________________
સ ૩ જો
૧૨૩૪
અરણ્યરૂપ સાગરથી પાર ઉતારવા માટે વહાણુરૂપ થઇ પડે તો ખરેખર મારા પુણ્યોદય ગણાય.’ આવુ... ચિંતવી તે જરા સ્વસ્થ થઈ, તેવામાં તો દેવસેનાને અસુરાની જેમ ચારલેાકાએ આવીને તે સંઘને ચાતરફથી ઘેરી લીધા. જાણે સવ ખાજુ ચારમય ભીંત થઈ ગઈ હોય તેમ ચાતરફથી આવતી ચારની સેનાને જોઈનેસ સાજનો ભય પામી ગયા, કેમકે ધનવાનને ભયપ્રાપ્તિ સુલભ છે.’ તે વખતે ‘અરે સાથે નિવાસી જનો ! ખીશા નહીં, મીશા નહી.' આ પ્રમાણે તેમની કુળદેવીની જેમ ધ્રુવદંતી ઊંચે સ્વરે મેલી. પછી તેણીએ ચારાને કહ્યું, ‘અરે દુરાશયો ! અહીંથી ચાલ્યા જાઓ, હુ' એ સ`ઘની રક્ષક છું, તેથી જો તમે કાંઇ પણ ઉપદ્રવ કરશેા તો અનથ પામશેા,’આ પ્રમાણે કહેતી દવદ'તીને જાણે કે તે વાતૂલા હોય કે ભૂતપીડિત હોય તેમ માની ચારેએ જરા પણ ગણી નહીં. એટલે કુંડિનપતિની દુહિતાએ સ સાજનોના હિતને માટે ચારાના અહ કારને વિદારણ કરનારા ભચંકર હુંકાર શબ્દ કર્યા, વનને પણ અધિર કરે તેવા તેના હુંકારાથી ધનુષ્યના નાદવડે કાગડાની જેમ સર્વે ચારલેાકેા તત્કાળ નાસી ગયા. તે જોઈ સાજનો કહેવા લાગ્યા કે ‘આપણા પુણ્યથી ખેંચાઇને આ કાઇ દેવી આવેલ છે, તેણે ચારલેાકાના ભયથી આપણી રક્ષા કરી છે.’ પછી સંઘપતિએ તેની પાસે આવી માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કર્યા અને પૂછ્યુ કે તમે કોણુ છે ? અને આ અરણ્યમાં કેમ ભમા છે ?' એટલે દવદતીએ અશ્રુયુક્ત નેત્રથી ખધવની જેમ તે સાવાને નળરાજાના વ્રતથી માંડીને પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાર્થવાહ ખેલ્યા-હે ભદ્રે ! તમે મહાબાહુ નળરાજાનાં પત્ની છે, તેથી મારે પૂજ્ય છે. અને તમારાં દર્શનથી હુ પુણ્યવાન થયા છે. તમે આ ચારલાકાથી જે અમારી રક્ષા કરી છે તે ઉપકારથી અમે સ તમારા વેચાણ થયેલા છીએ, માટે તમે આવીને અમારા આવાસને પવિત્ર કરો કે જેથી અમારાથી જે કાંઈ તમારી ભક્તિ અને તે કરીએ.’ એમ કહી સાથ પતિ તેને પોતાના પટગૃહ (તંબુ) માં લઈ ગયા અને ત્યાં દેવીની આરાધના કરે તેમ તેની સેવાભક્તિ કરવા લાગ્યા.
આ વખતે વર્ષાઋતુરૂપ નાટકની નાંદી જેવી ગર્જનાને વિસ્તારતા મેઘ અખંડ ધારાએ વૃષ્ટિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને અવિચ્છિન્ન વહેતા પ્રવાહથી નીકવાળા ઉદ્યાનની જેમ બધી ભૂમિ દેખાવા લાગી. છળથી પૂર્ણ એવા નાના મોટા ખાડાઓમાં થતા દદુરના શબ્દોથી જાણે ઉપાંત ભૂમિ દુર વાઘથી સ'ગીતમય હોય તેવી દેખાવા લાગી, બધા અરણ્યમાં વરાહાની સ્ત્રીઓના દોહદને પૂરનારા એવા કાદવ થઈ ગયા કે જે મુસાફરોના ચરણમાં મેાચકપ્રક્રિયાને દર્શાવવા લાગ્યા. તેવી રીતે ત્રણ રાત્રી સુધી અવિચ્છિન્ન ઉગ્ર વૃષ્ટિ થઈ. તેટલે। વખત દવદ'તી પિતાના ઘરની જેમ ત્યાં સુખે રહી. જ્યારે મેઘ વરસી રહ્યો ત્યારે મહાસતી જૈદી સાથ છેાડીને પાછી એકલી ચાલી નીકળી. નળ રાજાનો વિયાગ થયા તે દિવસથી વૈદભી ચતુ વિગેરે તપમાં લીન થઇ હળવે હળવે મા નિગમન કરતી હતી.
આગળ ચાલતાં યમરાજનો જાણે પુત્ર હોય તેવા ભયંકરથી પણ ભયંકર એક રાક્ષસ તેના જોવામાં આવ્યા. તેના કેશ પીળા હતા, તેથી જાણે દાવાનળથી પ્રદીપ્ત પર્યંત હાય તેવા દેખાતો હતો, અગ્નિજવાળા જેવી જિહ્વાથી સના જેવુ' દારૂણ અને વિકરાળ તેનું મુખ હતું, કર્તિકા જેવા ભયંકર તેના હાથ હતા, તાલ જેવા લાંખા ને કૃશ તેના ચરણુ
૧. એક જાતનું વાજિંત્ર,
૨. માચીની ક્રિયા-પાદરક્ષક પહેરાવવા તે, અર્થાત્ કાદવથી જાણે પગમાં પગરખાં પહેર્યાં હૈાય તેવા દેખાવા લાગ્યા.