________________
પૂર્વ ૮
૨૨૩
ભાસ થતા હતા, જે લીલા ઘાસથી પૃથ્વીને કેશપાશવાળી હાય તેવી કરતી હતી, વૃષ્ટિથી થયેલી માટી સેવાળવડે જેમાં બધી પૃથ્વી લપસણી થઇ ગઈ હતી, જેમાં સંચાર કરતા પાંથજનના ચરણુ જાનુ સુધી કાદવવડે ભરાતા હતા, અને વિદ્યુતના વાર'વારના આવનથી અંતરીક્ષમાં ઉલ્કાપાતના દેખાવ થતો હતો. આ પ્રમાણેની વર્ષાઋતુમાં મેઘ વરસતા હતા તેવે વખતે કાદવના સપ થી હર્ષોંના નાદ કરતી ભેશેાને ચારવા માટે ધન્ય અરણ્યમાં ગયા. વર્ષાદના જળને નિવારે તેવુ` છત્ર માથે ધરી લેશેાના ગ્રંથને અનુસરતો ધન્ય અટવીમાં પટન કરવા લાગ્યા. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસ્સગ્ગધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના જોવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વનહસ્તીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા, અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનુ' સ અંગ શીતની પીડાથી ક ́પતું હતું. આ પ્રમાણે પરીષહને સહન કરતા તે મુનિને જોઈ ધન્યને અનુકંપા આવી, તેથી તત્કાળ તેણે પાતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી. જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિકષ્ટ દૂર થઈ ગયું. દુર્માંદ મનુષ્ય જેમ મદિરાપાનથી નિવૃત્ત ન થાય તેમ મેઘ વરસવાથી કિચિત પણ નિવૃત્ત થયા નહી; તથાપિ એ શ્રદ્ધાળુ ધન્ય છત્રી ધરી રાખવાથી કંટાળા પામ્યા નહીં; પછી એ મહામુનિ વૃષ્ટિમાં કરેલા ધ્યાનથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે એ મેઘ પણ ક્રમયેાગે વૃષ્ટિથી નિવૃત્ત થયા. પછી ધન્યે તે મુનિને પ્રણામ કરી ચરણુસ વાહનાપૂ ક અંજલિ જોડીને પૂછ્યું-‘હે મહર્ષિ ! હાલ વિષમ એવા વર્ષને સમય વર્તે છે, અને પૃથ્વી કાઢવવડે પીડાકારી થઈ પડી છે, આવા સમયમાં પ્રવાસથી અજાણ્યા હૈ। તેમ આપ અહી કયાંથી આવી ચડવા ? ’ મુનિ એલ્યા−ભદ્ર ! હુંપાંડુ દેશથી અહી આવેલ છું.અને ગુરુના ચરણથી પવિત્ર એવી લ’કા નગરીએ જવાનુ છે. મને ત્યાં જતાં અહી' અંતરાયકારી વર્ષાઋતુ પ્રાપ્ત થઇ અને ધારાધર મેઘ અખંડ ધારે વરસવા શરૂ થયા. મેઘ વરસતા હોય ત્યારે મહિષએને ગમન કરવુ. અયુક્ત છે તેથી વૃષ્ટિના અંત આવે ત્યાં સુધીના અભિગ્રહ લઈ કાયોત્સ કરીને હું અહીં રહ્યો હતા. હે મહાત્મન્ ! આજે સાતમે દિવસે વૃષ્ટિ વિરામ પામી, તેથી મારો અભિગ્રહ પૂર્ણ થતાં હવે હુ. કોઇ પણ નિવાસસ્થાનમાં જઇશ.' ધન્ય હર્ષોંથી ખેલ્યું.હું મહિષ ! આ મારો પાડો છે તે ઉપર શિબિકાની જેમ ચડી બેસે, કારણ કે આ ભૂમિ કાદવને લીધે દુ:ખે ચાલી શકાય તેવી થઈ ગઈ છે.' મુનિ ખાલ્યા—હે ભદ્ર ! મહર્ષિ આ કોઈ પણ જીવ ઉપર આરાપણ કરતા નથી, બીજાને પીડા થાય તેવું કર્મ તે કદિ પણુ આચરતા નથી. મુનિએ તેા પગેજ ચાલનારા હોય છે.' આમ કહીને તે મુનિ ધન્યની સાથે નગર તરફ ચાલ્યા. નગરમાં પહોંચ્યા પછી ધન્ય મુનિને નમી અંજલિ જોડીને કહ્યું, મહાત્મન્ ! જ્યાં સુધી હું ભેંશોને દોઇ આવું ત્યાં સુધી તમે અહીં રાહ જુવેા. એમ કહી પેાતાને ઘેર જઇ ભેંશાને દોઇને તે એક દુધના ઘડો ભરી લાવ્યેા. પછી પેાતાના આત્માને અતિ ધન્ય માનતા ધન્યે તે દુધવડે અતિ હર્ષોંથી તે મુનિને પુણ્યના કારણભૂત પારણું કરાવ્યું. તે મહર્ષિ એ નગરમાં રહીને વર્ષાઋતુ નિ મન કરી. પછી ઇર્યાશુદ્ધિવડે ઉચિત એવે માર્ગે ચાલતા તે મુનિ પેાતાને ચાગ્ય સ્થાનકે ગયા.
ધન્ય પાષાણરેખા જેવુ... સ્થિર સક્તિ ધારણ કરી પોતાની સ્ત્રી ધુસરીની સાથે ચિરકાળ શ્રાવકવ્રત પાળવા લાગ્યા. કેટલેક કાળે ધન્ય એવાં તે ધુસરી અને ધન્ય ચારિત્ર ગ્રહણ કર્યું, અને સાત વર્ષ સુધી તેનું પ્રતિપાલન કરીને તે સમાધિથી મૃત્યુ પામ્યાં. મુનિને દુધનું દાન કરવાથીઉપાર્જન કરેલા પુણ્યવડે તેઓ કાઈ લેશ્યાવિશેષથીહિમવ ંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન