________________
પૂર્વ ૮ મ
૨૩૫
ન
હતા, જાણે કાજળથીજ ઘડેલા હોય તેમ તે અમાવાસ્યાના અંધકાર જેવા શ્યામવણી હતો અને તેણે વિકરાળ સિંહનુ ચ આવ્યું હતું. એ રાક્ષસ વૈદભી ને જોઇને ખેલ્યા-ક્ષુધાથી કૃશ ઉત્તરવાળા મને ઘણે દિવસે આજે સારૂ ભક્ષ્ય પ્રાપ્ત થયું છે, માટે હવે તને સત્વર હું ભક્ષણ કરી જઈશ.’ તે સાંભળી નળપત્ની ભય પામી, પણ ધૈય રાખીને એલી કે, “અરે રાક્ષસ ! પ્રથમ મારૂ વચન સાંભળી લે, પછી તને જેમ રૂચે તેમ કર. જે જન્મે તેને મૃત્યુ તો જરૂર પ્રાપ્ત થવાનુ છે, પણ યાંસુધી તે કૃતાર્થ થયેલ ન હોય ત્યાંસુધી તેને મૃત્યુને ભય છે, પણ હું તો જન્મથી માંડીને પરમ અ`તભક્ત હેાવાથી કૃતાર્થ જ છું, માટે તે ભય મને નથી, પણ તું પરસ્ત્રીનો સ્પર્શ કરીને નહી' અને મારા સ્પશ કરીને તો તું સુખી પણ થઈશ નહિ.... હે મુઢાત્મા ! મારા આક્રોશથી તું હતો ન હતો થઇ જઈશ, માટે ક્ષણુ વાર વિચાર કર.’ આવુ... દવદ તીનુ ધૈય જોઇને રાક્ષસ ખુશી થયે. એટલે તેણે કહ્યું ભદ્રે ! હુ' તારા ઉપર સંતુષ્ટ થયા છું, માટે કહે તારા શા ઉપકાર કરૂ ?' વૈદભી ખાલી વ્હે દેવાનિ નિશાચર ! જો તું સ ́તુષ્ટ થયા છે તો હું તને પૂછું છું કે મારે પતિનો સમાગમ કયારે થશે ?’ અધિજ્ઞાનથી જાણીને તે રાક્ષસે કહ્યું હે યશસ્વિનિ ! જ્યારે પ્રવાસના દિવસથી બાર વર્ષ સ ́પૂર્ણ થશે ત્યારે પિતાને ઘેર રહેલી એવી તને તારા પતિ નળરાજા સ્વેચ્છાએ આવીને મળશે, માટે હમણાં ધીરજ રાખ. હે કલ્યાણી ! તું જો કહે તા તને અર્ધું નિમેષમાં તારા પિતાને ઘેર પહાંચાડી દઉ.. શા માટે આ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે ?’ દવદ'તી ખેલી—“હે ભદ્ર! તે નળના આગમનની વાત કરી તેથી હું કૃતા થઈ છું. હું પરપુરૂષની સાથે જતી નથી, માટે જા, તારૂં' કલ્યાણ થાઓ.” પછી તે રાક્ષસ પેાતાનુ જ્યાતિમય સ્વરૂપ બતાવી વિદ્યુતના રાશિની જેમ ક્ષણવારમાં આકાશમાં ઉડી ગયા.
હવે પોતાના પતિના વિયોગ બાર વર્ષ સુધીનેા જાણીને દવદ તીએ સતીત્વરૂપ વૃક્ષાનાં પલ્લવ જેવા આ પ્રમાણેના અભિગ્રહ ધારણ કર્યા. “જ્યાં સુધી નળરાજા નહીં મળે ત્યાં સુધી રાતાં વસ્ત્રો, તાંબૂલ, આભૂષણેા, વિલેપન અને વિકૃતિ પણ હું ગ્રહણ કરીશ નહી.” આવા અભિગ્રહ લઈએ રમણીએ વર્ષાઋતુ નિમન કરવાને નિર્ભ્રાય થઇ એક ગિરિગુહામાં નિવાસ કર્યા. ત્યાં તેણીએ શ્રી શાંતિનાથનુ' મૃત્તિકામય બિંબ બનાવી પેાતાના નિર્મળ હૃદયની જેમ ગુહાના એક ખુણામાં સ્થાપન કર્યું. પછી પોતે વનમાં જઈ સ્વયમેવ ખરી પડેલાં પુષ્પા લાવીને તે સેાળમા તીર્થંકરની ત્રિકાળ પૂજા કરવા લાગી, અને એ આહુતી અખળા ચતુર્થાદિ તપને પ્રાંતે ખીજરહિત એવા પ્રાસુક ફળવડે પારણું કરતી ત્યાં રહી.
હવે પેલા સા વાહે જ્યારે પોતાના સાથમાં નળની પ્રિયાને જોઇ નહીં ત્યારે તે ‘તેણીનું કુશળ થાઓ’ એમ ચિંતવન કરતો તેને પગલે પગલે પાછળ ચાલ્યા. તે આ ગુહા માં આબ્યા ત્યાં તેણે સમાધિવડે અરિહંતના બિંબનું પૂજન કરતી દવદતીને જોઇ. વૈદભીને કુશળ જોઇ સા વાહને હષૅ થયા. પછી વિસ્મયથી નેત્ર વિકસિત કરી તેને નમીને તે ભૂમિ ઉપર બેઠા. દવદ'તી અર્હ પૂજા સમાપ્ત કરી સ્વાગત પ્રશ્ન પૂછી અમૃત જેવી મધુર વાણીવડે સાવાહની સાથે વાત કરવા લાગી. આ વાર્તાના શબ્દ સાંભળી ત્યાં નજીક રહેનારા કેટલાએક તાપસે મૃગલાંની જેમ ઉંચા કાન કરીને સત્વર ત્યાં આવ્યા. તે સમયે દુર જળ
૧. નિશાચર–રાક્ષસ બે પ્રકારના હેાય છે, દેવજાતિ અને મનુષ્યજાતિ, રાવણાદિક મનુષ્યજાતિના રાક્ષસ સમજવા,
૨. દૂધ, દહી, ઘી, તેલ, ગાળ અને પકવાન એ છ વિગયા. તે વિકૃતિ (વિકાર કરનારી) સમજવી, ૩. અરિહંતને માનનારી શ્રાવિકા.