________________
૨૩૦
સગ ૩ જે તે જોતાં દેવઈચ્છા જ બળવાન છે એ નિર્ણય થાય છે. પૂર્વે બાલ્યવયમાં પણ નળરાજા સમીપના પર્વતના ઉદ્યાનમાં કુબર સહિત કીડા કરતા હતા, તે વખતે જ્ઞાનરત્નના મહાનિધિ કઈ મહર્ષિ આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે ‘આ નળ પૂર્વ જન્મમાં મુનિને આપેલા ક્ષીરદાનના પ્રભાવથી ભરતાર્ધને પતિ થશે. આ નગરીમાં રહેલા પાંચસે હાથ ઊંચા સ્તંભને જે ચળાવશે તે અવશ્ય ભરતાર્ધનો પતિ થશે, અને નળરાજા જીવતાં આ કેશલાનગરીને કોઈ બીજો અધિપતિ થશે નહીં. તે મુનિના આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્થના વામી થવું અને આ સ્તંભનું ઉખેડવું એ બે વાત તે મળતી આવી છે, પણ કુબેર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી, પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણી અન્યથા થશે નહીં, કેમકે હજુ કુબર સુખે રાજ્ય કરશે કે નહીં તે કોણ જાણે છે ? કદી પાછા નળરાજા જ અહીં રાજા થઈ જાય; માટે એ પુણ્યશ્લેક નળરાજાનું પુણ્ય સર્વથા વૃદ્ધિ પામો.” આ પ્રમાણે લોકોનાં વચન સાંભળતો અને દવદતીનાં અશ્રુથી રથને સ્નાન કરાવતે નળ રાજા કેશલાનગરીને છોડીને ચાલી નીકળે.
આગળ જતાં નળે દવદંતીને કહ્યું કે “હે દેવી ! આપણે ક્યાં જઈશું ? કારણ કે સ્થાનનો ઉદ્દેશ કર્યા વગર કોઈ પણ સચેતન પ્રાણી પ્રવૃત્તિ કરતું નથી.' દેવદતી બોલી દર્ભના અગ્રભાગ જેવી બુદ્ધિવાળા હે નાથ ! આપણે કુંડિનપુરે ચાલે, ત્યાં મારા પિતાના અતિથિ થઈને તેના ઉપર અનુગ્રહ કરે.” તેનાં વચનથી નળે આજ્ઞા કરી એટલે ભક્તિના આશ્રય રૂ૫ સારથીએ કુંડિનપુરની દિશા તરફ ઘડાને ચલાવ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી આવી, જેમાં વાઘના ધુત્કારથી ગિરિઓની ગુહા ઘેર દેખાતી હતી, સર્ષોથી તે ભયંકર હતી, સેંકડો શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત હતી, ચૌર્યકર્મ કરનાર ભિલે થી ભરપૂર હતી, સિંહોએ મારેલા વનહસ્તીઓના દાંતથી જેની ભૂમિ દંતુર થયેલી હતી અને યમરાજાના કીડાસ્થાન રવી તે અટવી લાગતી હતી. આ અટવીમાં નળરાજા આવ્યા એટલે આગળ જતાં કર્ણ સુધી ખેંચેલા ધનુષ્યને ધરતા યમરાજના દૂત જેવા પ્રચંડ ભિલ્લો તેના જોવામાં આવ્યા. તેઓમાં કઈ મદ્યપાનકીમાં તત્પર હોય તેમ નાચતા હતા, કેઈ એકદંત હાથીની જેવા દેખાતા શીગડાને વગાડતા હતા, કે રંગભૂમિમાં પ્રથમ ન કરે તેમ કલh શબ્દ કરતા હતા, કઈ મેઘ જળવૃષ્ટિ કરે તેમ બાણવૃષ્ટિ કરતા હતા, અને કોઈ મલ્લની જેમ બાહુયુદ્ધ કરવાને કરાટ કરતા હતા. એ સવે એ એકઠા થઈ ને હાથીને ધાનની જેમ નળરાજ ઘેરી ીધો. તેમને જોઈ નળ શીધ્ર રથમાંથી ઉતરી, મ્યાનમાંથી તલવાર કાઢી તેને નર્તકીની જેમ પિતાની મુષ્ટિરૂપ રંગભૂમિમાં નચાવવા લાગ્યો. તે જોઈ દવદંતી રથમાંથી ઉતરી અને તેણે હાથ પકડી નળને કહ્યું, “સસલા ઉપર સિંહની જેમ આ લોક ઉપર તમારે આક્ષેપ કર યુક્ત નથી. આ પશુ જેવા લોકો ઉપર વાપરવાથી તમારી તલવાર કે જે ભરતાની વિજયલક્ષ્મીની વાસભૂમિ છે તેને ઘણી શરમ લાગશે”
આ પ્રમાણે કહીને દવદંતીએ મંડળમાં રહેલી માંત્રિકી સ્ત્રીની જેમ પોતાના મનોરથની સિદ્ધિને માટે વારંવાર હુંકાર કરવા માંડયા. તે હુંકાર ભિલ્લ લેકના કર્ણમાં પ્રવેશ કરતાં તરતજ તેના પ્રભાવથી તીર્ણ લેહની સોય જેવા (મર્મભેદી) થઈ પડ્યા તેથી સર્વ ભિલે ગભર બની જઈને દશે દિશાએ નાસી ગયા. તેમની પછવાડે આ રાજદંપતી એવાં
ત્યાં કે જેથી રથથી ઘણું દૂર થઇ પડયાં. તેવામાં બીજા ભિલ્લે આવીને તે રથને હરી ગયા. જ્યારે દેવ વાંક હોય ત્યારે પુરુષાર્થ શું કરી શકે ?” પછી એ ભયંકર અટવીમાં નળરાજા દવદંતીને હાથ પકડીને પાણિગ્રહણના ઉત્સવને સ્મરણ કરાવતે ચારે તરફ ભમવા