________________
૨૦૦
સર્ગ ૨ જે દોડયા. અનુક્રમે કેઈ નેહડામાં આવી ચડ્યા, ત્યાં ગોપિકાઓએ તેમને માન આપ્યું. ત્યાં રાત્રિ રહી પ્રાત:કાળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ત્યાંથી કઈ ગિરિતટના ગામમાં ગયા, ત્યાં મેટા વેદધ્વનિ સાંભળી તેમણે કોઈ બ્રાહ્મણને તેનો પાઠ કરવાનું કારણ પૂછયું. તે બ્રાહ્મણ બોલ્યા-રાવણના સમયમાં એક દિવાકર નામના ખેચરે નારદમુનિને પોતાની રૂપવતી કન્યા આપી હતી તેના વંશમાં હમણાં સુરદેવ નામે બ્રાહ્મણ થયેલ છે. તે આ ગામમાં મુખ્ય બ્રાહ્મણ છે. તેને ક્ષત્રિયા નામની પત્નીથી વેદને જાણનારી સમશ્રી નામે એક પુત્રી થઈ છે. તેના વરને માટે તેના પિતાએ કરાલ નામના કઈ જ્ઞાનીને પૂછયું. તેમણે કહ્યું કે જે વેદમાં એને જીતી લેશે, તે, તેને પરણશે.” તેથી તેને જીતવાને માટે આ લેકે હમેશાં વેદાભ્યાસ કરવા તત્પર થયા છે, તેઓને વેદ ભણાવનાર અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય છે.” પછી વસુદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તે વેદાચાર્યની પાસે આવ્યા અને કહ્યું કે, “હું ગૌતમગાત્રા સ્કંદિલ નામે બ્રાહ્મણ છું અને મારે તમારી પાસે વેદાભ્યાસ કરે છે. બ્રહ્મદત્ત આજ્ઞા આપી, એટલે વસુદેવતેમની પાસે વેદ ભણ્યા. પછી વેદમાં સોમશ્રીને જીતીને તેની સાથે પરણ્યા અને તેની સાથે વિલાસ કરતા સતા ત્યાંજ રહ્યા.
અન્યદા વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઈંદ્રશર્મા નામના એક ઈજાલિકને તેમણે દીઠે. તેની આશ્ચર્યકારી વિદ્યા જોઈને વસુદેવે તે શિખવાની માગણી કરી એટલે તે બોલ્યો કે, “આ માનસમેતિની વિદ્યા ગ્રહણ કરે, આ વિદ્યા સાધવા માટે સાયંકાળે આરંભ કરવાથી પ્રાતઃકાળે સૂર્યના ઉદય વખતે તે સિદ્ધ થાય છે, પરંતુ તેમાં ઉપસર્ગો ઘણા થાય છે, માટે તે સાધતાં કોઈ સહાયકારી મિત્રનો ખપ પડશે.” તેણે કહ્યું, “મારે વિદેશમાં કઈ મિત્ર નથી.” એટલે ઈદ્રજાલિક બેલ્યા- હે ભાઈ ! હું અને આ તમારી જાઈ વનમાલિકા અને તમારી સહાય કરશું.” એ પ્રમાણે કહેતાં વસુદેવે વિધિથી તે વિદ્યાને ગ્રહણ કરી અને તેનો જાપ કરવા માંડ્યો. તે વખતે માયાવી ઈદ્રશર્માએ શિબિકાવડે તેનું હરણ કર્યું. વસુદેવ તેને ઉપસર્ગ થયેલ જાણું ડગ્યા નહીં અને વિદ્યાને જાપ કરવા લાગ્યા, પરંતુ પ્રાતઃકાળથતાં તેને માયા જાણી શિબિકામાંથી ઉતરી પડયા. પછી ઈશર્મા વિગેરે દેડવા લાગ્યા, તેમને ઉલંઘન કરીને વસુદેવકુમાર આગળ ચાલ્યા. સાયંકાળ થતાં તૃણશોષક નામના સ્થાનમાં આવ્યા. ત્યાં કઈ મકાનમાં વસુદેવ સૂઈ ગયા. રાત્રિએ કઈ રાક્ષસે આવી તેમને ઉઠાડયા, એટલે મુષ્ટિવડે વસુદેવ તેને મારવા લાગ્યા. પછી ચિરકાળ બાહુયુદ્ધ કરી ખરીદ કરેલાં મેંઢાની જેમ વસ્ત્રવડે તે રાક્ષસને બાંધી લીધું અને રજક જેમ રેશમી વસ્ત્રને ધોવે તેમ તેને પૃથ્વી પર અકળાવી અફળાવીને મારી નાંખ્યો.૧ પ્રાતઃકાળે તે લોકોના જોવામાં આવ્યા, તેથી લોકો ઘણા ખુશી થયા અને ઉત્તમ વરની જેમ વસુદેવને રથમાં બેસાડી ગાજતે વાજતે તેઓ પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયા. ત્યાં સર્વ લેક પાંચસે કન્યાઓ લાવીને વસુદેવને ભેટ કરવા લાગ્યા. તેમને નિષેધીને વસુદેવે પૂછ્યું “આ રાક્ષસ કેણ હતો તે કહે.” એટલે તેઓમાંથી એક પુરૂષ બે “કલિંગદેશમાં આવેલા કાંચનપુર નગરમાં જિતશત્ર નામે એક પરાક્રમી રાજા થયે. તેને પુત્ર દાસ નામે થયે. તે પ્રકૃતિથીજ માંસલુપ હોવાથી મનુષ્યરૂપે તે રાક્ષસ થયા. રાજા જિતશત્રુએ પોતાના દેશમાં સર્વ પ્રાણીઓને અભયદાન આપેલું હતું, તથાપિ તે દાસે દરરોજ એક મયૂરના માંસની માગણી કરી, તે જે કે રાજને અભીષ્ટ નહોતી તથાપિ અંગીકાર કરવી પડી. એ કબુલાત પ્રમાણે હમેશાં રસેઈઆઓ વંશગિરિમાંથી એકએક મયૂર લાવી પકાવીને તેને આપતા હતા. એક વખતે તેમણે પાકને માટે મયુરને માર્યો. તેને કઈ મા જોર આવીને લઈ ગયે. એટલે રસોઈએ બીજ' માંસ - ૧. આ રાક્ષસ દેવ જાતિનો નાતે, દેવ તે એમ મરણ પામે નહીં. આ તે મનુષ્ય છતાં મનુષ્યના માંસનું ભક્ષણ કરનાર મનુષ્યજાતિને રાક્ષણ હતું, તેથી તે મરણ પામ્યા. આગળ તેના વૃત્તાંતથી તે વાત સ્પષ્ટ થાય છે.