અને શિષ્ટ જનોનું પાલન થાય છે. રાજાએ પૃથ્વીનો કર લઈને તેની ચોર વિગેરેના ઉપદ્રવથી રક્ષા કરવી, નહીં તો ચાર વિગેરે દુષ્ટ લેક એ કરેલું પાપ તેને લાગે છે. તેથી હે વત્સ ! જો આ રત્નના ચેરને હુ નિગ્રહ ન કરું તો પછી લોક નિર્ભય થઈને પરધન હરવા તત્પર થાય.” વૈદભ બોલી-“હે તાત ! મારી દષ્ટિએ જોતાં છતાં પણ જો દેહધારીને વિનાશ થાય તો પછી મારૂં શ્રાવિકાનું કૃપાળુપણું શા કામનું ? આ ચા૨ મારે શરણે આવ્યો છે, માટે હે તાત ! તેનો અપરાધ ક્ષમા કરો. તેની પીડા દુષ્ટ રાગની પેઠે મારામાં પણ સંક્રમી ગઈ છે.” આવા એ મહાસતી અને ધર્મ પુત્રીના અતિ આગ્રહથી ઋતુપર્ણ રાજાએ તે ચેરને છોડી મૂકે. છૂટી ગયેલા ચોરે પૃથ્વીની રજથી લલાટ ઉપર તિલક કરી દવદંતીને કહ્યું કે તમે મારી માતા છે. પછી પ્રાણદાનને ઉપકાર રાતદિવસ નહીં ભૂલી જતો તે ચાર પ્રતિદિન વદભી પાસે આવીને તેમને પ્રણામ કરતો હતો. એક વખતે વિદર્ભ એ તે ચરને પૂછયું કે તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે? તે નિઃશંક થઈને કહે.” ચોર બોલ્યો-“તાપસ પુર નામના નગરમાં મોટી સંપત્તિવાળ વસંત નામ સાથે વાહ છે. તેને પિંગલ નામે હ" દાસ છું. વ્યસન માં આસક્ત થઈ જવાથી તેનાવડે પરાભવ પામેલા મેં તે વસંતશેઠના ઘરમાં ખાતર પાડયું, અને તેને સાર સાર ખજાને લઈ રાત્રે ત્યાંથી ભાગ્યો. હાથમાં તે દ્રવ્ય લઈને પ્રાણીની રક્ષા કરવાને માટે હું નાસતા તેવામાં માર્ગમાં લુંટારાઓ મળ્યા, તેણે મને લુંટી લીધો. “દુષ્ટ જનને કેટલી કુશળતા
૧. મોટાં માછલાં નાનાં માછલાંને ગળી જાય તેમ શક્તિવંત નિર્બળને હેરાન કરે તે મન્યાય.