________________
પર્વ ૮મું ન મળવાથી એક મૃત બાળકને રાંધી તેનું માંસ સેદાસને ખાવા આપ્યું. જમતી વખતે સદાસે રઈઆને પૂછયું કે આજે આવું સ્વાદિષ્ટ માંસ કેમ છે?” રસેઈઆએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી સેદાસે કહ્યું કે, “હવે દરરોજ મયૂરને બદલે નરમાંસ રાંધીને આપજે.' પછી સોદાસ પોતેજ હમેશાં શહેરમાંથી બાળકોને હરવા લાગ્યો. તે વાતની રાજાને ખબર પડતાં તેણે કુમારને દેશમાંથી કાઢી મૂકો. પિતાના ભયથી નાસીને તે દુર્ગમાં આવીને રહ્યો હતો, અને હમેશાં પાંચ છ મનુષ્યને મારી નાખતો હતો, તેવા દુષ્ટ રાક્ષસને તમે મારી નાખે તે બહુ સારું કર્યું.” આ પ્રમાણે તેની વાર્તા સાંભળ્યા પછી વસુદેવ હર્ષથી તે પાંચ કન્યાઓને પરણ્યા.
ત્યાં રાત્રિવાસે રહીને પ્રાત:કાળે વસુદેવકુમાર અચળ ગામે આવ્યા. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યા. પૂર્વે કોઈ જ્ઞાનીએ વસુદેવ તેણીને વર થશે એમ કહ્યું હતું. ત્યાંથી વસુદેવ વેદસામ નગરે ગયા. ત્યાં પેલી વનમાલાએ તેમને જોયા, એટલે તે બોલી કે હે દિયર ! અહીં આવે, અહીં આવે એમ કહીને પોતાને ઘેર લઈ ગઈ. તેણીએ પોતાના પિતાને કહ્યું કે, “આ વસુદેવકુમાર છે. એટલે તેના પિતાએ સત્કાર કરીને કહ્યું કે, “આ નગરમાં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે પુત્રી છે. હે મહાત્મન્ ! પૂર્વે કઈ જ્ઞાનીએ ગિરિતટ ગ્રામમાં તમે હતા ત્યારે તમે એ રાજપુત્રીના પતિ થશે એમ કહેલું છે. વળી એ જ્ઞાનીએ તમને ઓળખવા માટે એંધાણી આપી છે કે તે લિંગવદન નામના તમારા (રાજાના) અધિને દમન કરશે એટલા ઉપરથી તમને લાવવા માટે ઈદ્રજાલિક ઇંદ્રશર્મા નામના મારા જમાઈને રાજાએ મોકલ્યા હતા પણ તેણે આવીને કહ્યું કે, “વસુદેવકુમાર વચમાંથી કાંઈક ચાલ્યા ગયા છે. આજે સારે ભાગ્યે તમે અહીં આવી ચડ્યા છે, તો હવે આ અશ્વનું દમન કરે.” પછી વસુદેવે રાજાના અધનું દમન કર્યું અને રાજપુત્રી કપિલાને પરણ્યા. કપિલરાજાએ અને તેના સાળા અંશુમાને વસુદેવને ત્યાં રાખ્યા. ત્યાં રહેતાં કેટલેક કાળે કપિલાને કપિલ નામે એક પુત્ર થયે.
એક વખત વસુદેવ હસ્તિશાળામાં ગયા. ત્યાં એક નવીન હાથીને જોઈને તે તેની ઉપર બેઠા; એટલામાં તો તે હાથી આકાશમાં ઊડ્યો. એટલે વસુદેવે તેની ઉપર મુકીનો ઘા કર્યો. તે હાથી કેઈ સરવરના તીર ઉપર પડ્યો; એટલે તે મૂળ સ્વરૂપે નીલકંઠ નામે ખેચર થઈ ગયે, જે પ્રથમ નીલયશાના વિવાહ વખતે યુદ્ધ કરવાને આવ્યો હતો. ત્યાંથી ભમતા ભમતા વસુદેવ સાળગુહ નામના નગરે આવ્યા. ત્યાં ભાગ્યસેન નામના તે નગરના રાજાને તેણે ધનુર્વેદ શિખવ્યું. અન્યદા ભાગ્યસેન રાજાની સાથે યુદ્ધ કરવાને માટે તેનો અગ્રબંધુ મેઘસેન ત્યાં આવ્યું. તેને મહા પરાક્રમી વસુદેવે જીતી લીધું. પછી ભાગ્યસેન રાજાએ પદ્મા (લક્ષ્મી) જેવી પિતાની પદ્માવતી નામની પુત્રી અને મેઘસેને અશ્વસેના નામની પિતાની પુત્રી વસુદેવને આપી. પછી પદ્માવતી અને અશ્વરોનાની સાથે કેટલીક વખત ત્યાં જ રહી કીડા કરી વસુદેવકુમાર ભક્તિલપુર નગરે આવ્યા. ત્યાં પંદ્ર નામનો રાજા અપુત્ર મૃત્યુ પામેલ હતા, તેથી તેની પુદ્રા નામની કન્યા ઔષધિવડે પુરૂષનું રૂપ કરી રાજ્ય કરતી વસુદેવના જોવામાં આવી. વસુદેવને જોતાંજ અનુરાગવાળી થયેલી પેદાને વસુદેવકુમાર પરણ્યા. તેને પુંજ નામે પુત્ર થયો, તે ત્યાંનો રાજા થયે.
અન્યદા પેલા અંગારક ખેચરે રાત્રે હંસના મિષથી વસુદેવને ઉપાડીને ગંગામાં નાખી દીધા. પ્રાતઃકાળે વસુદેવે હલાવર્લ્ડન નામનું નગર જોયું. ત્યાં એક સાર્થવાહની દુકાન ઉપર