________________
પર્વ ૮ મું
૨૭
આ પ્રમાણે ધર્મદેશના આપી-આ સંસારમાં ભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યજન્મ પામવે અતિ દુર્લભ છે, તે મનુષ્યજન્મને પામીને પોતે વાવેલા વૃક્ષની જેમ જરૂર તેને સફળ કરે. હે સદ્દબુદ્ધિ મનુષ્યો ! તે મનુષ્યજન્મનું મુક્તિદાયક એવું જીવદયાપ્રધાન આર્યધર્મ ફળ છે, તેને તમે ગ્રહણ કરો.” આ પ્રમાણે શ્રોતાઓના શ્રવણમાં અમૃત જે પવિત્ર આહંતુ ધર્મ, કહીને પછી તાપસેના કુળપતિનો સંશય છેદવાને માટે તે મહર્ષિએ કહ્યું-“ આ દવદંતીએ તમને જે ધર્મ કહ્યો છે, તે બરાબર છે. એ પવિત્ર સ્ત્રી આહંતુ ધર્મના માર્ગની મુસાફર છે; તે અન્યથા વદે નહી. એ સ્ત્રી જન્મથીજ મહા સતી અને આહંતી છે. વળી તમે તેની પ્રતીતિ પણ જોયેલી છે, કેમકે તેણુએ રેખાકુંડમાં મેઘને પડતો અટકાવી રાખ્યો હતો. તેના સતીપણાથી અને આહુતીપણાથી સંતુષ્ટ થયેલા દેવતાઓ સદા તેની સાનિધ્યમાં રહે છે, તેથી અરણ્યમાં પણ તેણીનું કુશળ થાય છે. પૂર્વે એના હુકારા માત્રથી આ સાર્થવાહને સાથ ચોર લોકોથી બચી ગયો હતો. એનાથી બીજે શે વધારે પ્રભાવ હોય ?” કેવળી ભગવંત આ પ્રમાણે કહેતા હતા તેવામાં કઈ મહદ્ધિક દેવ ત્યાં આવ્યું. તે કેવળીને વંદના કરી મૃદુ વાણીવડે દવદંતી પ્રત્યે બોલ્યો-“હે ભદ્રે ! આ તપોવનમાં હું કુળપતિને કર્પર નામે એક શિષ્ય હતા, જે તપના તેજથી ઘણે દુરાસદ હતે. વળી હું હમેશાં પંચાગ્નિને સાધતું હતું તે પણ તે તપિવનના તાપસે મને પૂજતા નહીં, તેમ વચનથી પણ અભિનંદન આપતા નહી, તેથી ક્રોધરૂપ રાક્ષસથી આવિષ્ટ થયેલે હું તે તપોવનને છોડી ઉતા વળે અન્યત્ર જવા ચાલ્યા. ચાલતાં ચાલતાં ઘાટા અંધકારવાળી રાત્રી પડી, તે વખતે પણ ત્વરાથી ચાલતે એ હું અકસ્માત્ કઈ હાથી જેમ મોટી ખાડામાં પડી જાય તેમ ગિરિકંદરામાં પડી ગયે. તે ગિરિના પાષાણ સાથે અથડાતાં જીણું છીપના પડીઆની જેમ મારા બધા દાંત સહસ્ત્ર પ્રકારે વિશીર્ણ થઈ ગયા, અર્થાત્ તેના કટકે કટકા થઈ ગયા. દાંતના પડવાથી પીડાતુર થઈને હું ત્યાં સાત રાત્રી સુધી પડ્યો રહ્યો, પણ દુઃસ્વપ્નની જેમ તાપસેએ તે મારી વાર્તા પણ કરી નહીં. જ્યારે હું તેના સ્થાનમાંથી નીકળે ત્યારે ઘરમાંથી સર્ષ નીકળી જવાની જેમ તે તાપસને ઊલટું વિશેષ સુખ થયું હતું, તેથી તે, તાપસેની ઉપર સળગતે અગ્નિની જે મને દુઃખાનુબધી ક્રોધ ઉત્પન્ન થયા. પછી જાવલ્યમાન ક્રોધથી દુર્મનવાળો હું મૃત્યુ પામી આજ તાપસવનમાં મોટે વિષધર (સર્પ) થયે. એક વખતે તમને કરડવાને માટે હું ફણા વિસ્તાર દે , એટલે તમે મારી ગતિને અટકાવનાર નવકારમંત્ર ભણ્યા. જ્યારે મારા કર્ણમાં નવકારમંત્રના અક્ષરે પડ્યા, એટલે જાણે સાણસે પકડાયે હોઉં તેમ હું તમારી તરફ કિંચિત્ પણ ચાલી શક્યો નહીં. પછી શક્તિરહિત થઈને મેં એક ગિરિગુહામાં પ્રવેશ કર્યો, અને ત્યાં રહીને દર વિગેરે જીનું ભક્ષણ કરી જીવવા લાગ્યો. હે પરમ આહતી! એક વખતે વરસાદ વરસતે હતે. ત્યારે તમે તાપસને ધર્મ કહેતા હતા, તેમાં મેં સાંભળ્યું કે “જે પ્રાણ જીવહિંસા કરે છે તે નિરંતર સંસારમાં ભમે છે અને મરૂભૂમિને પાંથની જેમ નિરંતર દુ:ખ પામ્યા કરે છે.” તે સાંભળીને મને વિચાર થયો કે હું પાપી સર્પ તે હંમેશાં જીવહિંસામાંજ તત્પર છું, તે મારી શી ગતિ થશે?” આવી રીતે વિચાર કરી તર્ક વિતર્ક કરતાં ફરી મને યાદ આવ્યું કે આવા તાપસે મેં કઈ ઠેકાણે જોયેલા છે. તે વખતે જ મને નિર્મળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી જાણે ગઈ કાલેજ કરેલું હોય તેમ પૂર્વ ભવનું મારું સર્વ કૃત્ય સાંભરી આવ્યું; એટલે ઉછળતા તરંગવાળા નીકના જળની જેમ મને અક્ષય વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી મેં તત્કાળ સ્વયમેવ અનશનવ્રત ગ્રહણ કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મદેવલોકમાં દેવતા થયો. તપના કલેશને સહન કરનારા પ્રાણીઓને મોક્ષ પણ