________________
પવ ૮ મુ
રા
અધી કહેલી વાર્તા સાકરથી પણ મધુર લાગે છે’હંસ મેલ્યા-કૌશલા નગરીમાં ખેચરપતિ કોશલ રાજાને સુકોશલા નામે એક દુહિતા છે તે સુકેશલાના યુવાન પતિ શ્રેષ્ઠ સૌ' નુ સ્થાન છે અને તેને જોઇને સ રૂપવાનની રેખા પણુ ભગ્ન થાય છે. સુંદરી ! તમને વધારે શું કહું ? એ સુકાશલાના પતિનું એવુ' સૌંદર્યાં છે કે તેના નમુનાનું રૂપ જો હોય તો માત્ર દર્પણમાંજ છે, બીજે નથી. હે મનસ્વિની ! જેમ તે યુવાન રૂપસ ́પત્તિવડે નરિશરામિણ છે, તેમ તું પણ રૂપસ પત્તિથીસ નારીમાં શિરોમણિ છે. હુ તમારા બંનેનાં રૂપને જોનારા છું, તેથી તમારા બનેના સમાગમ થાય તેવી ઈચ્છાથી તેને વૃત્તાંત મેં તને જણાવ્યા છે, અને હે ભદ્રે ! તારો સ્વયંવર સાંભળી મે તેની પાસે પણ તારૂ એવું વર્ણન કરેલુ છે કે જેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. નક્ષત્રામાં ચંદ્રની જેમ સ્વયં વરમંડપમાં ઘણા રાજાઓની વચમાંથી અનલ્પ તેજવડે તે નર૨તને તુ' ઓળખી લેજે. હવે તુ મને છેાડી દે. તારૂ કલ્યાણ થાઓ. મને પકડવાથી તારા અપવાદ થશે, અને હું છુટા રહેવાથી વિધિની જેમ તારા પતિને માટે પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે હંસની વાણી સાંભળી કનકવતી વિચારવા લાગી કે · ક્રીડામાત્રથી હંસના રૂપને ધારણ કરનાર આ કોઇ સામાન્ય પુરૂષ નથી, તેથી એનાવડે જરૂર મને પતિ પ્રાપ્ત થશે.’ આ પ્રમાણે વિચાર કરી તેણે હંસને છેાડી દીધા, એટલે તે તેના હાથમાંથી આકાશમાં ઉડયા, અને ત્યાં રહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાંખીને કહ્યું કે હું ભદ્રે ! જેવા મે' તે યુવાન પુરૂષને જોયા છે, તેવેજ આ ચિત્રપટમાં આલેખેલા છે. તે જોઈને અહીં આવે ત્યારે તે પુરૂષને ઓળખી લેજે.' કનકવતી પ્રસન્ન થઈ અંજલિ જોડીને ખેલી- હે હંસ ! તમે કેાણુ છે ?’ તે કહેવાના મારી ઉપર અનુગ્રહ કરો.' પછી હુંસના વાહન ઉપર ફરનાર એક ખેચર પ્રગટ થયા અને કાનના કુંડળને ચલિત કરતા તેમજ દિવ્ય અંગરાગ તથા નેપથ્યને ધારણ કરતા તે આ પ્રમાણે સત્ય વચન એલ્યો-ડે વરાનને ! હું ચંદ્રાતપ નામે ખેચર છુ', અને તમારા ભવિષ્યત્ પતિના ચરણની સેવામાં તત્પર છું. વળી હે નિરઘેર ! વિદ્યાના પ્રભાવથી બીજી જણાવું છું કે તે યુવાન બીજાને દ્ભૂત થઈને તમારા સ્વયંવરને દિવસે તમારી પાસે આવશે.' આ પ્રમાણે કહેનારા તે ખેચરને કનકવતીએ આશિષ આપીને વિદાય કર્યા, અને તેણે વિચાર્યું કે સારે ભાગ્યે આવું દેવ સંબંધી વચન મારા શ્રવણુગત થયું છે. પછી કનકવતી ચિત્રસ્થ પતિના દ નથી અતૃપ્ત થઈ વારંવાર નેત્રની જેમ તે ચિત્રપટને મીલનાન્મીલન કરવા લાગી. કદલીની જેમ વિરહતાપથી પીડિત થયેલી એ રાજબાળા ચિત્રપટને ક્ષણમાં મસ્તકે, ક્ષણમાં કંઠે અને ક્ષણમાં હૃદયે ધરવા લાગી.
kr
ચ'દ્રાપત ખેચર કે જે કનકવતી અને વસુદેવના સંગમ કરાવવાને કૌતુકી હતા, તે વિદ્યાધરાથી સુશોભિત એવા વિદ્યાધરનગરમાં ગયા. ત્યાં મહાન્ વિદ્યાશક્તિથી પવનની જેમ અસ્ખલિતપણે તેજ રાત્રે તે વસુદેવના વાંસભવનમાં પેઠે, ત્યાં હુંસના રામની તળાઈવાળી અને ધાયેલા શુદ્ધ ઓછાડવાળી શય્યામાં સ્ત્રીની સાથે સુતેલા વસુદેવકુમાર તેના જોવામાં આવ્યા. વિદ્યાધરીની ભુજલતાનુ ઓશીકુ કરીને સુખે સુતેલા વસુદેવકુમારની તે પગચ'પીથી સેવા કરવા લાગ્યા. વસુદેવ રતિક્રીડાના શ્રમથી ઉત્પન્ન થયેલા નિદ્રાસુખથી વ્યાપ્ત હતા તથાપિ ક્ષણવારમાં જાગી ઉઠયા, કેમકે “ ઉત્તમ પુરૂષા સહેલાઈથી જાગનારા હોય છે.’” અધી રાત્રે અકસ્માત્ આવેલા તે ખેચરને જોઇ વસુદેવ ભય કે ધ ન પામતાં ૧ શ્રેષ્ઠ મુખવાળી. ૨ થાપ વિનાની, ૩. સ`લવુડને ઉખેળવુ',