________________
પર્વ ૮ મું
૨૦૯ અને તે સપને બોધ આપે, તેથી તે સર્પ મૃત્યુ પામીને બેલ નામે દેવતા થયા. પછી હું ઋષિદત્તાનું રૂપ લઈ શ્રાવસ્તી નગરીએ ગઈ, અને ત્યાં શિલાયુધ રાજાને પુત્ર સેવા માંડ પણ તેણે પૂર્વની વાત વિસ્મરણ થઈ જવાથી તે પુત્રને ગ્રહણ કર્યો નહીં. પછી, પુત્રને તેની પાસે મૂકી આકાશમાં રહીને મેં કહ્યું કે “હે રાજન્ ! વનમાં રહેલી કષિદત્તા નામની કન્યાને તે ભેગવી હતી, તેને તારા સંગમથી આ પુત્ર થયેલ છે. તે ઋષિદત્તા પ્રસવગથી મૃત્યુ પામીને હું દેવપણાને પામેલી છું. દેવપણામાંથી અહીં આવીને મેં મૃગલીને રૂપે તેને ઉછેર્યો છે, તેથી આ એણપુત્રના નામથી વિખ્યાત થયેલ છે. આ પ્રમાણે કહેતાંજ રાજાને સ્મરણ આવ્યું એટલે તે પુત્રને રાજ્ય ઉપર બેસાડી શિલાયુધ રાજા દીક્ષા લઈ સ્વર્ગે ગયે. તે એણીપુત્રે સંતતિને માટે અઠ્ઠમ તપ કરીને મને સંતુષ્ટ કરી, જેથી મેં તેને એક પુત્રી આપી, તે આ પ્રિયંગુમંજરી છે. આ પુત્રીના સ્વયંવરને માટે એણુપુત્ર રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા હતા, પણ તે કઈ રાજાને વરી નહી, તેથી સર્વ રાજાઓએ મળીને યુદ્ધનો આરંભ કર્યો. મારી સહાયથી એણીપુત્ર એકલાએ બધા રાજાઓને જીતી લીધા, તે પ્રિયંગુમંજરી આજે તમને જોઈને વરવાની ઇચ્છા કરે છે. તે અનઘ ! તમારે માટે તેણીએ અષ્ટમભક્ત કરીને મારી આરાધના કરી, જેથી મારી આજ્ઞાવડે તે દ્વારપાળે આવી તમને તેને ઘેર આવવાનું જણાવ્યું; પણ અજ્ઞાનને લીધે દ્વારપાળના કથનની તમે અવજ્ઞા કરી, તો હવે મારી આજ્ઞાથી તે દ્વારપાળના
લાવ્યા પ્રમાણે તમે ત્યાં જજે અને તે એણીપુત્રની કન્યાને પરણજો. વળી તમારે કાંઈ વરદાન જોઈતું હોય તો માગી લે.” દેવીનાં આ વચનથી વસુદેવ બોલ્યા કે જ્યારે હું સંભારું ત્યારે તમે આવજે.” દેવીએ તે વાત સ્વીકારી. પછી તે દેવી વસુદેવને બંધુમતીને ઘેર મૂકી અંતર્ધાન થઈ ગઈ. પ્રાતઃકાળે વસુદેવ પેલા દ્વારપાળની સાથે પ્રિયંગુમંજરીએ નિમેલા સ્થાને ગયા. ત્યાં તે પ્રથમથી આવેલી હતી, તેને વસુદેવ ઘણું હર્ષ સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા. તે પછી અઢારમે દિવસે દ્વારપાળે પ્રિયંગુમંજરીને દેવીએ આપેલા વરની વાર્તા રાજાને જણાવી. રાજા તેને પોતાને ઘેર લઈ ગયે.
આ અરસામાં વૈતાઢયગિરિ ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં ગંધારપિંગલ નામે રાજા હતો, તેને પ્રભાવતી નામે કન્યા હતી. તે ફરતી ફરતી સુવર્ણાભ નગરે આવી. ત્યાં તેણે સોમશ્રીને જોઈ અને તે તેની સખી થઈ ગઈ. સોમશ્રીને પતિને વિરહ જાણી પ્રભાવતી બેલી–“હે સખિ! તું શા માટે સંતાપ કરે છે? હું હમણાં તારા ભર્તારને લાવી આપીશ.” સોમશ્રીએ નિશ્વાસ મૂકીને કહ્યું, “હે સખિ ! જેમ વેગવતી પતિને લાવી હતી, તેમ તું પણ રૂપથી કામદેવ જેવા મારા સ્વામીને લાવીશ.” પ્રભાવતી બેલી-હુ વેગવતીના જેવી નથી.' એમ કહીને તે શ્રાવસ્તીનગરીએ ગઈ અને ત્યાંથી વસુદેવને લઈ આવી. ત્યાં વસુદેવ બીજુ રૂપ કરીને સોમશ્રી સાથે રહ્યા. અન્યદા માનસવેગે વસુદેવને ઓળખ્યા એટલે તેને બાંધી લીધા. તે વખતે કે લાહળ થતાં વૃદ્ધ ખેચરોએ આવીને તેને છોડાવ્યા. વસુદેવે માનસવેગની સાથે સમશ્રી સંબંધી વિવાદ કરવા માંડ્યો. તેને નિર્ણય કરવા માટે તેઓ બંને વૈજયંતી નગરીમાં બલસિંહ રાજાની પાસે આવ્યા. ત્યાં સૂર્પક વિગેરે સર્વે એકઠા થયા. માનવેગે કહ્યું કે “પ્રથમ આ સોમશ્રી મારી કપેલી હતી, તેને આ વસુદેવ છળથી પરણી ગયા છે, તેમ જ મારા દીધા વિના મારી બહેન વેગવતીને પરણ્યો છે.” વસુદેવે કહ્યું “તેના પિતાએ મારે માટે કપેલી સમશ્રીને હું પરણ્યો છું. ત્યાંથી તે સમશ્રીને હરી લીધી હતી, તે વિષે વેગવતીના કહેવાથી જ સર્વ લેકે જાણે છે. આ પ્રમાણે વાદ કરવામાં વસુદેવે માનસવેગને જીતી લીધે એટલે તે યુદ્ધ કરવા તત્પર થયે. તેની સાથે નીલ
219