________________
૫ ૮ મુ
લઈ ચાલ્યા. વસુદેવે રાજસુભટોને પૂછ્યું કે, ‘અપરાધ વિના મને શા માટે બાંધ્યા છે?' ત્યારે તે ખેલ્યા કે “કોઈ જ્ઞાનીએ જરાસ...ધને કહ્યું કે કાલે પ્રાતઃકાળે અહીં આવી કેપિટ દ્રવ્ય જીતીને જે યાચકાને આપી દેશે, તેનો પુત્ર તારા વધ કરનારા થશે. તે પ્રમાણે કરનાર તમે છે, માટે જો કે તમે નિરપરાધી છે, તોપણ રાજાની આજ્ઞાથી તમને મારી નાખવામાં આવશે.” આ પ્રમાણે કહી તેએએ વસુદેવને એક ચામડાની ધમણમાં નાખ્યા. પછી અપવાદના ભયથી છાની રીતે મારવાને ઇચ્છતા એવા તે રાજસુભટોએ તે ધમણુ સાથે તેમને કોઇ પર્વત ઉપરથી ગખડાવી મૂકયા. તેવામાં વેગવતીની ધાત્રી માતાએ અધરથી તેને લઈ લીધા. જ્યારે તેણી તેમને લઇને ચાલી, ત્યારે વસુદેવને લાગ્યુ કે મને ચારૂદત્તની જેમ કાઈ ભાર’ડપક્ષી આકાશમાં લઈ જાય છે. પછી તેણીએ પવ ત ઉપર મૂકવા એટલે વસુદેવે બહાર દૃષ્ટિ કરી, તે ત્યાં વેગવતીનાં બે પગલાં તેમણે દીઠાં. તેને એળખીને તે ધમણની બહાર નીકળ્યા. ત્યાં હે નાથ ! હે નાથ !” પોકારીને રૂદન કરતી વેગવતી તેમના જોવામાં આવી વસુદેવે તેની પાસે જઈ તેને આલિંગન કર્યું અને પૂછ્યું કે, તેં મને શી રીતે પ્રાપ્ત કર્યા ’વેગવતી અશ્રુ લુછીને બેલી-“સ્વામિન્ ! હું જે વખતે શય્યામાંથી ઊઠી તે વખતે મારા અભાગ્યે તમને શય્યામાં જોયા નહીં, તેથી હું અંત:પુરની સ્ત્રીઓની સાથે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. તેવામાં બપ્તિ વિદ્યાએ આવીને તમારા હરણની અને આકાશમાંથી પડવાની ખબર આપી. પછી મેં અજાણપણાને લીધે વિચાયું કે, ‘મારા પતિ પાસે કેાઈ મુનિની બતાવેલી પ્રભાવિક વિદ્યા હશે તેથી તે પાછા થાડા કાળમાં અહી આવશે.’ આમ વિચારી તમારા વિયાગથી પીડિત એવી હું કેટલેાકકાળ નિગ મન કરીને પછી રાજાની આજ્ઞાથી તમને શોધવાને માટે પૃથ્વીપર ભમવા નીકળી, હું ફરતી ફરતી સિદ્ધાયતનમાં આવી, ત્યાં મઢનવેગાની સાથે તમને જોયા. પછી તમે સિદ્ધ ચૈત્યમાંથી અમૃતધાર નગરમાં આવ્યા,ત્યાં હું પણ તમારી પછવાડે આવી. ત્યાં હું અંતર્ધાન થઇને રહી હતી, તેવામાં તમારા મુખે મારૂ નામ મેં સાંભળ્યું, તેથી તત્કાળ તમારા સ્નેહથી મારા ચિરકાળના વિરહનો કલેશ છેડી દીધા. મારૂ' નામ સાંભળી મઢનવેગા ક્રોધ પામી અને અંતગૃહમાં ગઈ; એટલામાં સૂર્પણખાએ ઔષધિના બળથી તે ઘરમાં અગ્નિ ઉત્પન્ન કરી અને મદનવેગાનું રૂપ લઇને તમારૂ હરણ કર્યું. તેણીએ જ્યારે આકાશમાંથી તમને પડતા મૂકયા, તે વખતે તમને ધરી રાખવા માટે હું ઉતાવળે દોડી અને માનસવેગનુ કલ્પિત રૂપ લઈને હું નીચે રહી, પણ મને તેણે જોઈ એટલે વિદ્યા તથા ઔષધિના બળથી મને તરછાડીને કાઢી મૂકી. તેના ભયથી નાસીને હું કોઇક ચૈત્યમાં જતી હતી, તેવામાં પ્રમાદવડે કાઈ મુનિનું ઉલ્લ્લ ંઘન થઈ જવાથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગયું. તેવામાં મારી ધાત્રી મને આવીને મળી, તે વખતે ‘મારા ભર્તા કયાં હશે ?” એવુ હું ચિંતવન કરતી હતી, તેથી મે... ધાત્રીને સ વૃત્તાંત કહીને તમારી શેાધ માટે માકલી. તેણીએ ભમતાં ભમતાં તમને પર્વત ઉપરથી પડતા જોયા, એટલે તત્કાળ અધરથી લઇ લીધા. પછી તમને તે ધમણુમાંજ રાખીને તે આ હિમાન્ પતના પાંચનદ તીથમાં લઈ આવી, અને અહીં તમે છુટા થયા.”
૨૦૫
આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવ ત્યાં એક તાપસના આશ્રમમાં તેણીની સાથે રહ્યા. એક વખતે નદીમાં પાશથી બંધાયેલી એક કન્યા તેના જોવામાં આવી. વેગવતીએ પણ તે વિષે કહ્યું, એટલે તે દયાળુ વસુદેવે નાગપાશના અધનવાળી તે કન્યાને બધનમુક્ત કરી. પછી તે મૂર્છિત કન્યાને જળસિ ́ચન કરીને સાવધ કરી એટલે તે બેઠી થઈ. પછી વસુદેવને ત્રણ પ્રઢક્ષિણા કરીને આ પ્રમાણે બેલી-“હે મહાત્મા ! તમારા પ્રભાવથી આજે