________________
૨૧૬
સર્ગ ૩ જે હાથી, ઘોડા, રથ અને દ્ધાઓએ જેનું દ્વાર રૂ ધેલું છે એવા રાજદ્વારમાં પ્રવેશ કર્યો. પછી કઈથી પણ નહી દેખાતા અને અખલિત ગતિવાળ વસુદેવ અંજનસિદ્ધ ગીની જેમ આગળ ચાલ્યા. અનુક્રમે પરિકર બાંધી હાથમાં છડી લઈને ઊભેલા નજરેએ રૂંધેલી રાજગૃહની પ્રથમ કક્ષામાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં ઈંદ્રનીલ મણિમય પૃથ્વીતળવાળું અને ચલિત કાંતિથી તરંગિત, જળસહિત વાપીના ભ્રમને ઉત્પન્ન કરતું રાજગૃહ તેણે જોયું. તેમાં દિવ્ય આભારણ ધરનારી અને અપ્સરા જેવી સ્વરૂપવાન્ સમાન વયની સ્ત્રીઓનું મોટું વૃંદ તેમના જેવામાં આવ્યું. પછી વસુદેવે સુવર્ણમય સ્તંભવાળી, મણિમય પુતળીઓવાળી અને ચલાયમાન ધ્વજાઓવાળી બીજી કક્ષામાં પ્રવેશ કર્યો. આગળ ચાલતાં એરાવત હાથી જેમ ક્ષીરસાગરમાં પિસે તેમ ક્ષીરતરંગ જેવી ઉજજવળ ત્રીજી કક્ષામાં પ્રવેશ કર્યો. તેમાં સ્વર્ગમાં ન સમાવાથી અપ્સરાઓ જ જાણે અહીં આવી હોય નહીં તેવી દિવ્ય આભૂષણથી ઘણી સ્ત્રીઓ રહેલી હતી, પછી ચાથી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાં તરંગથી તરલ અને હસપ્રમૂખ પક્ષીઓથી વ્યાપ્ત જળકાંત મણિમય જમીન જોવામાં આવી. તેવી જમીનમાં તેમજ ભીંતોમાં દર્પણ વિના પણ પિતાના આત્માનું અવલોકન કરતી અને ઉત્તમ શુગાર ધારણ કરતી કેટલીક અંગનાઓ તેમના જેવામાં આવી. વળી ત્યાં મેના પિોપટના માંગલિક ઉચ્ચાર તેમના સાંભળવામાં આવ્યા અને ગીત નૃત્યમાં આકુળ દાસી વગ પણ દૃષ્ટિએ પડશે. ત્યાંથી વસુદેવે પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાં સ્વર્ગગૃહના જેવી મનોહર મરકત મણિર્ન જોવામાં આવી. તેમાં મોતી અને પરવાળાની માળાઓ તથા લટકતા ચામરે માયાકૃતિએ રચેલા હોય તેવા જોવામાં આવ્યા. વળી સુંદર રૂપ તથા વેષવાળી અને રત્નાલંકાએ ભરપૂર એવી કેટલીક દાસીઓ જાણે સ્તંભ પર લગ્ન થયેલી પુતળીઓ હોય તેવી જોવામાં આવી. ત્યાંથી છઠ્ઠી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યા દિવ્ય સંજાવરના જેવી સર્વત્ર પદ્મરાગ મણિની ભૂમિ જોવામાં આવી, તેમાં દિવ્ય અંગરાગે પૂર્ણ મણિનાં પાત્રા અને દેવતાઈ વસ્ત્રો તેના જોવામાં આવ્યાં. તેમજ કીરમજના રંગવાળાં રેશમી વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી મૂર્તિ માન સંધ્યા જેવી અનેક મૃગાક્ષીઓ તેની દષ્ટિએ પડી. ત્યાંથી સાતમી કક્ષામાં ગયા. ત્યાં લેહિતાક્ષ મણિના સ્તંભવાળી કરકેતન મણિની ભૂમિ જેવામાં આવી. તેમાં કલ્પવૃક્ષો, પુનાં આભૂષણ અને જલપૂર્ણ કળશ તથા કમંડળોની શ્રેણીમાં તેણે જોઈ. વળી અનેક કળાઓને જાણનારી સર્વ દેશની ભાષામાં પ્રવીણુ અને ગંડસ્થળપર લટકી રહેલાં કુંડળોવાળી કેટલીક છડી ધરનારી સુલોચનાએ પણ તેના દેખવામાં આવી. તેને જોઈને વસુદેવ ચિંતવવા લાગ્યા કે “આટલી છડીદાર સ્ત્રીઓથી નીરંધ્ર પરિવૃત્ત એવા આ ગૃહમાં કોઈને પ્રવેશ કરવાનો અવકાશ નથી.” આ પ્રમાણે વસુદેવ વિચાર કરતા હતા તેવામાં લીલા માત્રથી કનકકમળને હાથમાં ધારણ કરતી દિવ્ય વેષવાળી એક દાસી પક્ષદ્વીરના માર્ગથી બહાર આવી, તેને
ઇને બધી છડીદાર વામાઓ સસંભ્રમથી પૂછવા લાગી કે ‘રાજકુમારી કનેકવતી કયાં છે ? અને કરે છે ?' તે દાસીએ કહ્યું કે હાલ તે પ્રમદવનના પ્રાસાદમાં દિવ્ય વેષ ધા રણ કરીને રાજકમારી કનકવતી એકલા કઈ દેવતાની સાંનિધ્યે બેઠાં છે.” તે સાંભળી રાજકુમારીને ત્યાં બેઠેલી જાણીને દાસી આવી હતી તે પક્ષદ્વારના માર્ગે જ વસુદેવ તે તરફ જવા માટે બહાર નીકળ્યા અને પ્રમાદવનમાં આવ્યા. ત્યાં સાત ભૂમિકાવાળો અને ફરતા ઊંચા કીલ્લાવાળે તે પ્રાસાદ જે. પછી હળવે હળવે વસુદેવ તેની ઉપર ચઢયા, એટલે સાતમી ભૂમિકાએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલી રાજકુમારી કનકવતી તેમના જોવામાં આવી. - ૧, કક્ષા-ગઢ, ડેલી. ૨ બીલકુલ મણ વિનાના ૩ પડખેના.