________________
૨૨૦
સગ ૩ જે
વાંદવાને માટે સંઘની સાથે જતા હતા, પણ તમે મને સંઘથી વિજિત કર્યો, જેથી હું અષ્ટાપદ તીર્થે જઈ શકે નહીંપણ આ ધર્મકાર્ય કરતાં મને અટકાવવાથી તમે મહા મોટું અંતરાય કર્મ બાંધ્યું છે.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળીને તે દંપતી લઘુકમી હોવાથી મુનિની સાથે વાર્તા કરતાં તત્કાળ દુઃસ્વપ્નની જેમ કે ૫ને ભૂલી ગયા. પછી પરોપકારબુદ્ધિવાળા તે મુનિએ તેમને આદ્ર હૃદયવાળાં જાણીને જીવદયાપ્રધાન શ્રી આહંત ધર્મને ઉપદેશ કર્યો. એટલે જન્મથી માંડીને ધર્મના અક્ષરોથી જેમના કાન જરા પણ વિંધાણું નથી એવાં તે દંપતીને ત્યારથી કાંઈક ધર્મની અભિમુખ થયાં. પછી તેમણે ભક્તપાનથી ભક્તિવડે તે મુનિને પ્રતિલાભિત કર્યા, પ્રિય અતિથિની જેમ તેમને યોગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો અને રાજસભાવ વડે બીજા લોકોનું નિવારણ કરીને તે દંપતી પિતે જ નિરંતર તે મુનિને પ્રતિલાભિત કરવા લાગ્યાં. કર્મ રોગથી પીડિત એવાં એ દંપતીને ધર્મજ્ઞાનરૂપી ઔષધ આપી તેમની સંમતિ લઈને કેટલેક કાળે તે મુનિ અષ્ટાપદ ગિરિ ગયા. તે દંપતીએ મુનિના બહુ કાળના સંસર્ગથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા અને કૃપણ પુરૂષ જેમ ધનને જાળવે તેમ તેઓ યત્નથી તે વ્રતનું પાલન કરવા લાગ્યાં.
એક વખતે શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવાને માટે અષ્ટાપદ ગિરિ ઉપર લઈ ગઈ. “ધર્મિષ્ઠ જનેને શા શા લાભ ન થાય ? અર્થાત સર્વ લાભ થાય.” ત્યાં સુરાસુરે પૂજેલી અહંતની પ્રતિમાને જોઈને વીરમતી આ જન્મમાં જ મુક્ત થઈ હોય તેવા આનંદને પ્રાપ્ત થઈ, અને તે અષ્ટાપદ ઉપર વીશે અરિહંતનાં બિંબને વાંદીને વિદ્યાધરીની જેમ પાછી પિતાને નગરે આવી. પછી એ મહાન તીર્થના અવેલેકનથી સ્થિર બુદ્ધિ ધારણ કરીને તેણે પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને વીશ વીશ આચાર્લી (બેલ) કર્યા, અને ભક્તિવાળી તે રમણીએ ચોવીશે પ્રભુનાં રત્નજડિત સુવર્ણમય તિલકે કરાવ્યાં. અન્યદા તે વીરમતી પરિવાર સાથે અષ્ટાપદ ઉપર આવી. ત્યાં તેણે ચોવીશે તીર્થકરેનું નાવપૂર્વક અર્ચન કર્યું અને પછી તે અહતની પ્રતિમાઓનાં લલાટ ઉપર લક્ષ્મીરૂપ લતાનાં પુષ્પો હોય તેવાં પ્રથમ કરાવેલાં સુવર્ણનાં તિલકે સ્થાપન કર્યા (ડવાં), તેમજ તે તીર્થે પધારેલ ચારણશ્રમણ વિગેરેને યથાયે દાન આપી તેણે પૂર્વે કરેલી તપસ્યાને ઉજવી. (તેનું ઉજમણું કર્યું.) પછી જાણે કૃતાર્થ થઈ હોય તેમ ચિત્તમાં નૃત્ય કરતી બુદ્ધિમતી વીરમતી ત્યાંથી પિતાને નગરે આવી. તે દંપતી જો કે શરીર જુદાં હતાં. તથાપિ એક મનથી ધર્મકર્મમાં ઉદ્યત થઈ તેમણે કેટલાક કાળ નિગમન કર્યો ? અનુકમે આયુસ્થિતિ પૂર્ણ થયે સમાધિથી મરણ પામી તે વિવેકી દંપતી દેવલોકમાં દેવદંપતિ (દેવદેવી) તરીકે ઉત્પન્ન થયાં.
મમ્મણ રાજાનો જીવ દેવલોકમાંથી રવીને આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં બહલી નામના દેશમાં પિતનપુર નામના નગરને વિષે ઇમ્મિલ નામના આહેરની સ્ત્રી રેણુકાના ઉદરથી ધન્ય નામે પુત્રપણે ઉત્પન્ન થયે, તે ઘણું પુણ્યનું પાત્ર હતો. ત્યારપછી વીરમતી રાણીને જીવ દેવલોકમાંથી રચવીને તે ધન્યની ધૂસરી નામે સ્ત્રી થયા. ધન્ય હંમેશાં અરણ્યમાં જઈને મહિષી (ભેંશો) ને ચારતે; કારણકે મહિષી ચારવી તે આહીર લોકેનું પ્રથમ કુલવત છે. અન્યદા પ્રવાસીઓને વેરીરુપ વર્ષાઋતુ આવી. જે દુઃખે જેવાય તેવા દુર્દિનથી દિવસે પણ આમાવાસ્યાની રાત્રીને બતાવતી હતી. ઉત્કટ વૃષ્ટિવડે જેણે આકાશને યંત્રધારાગૃહર જેવું કરી દીધું હતું, જેમાં ઉદ્યત થયેલા દેડકાઓના શબ્દોથી દર જાતીના વાદ્યને ૧ રાગ. ૨ યંત્રધારાગ્રહ-યંત્રવડે જેમાં અવિચ્છિન જળધારા થયા કરે તેવું મકાન (સ્થાન).