________________
પૂર્વ ૮ મુ
૧૯૩
તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણા રાખીને રહેલા યુવાન પુરૂષાને જોઇ તેણે એક બ્રાહ્મણને તેના હેતુ પૂછ્યો, એટલે તે બ્રાહ્મણે કહ્યું, ‘આ નગરમાં ચારુદત્ત નામે એક શ્રેષ્ઠી રહે છે, તેને ગંધવ સેના નામે કળાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે ગાયનકળામાં મને જીતશે તે મારા ભત્ત્તર થશે.’ તેથી તેણીને વરવા માટે આ સ જને ગાયનકળા શિખવાને પ્રવર્ત્ય છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને યશોગ્નીવ નામના બે ગ’ધર્વાચાર્યîની આગળ ગાયનપ્રયાગ થાય છે.’’ પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પડિતની પાસે બ્રાહ્મણને રૂપે ગયા, અને જઈ ને કહ્યું કે ‘હું ગૌતમગાત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું. ચારૂદત્ત શ્રેષ્ઠીની ગંધવ સેના નામની પુત્રીને વરવાને માટે હું તમારી પાસે ગધવ કળાના અભ્યાસ કરવાને ઇચ્છું છું, માટે મારા જેવા વિદેશીને તમે શિષ્યપણે અંગીકાર કરા.’ ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાય સુગ્રીવે તેને મૂખ જાણીને આદરપૂર્વક પેાતાની પાસે રહેવાનું પણ કહ્યું નહી.. તા પણ વસુદેવકુમાર ગ્રામ્ય વચનથી લેાકાને હસાવતા પેાતાના મૂળ સ્વરૂપને ગેાપવીને ગાચનવિદ્યાના અધ્યયનનું મિષ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયનકળાના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રની જેવા સ્નેહથી વસુદેવને સુંદર વસ્ત્રના જોટા આપ્યા. પ્રથમ શ્યામાએ એક વેષ આપ્યા હતા તે આ વસ્ત્રના જોટો ધારણ કરી વસુદેવ ાકાને કૌતુક ઉત્પન્ન કરતા ચાલ્યા. એટલે ચાલ, તું ગાયવિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તુ' ગંધ સેનાને જીતી લઈશ.' એમ કહી નગરજનેા તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તે ઉપહાસ્યથી પ્રસન્ન થતા વસુદેવ ગાયકોની સભામાં ગયા; ત્યાં લેાકાએ ઉપહાસ્યમાં જ તેને ઊંચા આસન ઉપર બેસાર્યા. તે સમયે જાણે કાઇ દેવાંગના પૃથ્વીપર આવી હાય. તેવી ગંધવ સેના સભામંડપમાં આવી. તેણે ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકોને જીતી લીધા. પછી જ્યારે વસુદેવના વાદ કરવાના સમય આવ્યા ત્યારે તેણે પાતાનુ રૂપ પ્રકટ કર્યું, જેથી કામરૂપી દેવના જેવા તે શેાભવા લાગ્યા, તેનું રૂપ જોતાં જ ગધવ સેના ક્ષેાભ પામી ગઈ, અને ‘આ કાણુ હશે’ એમ તર્ક વિતર્ક કરતાં સર્વ લેકે વિસ્મય પામી ગયા. પછી લાકોએ જે જે વીણા તેને વગાડવા આપી તે સ તેણે દૂષણુ ખતાવીને તજી દીધી. પછી ગધ સેનાએ પેાતાની વીણા તેને આપી એટલે તેને સજ્જ કરીને વસુદેવે પૂછ્યું કે હે સુØ ! શું આ વીણાવડે મારે ગાયન કરવાનુ છે ?” ગધવ સેના મેલી ‘હે ગીતજ્ઞ ! પદ્મ ચક્રવર્તીના જ્યેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનુ ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડો.’ પછી જાણે પુરૂષવેષી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવુ ઉતાર્યું'' કે જેથી સર્વ સભાસદાની સમતિપૂર્વક તેણે ગંધવ સેનાને જીતી લીધી. પછી ચારૂદત્ત શ્રેષ્ઠી બીજા બધા વાદીએને વિદાય કરીને વસુદેવને મેાટા માન સાથે પેાતાને ઘેર લાવ્યા. વિવાહ વખતે શેઠે કહ્યું કે, વત્સ ! કયુ' ગાત્ર ઉદ્દેશીને હુ. તમને દાન આપુ' તે કહે.’ વસુદેવે હસીને કહ્યું જે તમને ઠીક લાગે તે ગાત્ર કહે.’ શ્રેષ્ડીએ કહ્યું ‘આ વણિક પુત્રી છે એવુ' ધારી તમને હસવાનુ કારણ થયુ છે', પણુ કોઇ સમયે હું તમને આ પુત્રીના વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ.' એમ કહી ચારૂદત્ત શેઠે તે વરકન્યાના વિવાહ કર્યાં. પછી સુગ્રીવ અને યશેાગ્રીવે શ્યામા અને વિજયા નામની પોતાની એ કન્યા કે જે તેના ગુણથી રંજિત થયેલી હતી, તે વસુદેવને આપી.
એક દિવસે ચારૂદત્ત વસુદેવને કહ્યું કે “આ ગધવ કન્યાનુ કુળ વિગેરે સર્વ વૃત્તાંત સાંભળેા. આ નગરીમાં ભાનુ નામે એક ધનાઢચ શેઠ હતેા. તેને સુભદ્રા નામે એક પુત્રીહતી.
૨૫