________________
પર્વ ૮ મું
૨૩૯ જોયા છે. તેનાં વચનામૃતનું પાન કરતાં દવદંતીના અંગમાં રોમાંચ પ્રગટ થઈ ગયું. “પ્રેમનું લક્ષણ એવું જ હોય છે.” આવાં વચનથી મને આ કોણ તૃપ્ત કરે છે?’ એમ જાણવાને શબ્દવેધી બાણની જેમ તે પાંથના શબ્દને અનુસાર તે દેડી ગઈ, પરંતુ દવદંતી ગુહામાંથી ખેંચવાના જામીનની જેમ તે પાથ તેને બહાર લાવીને કઈક ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. તેણીએ ચોતરફ જોયું પણ કોઈ ઠેકાણે માણસ જોવામાં આવ્યું નહીં, અને પોતાની ગુફાનો ત્યાગ થઈ ગયે (જડી નહીં') તેથી તે ઉભયભ્રષ્ટ થઈ. “અહો ! દેવ દુર્બળનો જ ઘાતક છે.” પછી તે મહારણ્યમાં પડી. ક્ષણમાં ચાલે છે, ક્ષણમાં ઊભા રહે છે, બેસે છે, આળોટે છે, વિલાપ કરે છે અને અઢાંત રૂદન કરે છે. આ પ્રમાણે વારંવાર કરતી અને હું હવે હું શું કરૂં? ક્યાં જાઉં?” એમ વિચારતી વિચારવાનું દવદંતી આદરપૂર્વક પેલી ગુહામાં જવા માટે પાછી ચાલી. ત્યાં માર્ગ માં એક રાક્ષસીએ તેને મેંઢીને વાઘણ દેખે તેમ દીઠી. તત્કાળ પિતાના મુખરૂપ ગુહાને પ્રસારીને તે “ખાઉં ખાઉં” એમ કહેવા લાગી. તે વખતે વૈદભી બેલી-“અરે રાક્ષસી ! જે મારા મનને વિષે પણ મારા પતિ નળ સિવાય બીજો કોઈ પુરૂષ ન હોય તે તે સતીત્વનાં પ્રભાવથી તે હતાશ થઈ જા. અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ ભગવાનજ જે મારા ઈષ્ટદેવ હોય તે તું હતાશ થઈ જા. અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં તત્પર, વિરત અને દયાળુ સાધુઓ જે મારા ગુરૂ હોય તે તું હતાશ થઈ જા. વળી અરે રાક્ષસી ! જન્મથી માંડીને મારા હૃદયમાં વાલેપની જેમ જે આહન્દુ ધર્મ જ રહ્યો હોય તે તે હતાશ થઈ જા.” આ પ્રમાણે તેનાં વચન સાંભળતાં જ તે રાક્ષસીએ તેને ભક્ષણ કરવાની ઈચ્છા છોડી દીધી. “પતિવ્રતાઓ પણ મહર્ષિની જેમ અમેઘવચના હોય છે.” પછી “આ કઈ સામાન્ય સ્ત્રી નથી, પણ પૂર્ણ પ્રભાવવાળી સ્ત્રી છે” એમ વિચારી તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવી હોય તેમ તે રાક્ષસી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ.
ત્યાંથી દવદંતી આગળ ચાલી. ત્યાં રેતીના જ તરંગવાળી પર્વતમાંથી નીકળેલી એક નિર્જળ નદી તેના જેવામાં આવી. શૂન્ય ઉપવનની નીક જેવી નિર્જળ નદીની પાસે આવીને તૃષાથી જેનું તાળું સુકાઈ ગયું હતું એવી દવદંતીએ આ પ્રમાણે કહ્યું કે “જે મારું મન સમ્યગદર્શનથી અધિવાસિત હોય તે આ નદીમાં ગંગાની જેમ ઉત્કલેલ જળ થઈ જાઓ. આ પ્રમાણે કહી તેણીએ પગની પાનીથી ભૂતલ પર પ્રહાર કર્યો, એટલે તત્કાળ ઇંદ્રજાળની નદીની જેમ તે નદી સજળા થઈ ગઈ. પછી જાણે ક્ષીરસાગરની સિરામાંથી ઉત્પન્ન થયું હોય તેવું સ્વાદિષ્ટ અને ક્ષીરના જેવું ઉજવળ તેનું સ્વચ્છ જળ દવદંતીએ હાથિણીની જેમ પીધું. ત્યાંથી આગળ ચાલતાં દવદંતી શાંત થઈને એક વડના વૃક્ષ નીચે વટવાસી યક્ષિણીની
ઠી તે સમયે કેટલાક પાંથા કેઈ સાર્થમાંથી ત્યાં આવ્યા, તેમણે દવદંતીને ત્યાં રહેલી જોઈ પૂછયું કે, “ભદ્ર! તમે કોણ છો? અમને દેવી જેવાં લાગે છે.” વૈદભી બોલી-બહુ માનવી સ્ત્રી છું, કોઈ સાથમાંથી ભ્રષ્ટ થઈ સતી આ અરણ્યમાં વસું છું. મારે તાપસપુર જવું છે, માટે મને તેને માર્ગ બતાવે.” તેઓ બોલ્યા- જે દિશામાં સૂર્ય અસ્ત પામે, તે દિશાને આશ્રાય કરે. અમે અન્યત્ર જવાના ઉત્સુક છીએ તેથી તમને માર્ગ બતાવવાને સમર્થ નથી. અમે જળ શેધવા નીકળ્યા છીએ, તે જળ લઈને અહીં સમીપમાં અમારો સાથ ઊતર્યો છે ત્યાં જશું, તેથી જો તમે ત્યાં આવશે તે તમને અમે કોઈ વસ્તીવાળા નગરમાં લઈ જઈશું. પછી તે તેના સાર્થમાં ગઈ. ત્યાં ધનદેવ નામના દયાળુ સાર્થવાહે તેને પૂછ્યું કે “હે ભદ્ર! તું કોણ છે? અને અહીં કયાંથી આવી છે?' વૈદભ એ કહ્યું કે “હે મહાભાગ ! હું વણિકૃપુત્રી છું. પતિની સાથે પિતાને ઘેર જતી હતી, માર્ગમાં મારા પતિ મને