________________
૨૪૦
સગ ૩ જે
રાત્રે સુતી મૂકીને ચાલ્યા ગયા છે. તમારા સેવક પુરૂષ સહદર બંધુની જેમ મને તમારી પાસે લઈ આવ્યા છે, તો મને હવે કઈ શહેરમાં પહોંચાડે.” સાર્થવાહ બે-“હે વત્સ! હું અચલપુર નગરે જવાને છું તો તું ખુશીથી અમારી સાથે આવ, તને પુષ્પની જેમ હું ત્યાં તેડી જઈશ.” આ પ્રમાણે કહી તે સનેહી સાર્થવાહ પિતાની પુત્રીની જેમ તેને ઉત્તમ વાહનમાં બેસાડીને ત્યાંથી સત્વર ચાલવાને પ્રત્યે. આગળ ચાલતાં તે સાર્થવાહ શિરે મણિએ જળના નિર્ઝરણુવાળા એક ગિરિકંજમાં સાર્થને નિવાસ કરાવ્યું. ત્યાં વૈદભ સ્વસ્થ થઈ સુખે સુતી હતી, તેવામાં રાત્રે સાર્થના કોઈ માણસને નવકાર મંત્ર બોલતે તેણે સાંભળ્યો. એટલે તેણીએ સાર્થવાહને કહ્યું કે “આ કોઈ નવકાર મંત્ર બોલનાર મારે સ્વધર્મ બંધુ છે, તેને તમારી આજ્ઞાથી હું જેવાને ઈરછું છું.” પિતાની જેમ તેની એ વાંચ્છને પૂર્ણ કરવાને માટે સાર્થવાહ તેણીને નવકાર મંત્ર બેલનારા શ્રાવકના આશ્રમમાં લઈ ગયે. તે બંધુ જે શ્રાવક તંબુમાં રહીને ચિત્યવંદન કરતો હતો, ત્યાં જઈને તેને શરીરધારી શમ હોય તે વૈદભ એ જોયો. તેણે ચૈત્યવંદન કર્યું ત્યાંસુધી ભીમકુમારી નેત્રમાં અશ્રુ લાવી તે મહા શ્રાવકની અનુમોદના કરતી સતી બેસી રહી. તે શ્રાવક જેને વંદના કરતો હતો તે વસ્ત્ર ઉપર આલેખેલા અને મેઘને જેવા શ્યામવર્ણ આત્ બિંબને જોઈ તેણીએ દર્શન કર્યા. ચૈત્યવંદન થઈ રહ્યા પછી નળપત્નીએ સ્વાગત મંગળાદિ કરીને તેને પૂછયું કે-“હે ભ્રાત ! આ કયા અહંતનું બિંબ છે ?” તે શ્રાવક બે -“હે ધમશીળ હેન! ભવિષ્યમાં થનારા ઓગણીશમાં તીર્થકર શ્રી મલિનાથ પરમાત્માનું આ બિંબ છે. આ ભાવી તીર્થકરનું બિંબ હું શા કારણથી પૂજ છું ત્યાં તે હે કલ્યાણિ! મારૂ કલ્યાણનું કારણ સાંભળે. સમુદ્રરૂપ કટિમેખલાવાળી પૃથ્વીમાં મુકુટરત્ન જેવી કાંચી (દ્વારિકા) નામે નગરી છે. ત્યાં રહેનાર હું વણિક છું. એક વખતે ધર્મગુપ્ત નામના જ્ઞાની મુનિ ત્યાં પધાર્યા તે રતિવલ્લભ નામના ઉદ્યાનમાં સમોસર્યા. મેં ત્યાં જઈ તેમને વંદના કરીને પૂછયું કે- “હે સ્વામિન્ ! મારો મોક્ષ કયા પ્રભુના તીર્થમાં થશે ?' તેમણે કહ્યું કે “મલિનાથ અહતના તીર્થમાં તું દેવલોકમાંથી રવીને પ્રસન્નચંદ્ર નામે મિથિલપુરીને રાજા થઈશ. ત્યાં ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથનાં દર્શનથી કેવળજ્ઞાન પામીને તે નિર્વાણપદને પ્રાપ્ત થઈશ.” હે ધર્મજ્ઞ બહેન ત્યારથી મને શ્રી મલિનાથ ઉપર અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ છે, તેથી આ વસ્ત્ર ઉપર તેમનું બિંબ આલેખીને હું હંમેશાં તેને પૂજુ છું.” આ પ્રમાણે પિતાને વૃત્તાંત જણાવીને પછી તે શ્રાવકે કહ્યું કે હે પવિત્ર દર્શનવાળા બહેન ! હવે તમે કોણ છે ? તે પણ આ તમારા ધર્મ બંધને જણાવશે.” આ વા તેના પ્રશ્નથી નેત્રમાં અશ્રુ લાવીને ધનદેવ સાર્થવાહે દવદંતીનો કહેલો પતિ વિયેગ વિગેરેને બધે વૃત્તાંત એ ઉત્તમ શ્રાવકને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રાવકના નેત્રમાં પણ અશ્રુ આવી ગયાં અને હાથ ઉપર હડપચી મૂકી તે વિચારમાં પડ્યો દવદંતીનું દુ:ખ તેના હૃદયમાં ન સમાતું હોય તેમ દુઃખથી વ્યાપ્ત થઈને તે બોલ્યો કે- હે હેન! તમે શેક કરશે નહીં. આવા દુ:ખનું કારણભૂત તમારૂં કર્મ જ ઉદિત થયું છે, પરંતુ આ સાર્થવાહ તમારા પિતારૂપ છે અને હું બ્રાતા છું, માટે અહીં સુખે રહે.” - પ્રાતઃકાળે સાર્થવાહ અચલપુરે આવ્યો, ત્યાં વૈદર્ભોને મૂકીને પછી તે બીજી તરફ ગયો. અહીં તૃષાતુર થયેલી વંદભીએ તે નગરદ્વારની સમીપે રહેલી વાપિકામાં જળ પીવા માટે પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જળ ભરતી નગરસ્ત્રીઓને મૂર્તિમાન્ જળદેવતા જેવી તે