________________
પર્વ ૮ મું
૧૯૧
વાર નગરમાં ફરતા જુએ તેની તે વાત જ શી કરવી? રાજાએ મહાજનને કહ્યું કે હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરીશ. એમ કહી તેમને વિદાય કર્યા પછી રાજાએ પાસેના પરિવારને કહ્યું કે “આ વાત તમે કઈ વસુદેવને કહેશે નહીં.” એક દિવસે વસુદેવ સમુદ્રવિજયને પ્રણામ કરવા આવ્યા. એટલે તેને પિતાના ઉલ્લંગમાં બેસારીને કહ્યું “હે કુમાર ! આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃશ થઈ ગયા છે, માટે હવે તમે દિવસે બહાર ન જતાં ઘરમાં જ રહે, અને હે વત્સ! ઘેર રહી તમે નવીન કળાએ શિખે અને પ્રથમ શિખ્યા છો તે સંભારો. કળા જાણનારાઓની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે વડીલ બંધુનાં વચને સાંભળી વિનીત વસુદેવે હા પાડી અને ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિનોદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસે ગંધ લઈને કુજા નામની એક ગંધારિણિ દાસી જતી હતી. તેને કુમારે પૂછ્યું કે: “આ ગંધ કોને માટે લઈ જાય છે?” કુજા બોલી “હે કુમાર ! આ ગંધદ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવાદેવીએ પોતે મોકલાવ્યું છે.’ વસુદેવે કહ્યું “આ ગંધદ્રવ્ય મારે પણુ કામ આવશે.” એમ કહી મશ્કરીથી તેણે તે ગંધદ્રવ્ય તેની પાસેથી લઈ લીધું; એટલે કુન્જા કેપ કરીને બોલી “તમારા આવા ચરિત્રથી જ તમે નિયંત્રિત થઈને અહીં રહ્યા છો.” કુમારે કહ્યું કે “તે શું ? કહે.” પછી ભય પામેલી કુજાએ ભય વડે નગરજનને સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કહી સંભળાવ્યું. “ સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી.” દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે “નગરની સ્ત્રીઓની મારી ઉપર રૂચિ કરાવવાને માટે હું નગરમાં ભણું છું. આ પ્રમાણે જે રાજા સમુદ્રવિજય માનતા હોય તે માટે અહીં નિવાસ કરવાની કાંઈ જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુન્જાને રજા આપી. તે જ રાત્રે ગુટિકાથી વેષ ફેરવીને વસુદેવકુમાર નગરની બહાર નીકળી ગયા.
પછી સ્મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ટની ચિતા ખડકી, તેમાં કેઈ અનાથ શબને મકી વસુદેવે બાળી નાંખ્યું. પછી ગુરૂજનને ખમાવવાને માટે વસુદેવે પિતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્યું, તેમાં આ પ્રમાણે લખ્યું કે લોકોએ ગુરૂજનની આગળ ગુણને દેષરૂપે સ્થાપિત કર્યા, તેથી પિતાના આત્માને જીવતાં મર્યા જેવો માની વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે, તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કપેલે મારે છત અથવા અછતો દેષ સર્વે ગુરૂજનો અને નગરજને મૂળથી ક્ષમા કરશો.” આ પ્રમાણે કરી વસુદેવ બ્રાહ્મણને વેષ લઈ ઉન્માર્ગે ચાલ્યું. અનુક્રમે કેટલુંક ભમીને સન્માર્ગે આવ્યો,
ત્યાં કઈ રથમાં બેઠેલી સ્ત્રીએ તેને જે તે સ્ત્રી પોતાના પિતાને ઘેર જતી હતી, તેણીએ પિતાની માતાને કહ્યું કે “આ શાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ. તેણીએ તે બ્રાહ્મણને રથમાં બેસાર્યો. અનુક્રમે તે તેને ગામ આવ્યા. ત્યાં વસુદેવ નાન ભજન કરીને સાયંકાળે કઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યા.
અહીં મથુરામાં “વસુદેવકુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો’ એ ખબર સાંભળી યાદવે પરિવાર સહિત રૂદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તરક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિંત થયા. ત્યારબાદ આગળ ચાલતાં વિજયખેટ નામના નગરમાં તે ગયો. ત્યાં સુગ્રીવ નામે રાજા હતું. તેને શ્યામા અને વિજયસેના નામે બે મનહર અને કળા જાણનારી કન્યાઓ હતી. વસુદેવ કળાવિજયના પણથી તે બંને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રીડા કરતાં સુખે કરીને ત્યાંજ રહ્યા. ત્યાં તેને વિજયસેના નામની પત્નીથી અક્રૂર
૧ છાની વાત.