________________
૨૧૦
સ૨ જો
અંગારક અને સૂપક વિગેરે ખેચા પણ તૈયાર થયા. તે વખતે વેગવતીની માતા અગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને એભાથાં આપ્યાં અને પ્રભાવતીએ પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. વિદ્યા અને દિવ્ય અસ્ત્રાથી પરાક્રમમાં પુષ્ટ થયેલા વસુદેવે ઇદ્રની જેમ એકલા તે ખેચરાને લીલામાત્રમાં જીતી લીધા. પછી તેણે માનસવેગને બાંધીને સામશ્રીની આગળ નાખ્યા, પણ પોતાની સાસુ અગારવતીના કહેવાથી તેને છેડી દીધા. પછી સેવક થઈ ને રહેલા માનસવેગ વિગેરે વિદ્યાધરાથી વી...ટાયેલા વસુદેવ સેામશ્રીને સાથે લઇ વિમાનમાં બેસીને મહાપુર નગરે આવ્યા, અને ત્યાંથી રહીને સેામશ્રીની સાથે વિલાસ કરવા લાગ્યા.
એક વખતે માયાવી સૂપક અશ્વનું રૂપ લઈ વસુદેવને હરી ગયા. તેને આળખી વસુદેવે મુષ્ટિવડે તેના મસ્તકપર પ્રહાર કર્યા, જેથી સૂકે તેમને અધરથી પડતા મૂકવા, એટલે વસુદેવ ગંગાનદીના જળમાં પડયા. પછી તે ગંગાનદી ઉતરીને તાપસના આશ્રમમાં ગયા, ત્યાં કંઠમાં અસ્થિની માળા પહેરીને ઊભેલી એક સ્ત્રી તેમના જોવામાં આવી. તે સ્ત્રી વિષે તેણે તાપસાને પૂછ્યું, એટલે તાપસા મેલ્યા“ આ જિતશત્રુ રાજાની ‘નદીષેણા’ નામે સ્ત્રી છે, તે જરાસ'ધની પુત્રી થાય છે, આ સ્ત્રીને એક સન્યાસીએ વશ કરી હતી, તે સન્યાસીને રાજાએ મારી નાખ્યા, તથાપિ દૃઢ કામણથી તે સ્ત્રી હજુ તે સન્યાસીના અસ્થિને કંઠમાં ધારણ કરે છે.” પછી વસુદેવે મત્રના ખળથી તેનું કામણ છેાડાવી દીધુ, એટલે જિતશત્રુ રાજાએ પાતાની કેહુમતી નામની બહેન વસુદેવને આપી. તે વખતે ડિંભ નામના જરાસંધના દ્વારપાળે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે ‘ક્રિષણાના પ્રાણદાતાને મેકલા, તે પરમ ઉપકારી છે.’ રાજાએ તે વાત યુક્ત ધારીને આજ્ઞા આપી, એટલે વસુદેવ તે દ્વારપાળની સાથે રથમાં બેસીને જરાસ ધના નગરમાં આવ્યા. ત્યાં નગર રક્ષકાએ તત્કાળ તેમને ખાંધી લીધા. વસુદેવે પેાતાને બાંધવાનુ કારણ પૂછ્યું, એટલે તેઓ ખેલ્યા – કોઈ જ્ઞાનીએ જરાસ...ધને કહ્યું છે કે ‘જે તારી પુત્રી નર્દિષણાને સજ્જ કરશે, તેના પુત્ર અવશ્ય તને મારશે. તે તુ' પોતે જ છે, એમ અમને ખબર પડી છે, તેથી તને મારી નાખવા લઈ જઈએ છીએ.’ આ પ્રમાણે કહીને તે વસુદેવને પશુની જેમ વધ્યસ્થળમાં લઇ ગયા. ત્યાં મુષ્ટિક વિગેરે મલ્લે વસુદેવને મારવાને તૈયાર થયા.
k
આ સમયે ગધસમૃદ્ધ નગરના રાજા ગધારિપગલે પેાતાની પુત્રી પ્રભાવતીના વરને માટે કોઇ વિદ્યાને પૂછ્યું', તે વિદ્યાએ વસુદેવનું નામ આપ્યું; એટલે તેણે વસુદેવને લાવવા માટે ભગીરથી નામે ધાત્રીને માકલી. તે ધાત્રી વિદ્યાબળથી મુકિ વિગેરેની પાસેથી બળાત્કારે વસુદેવને ગંધસમૃદ્ધ નગરે લઈ ગઈ. ત્યાં વસુદેવ તેના પિતાએ આપેલી પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ક્રીડા કરતા સુખે રહેવા લાગ્યા. એવી રીતે બીજી પણ વિદ્યાધરાની સ્ત્રીઓને પરણી છેવટે વસુદેવ સુકાશળાને પરણ્યા અને સુકાશળાના મહેલમાં રહીને નિર્વિઘ્ને વિષયાને ભાગવવા લાગ્યા.
****************************** इत्याचार्य श्री हेमचन्द्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि सुकोशलांत कन्याश्यामादि
परिणयनो नाम द्वितीयः सर्गः ॥ ************=CpCxE07E=EnCC