________________
૨૦૪
સગ ૨ જે દધિમુખ, બીજો દંડવેગ અને ત્રીજો ચંડવેગ હતો કે જેણે વસુદેવને આકાશગામિની વિદ્યા આપી હતી. પછી તેઓ વસુદેવને પોતાના નગરમાં લઈ ગયા અને ત્યાં મદનગાની સાથે તેને વિધિથી વિવાહ કર્યો. વસુદેવ મદનેગાની સાથે ત્યાં રહીને સુખે રમવા લાગ્યા.
એક દિવસે મદનગાએ વસુદેવને સંતુષ્ટ કરી વરદાન માંગ્યું. પરાક્રમી વસુદેવે તે આપવાને કબુલ કર્યું. અન્યદા દધિમુખે નમસ્કાર કરીને વસુદેવને કહ્યું કે “દિવતિલક નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે, તેને સૂર્પક કરીને એક કુમાર છે. તે રાજાએ તે સૂર્પકકુમારને માટે મારા પિતાની પાસે મદનગાની માગણી કરી હતી. પણ પિતા વિદુદ્વેગે તેને તે કન્યા આપી નહીં, કારણ કે મારા પિતાએ કઈ ચારણમુનિને તે કન્યાના વરને માટે પૂછ્યું હતું, એટલે તેમણે કહ્યું હતું કે, “હરિવંશમાં ઉત્પન્ન થયેલ વસુદેવકુમાર તમારી પુત્રીના પતિ થશે. વળી તે રાત્રે ગંગાનદીમાં રહીને વિદ્યા સાધતા તારા પુત્ર ચંડવેગના અંધ ઉપર ચડશે અને તેથી તત્કાળ તેની વિદ્યાઓ સિદ્ધ થઈ જશે.” આ પ્રમાણે સાંભળી મારા પિતાએ સૂર્પકને કન્યા આપવાની ના કહી, જેથી તે બળવાનું રાજા વિશિખર મારા પિતાને બાંધીને લઈ ગયેલ છે, માટે આપે મદનગાને જે વરદાન આપેલ છે, તે પ્રમાણે તમારા સસરાને છોડાવે અને હું કે જે તમારો સાથે થાઉં, તેનું માન રાખો. અમારા વંશમાં અંકુરરૂપ નમિ રાજા હતા, તેને પુલત્ય કરીને પુત્ર થયો હતો. તેના વંશમાં મેઘનાદ નામે રાજા થયો કે જે અરિંજય નગરનો સ્વામી થયો હતો. તેના સુભૂમ ચક્રવર્તી જામાતા થતા હતા, તેણે પિતાના સસરાને વૈતાઢય ઉપરની બંને શ્રેણિની લક્ષ્મી અને બ્રહ્માસ્ત્ર, આયાસ વિગેરે દિવ્ય અસ્ત્રો આપ્યાં હતાં. તેના વંશમાં રાવણ અને બિભીષણ થયા હતા. તે બિભીષણના વંશમાં મારા પિતા વિદ્યુગ ઉત્પન્ન થયા છે. અનુક્રમે તે અને અમારા વારસામાં આવેલા છે; તો આ અો તમે ગ્રહણ કરે કેમકે તેવાં દિવ્ય અસ્ત્ર મહા ભાગ્યવાન્ પુરૂષની પાસે સફળ છે અને અમારા જેવા નિભંગીની પાસે નિષ્ફળ છે” આ પ્રમાણે કહી તેણે વસુદેવને એ અસ્ત્રો આપ્યાં, વસુદેવે તે ગ્રહણ કર્યા. અને વિધિથી સાધી લીધાં. “પુણ્યથી શું અસાધ્ય છે?”
ત્રિશિખર રાજાએ સાંભળ્યું કે મદનગા એક ભૂચરને આપી છે, તેથી તે ક્રોધ કરી સ્વયમેવ યુદ્ધ કરવાને આવ્યું. પછી ખેચરેએ એક સુવર્ણને માયાવી રથ વિકુવી વસુદેવને આપે. વસુદેવે તેમાં બેસી દધિમુખ વિગેરે સૈનિકોથી વીંટાઈને યુદ્ધ કરવા માંડયું. પરિણામે વસુદેવે ઈદ્રાસથી ત્રિશિખર રાજાનું મસ્તક છેદી નાખ્યું, અને દિવસ્તિલક નગરમાં પ્રવેશ કરીને પોતાના સસરાને બંધનથી છોડાવ્યા. પછી સસરાને નગરે આવી મદનવેગા સાથે વિલાસ કરતાં તેમને અનાવૃષ્ટિ નામે પુત્ર થયો.
અન્યદા ખેચરની સ્ત્રીઓથી રાગવડે વારંવાર જોવાતા વસુદેવ અનેક ખેચરો સહિત સિદ્વાયતનની યાત્રા કરવાને ગયા. યાત્રા કરીને પાછા શ્વશુરનગરમાં આવ્યા. એક વખતે વસુદેવે મદનગાને વેગવતીના નામથી બોલાવી, તેથી કાધ કરીને મદનેગા બીજી શમ્યા ઉપર ગઈ, તે વખતે ત્રિશિખર રાજાની પત્ની સૂર્પણખાએ મદનગાનું રૂપ લઈ તે સ્થાન બાળી દઈને વસુદેવનું હરણ કર્યું. પછી તેણીએ મારવાની ઈચ્છાથી રાજગૃહી નગરીની પાસે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા. દેવગે વસુદેવ તૃણના રાશિ ઉપર પડયા. ત્યાં જરાસંધની કીર્તિ સાંભળી વસુદેવ રાજગૃહી નગરીમાં ગયા. ત્યાં પાસાવડે કટિ સુવર્ણ જીતી તેણે યાચકને આપી દીધું. તેવામાં રાજપુરૂષ આવી વસુદેવને બાંધીને જરાસંધના દરબારમાં