________________
૨૧૯
પર્વ ૮ મું શિશિરપ્રભાવડે જેમ કુમુદતિના કમળને જુએ તેમ તેણે તેને વરવાને ઈચ્છતા સર્વ યુવાનોને મિષ્ટ દષ્ટિથી અવલેયા પરંતુ પ્રથમ ચિત્રપટમાં અને પછી હતપણામાં જે વસુદેવને જોયા હતા તેને આ સમૂહમાં જોયા નહીં એટલે સાયંકાળે કમલિની પ્લાન થઈ જાય તેમ તે ખેદથી ગ્લાનિ પામી ગઈ તેથી સખીઓ સાથે રહેલી અને હાથમાં સ્વયંવરમાળાનો ભાર ધરનારી તે બાળા પુતળીની જેમ અસ્વસ્થ અને કાંઈ પણ ચેષ્ટા રહિત ઘણે કાળ ઉભી રહી. જ્યારે તે કઈને વરી નહી, ત્યારે સર્વ રાજાઓ “શું આપણુમાં રૂપ, વેષ કે ચેષ્ટા વિગેરેમાં કાંઈ દેષ હશે ?' એવી શંકાથી પોતપોતાને જોવા લાગ્યા. એવામાં એક સખીએ કનકવતીને કહ્યું “હે ભદ્રે ! કેમ અદ્યાપિ વિલંબ કરે છે ? કઈ પણ પુરૂષના કંઠમાં સ્વયંવરની માળ આરોપણ કર.” કનકવતી બેલી “જેની પર રૂચિ થાય તેવા વરને વરાય, પણ મારા મંદ ભાગ્યે જે મને રૂચ હતો તે પુરૂષને હું આ મંડપમાં જેતી નથી.” પછી તે ચિંતા કરવા લાગી કે હવે મારે શું ઉપાય કરે ? મારી શી ગતિ થશે ? હું ઈષ્ટ વરને આમાં જતી નથી, માટે હે હૃદય ! તુ બે ભાગે થઈ જા.” આ પ્રમાણે ચિંતા કરતી તે રમણીએ ત્યાં કુબેરને દીઠા, એટલે તેને પ્રણામ કરી દીનપણે રૂદન કરતી અંજલિ જેડીને આ પ્રમાણે કહેવા લાગી “હે દેવ ! હું તમારી પૂર્વ જન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી કરો નહીં; કેમકે જેને હું વરવાને ઈચ્છું છું તે ભર્તારને તમે અંતહિત કરી દીધા છે એમ મને લાગે છે.” પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું- હે મહાભાગ! મેં તમને જે કુબેરકાંતા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી લ્યો.” કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી, એટલે તે નાટકના પાત્રની જેમ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા પછી વસુદેવના સ્વરૂપને ઓળખીને ઉજજવલ દૃષ્ટિવાળી તે રમણી જાણે તેને હર્ષ બહાર આવ્યું હોય તેમ પુલકાંકિત થઈ ગઈ. તત્કાળ નુપૂરનો ઝણઝણાટ કરતી કનકવતીએ વસુદેવની પાસે જઈ પોતાની ભુજલતાની જેમ સ્વયંવરની માળા તેના કંઠમાં આરોપણ કરી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા. અપ્સરાઓ ઉત્સુક અને માંગલ્યનાં સરસ ગીત ગાવા લાગી, “અહો ! આ હરિશ્ચન્દ્ર રાજાને ધન્ય છે કે જેની પુત્રી જગ...ધાન પુરૂષને વરી. આવી આકાશવાણી ઉત્પન્ન થઈ, અને કુલાંગના જેમ લાજા (ધાણી) ની વૃષ્ટિ કરે તેમ કુબેરની આજ્ઞાથી દેવતાઓએ સદ્ય વસુધારાની વૃષ્ટિ કરી. પછી હર્ષનું એક છત્ર રાજ્ય વધારત વસુદેવ અને કનકાવતીને વિવાહત્સવ થયો.
પછી વસુદેવે કુબેરને પૂછ્યું કે “તમે અહીં કેમ આવ્યા તેનું કારણ જાણવાનું મને કૌતુક છે. આવા પ્રશ્નના ઉત્તરમાં જેણે વિવાહકંકણ બાંધેલું છે એવા વસુદેવને કુબેરે કહ્યુંહે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર છે. તે નગરમાં મમ્મણ નામે રાજા હતા, અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખતે એ રાજા રાણી સહિત શીકાર કરવાને માટે નગરની બહાર ચાલ્યા. રાક્ષસના જેવા શુદ્ર આશયવાળા તે રાજાએ પોતાની સાથે કોઈ સંઘની ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા, “આ મારે અપશુકન થયું કે જે મને મૃગયાના ઉત્સવમાં વિક્વકારી થશે.” આ પ્રમાણે વિચારી તેણે ચૂથમાંથી હાથીને રોકે તેમ સંઘ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણીની સાથે રાજદ્વારમાં પાછો ગયો અને મુનિને બા૨ ઘડી સુધી દુ:ખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી તે રાજદંપતીએ દયા આવવાથી તે મુનિને પૂછયું કે, “તમે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જાઓ છો તે કહો.” મુનિ બોલ્યા હું રોહિતક નગરની અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને