________________
સર્ગ ૨ જે
તે બંને અપુત્રપણાના દુઃખથી દુઃખી હતા. એક વખતે તેઓએ એક ચારણ મુનિને પુત્રના જન્મ વિષે પૂછ્યું. તેમણે કહ્યું કે “પુત્ર થશે. તે પછી અનુક્રમે હું પુત્ર થયો. એક દિવસે હું મિત્રની સાથે ક્રિીડા કરવા ગયે હતું, ત્યાં સમુદ્રને કાંઠે કેઈ આકાશગામી પુરૂષનાં મનોહર પગલાં પડેલાં મારા જોવામાં આવ્યાં. તે પગલાંની સાથે સ્ત્રીનાં પગલાં પણ હતાં. તેથી જાણવામાં આવ્યું કે કોઈ પુરૂષ પ્રિયા સાથે અહીંથી ગયેલ છે. પછી આગળ ચાલ્યા તો એક કદલીગૃહમાં પુ૫ની શય્યા અને ઢાલ તરવાર મારા જોવામાં આવ્યાં. તેની નજીક એક વૃક્ષની સાથે લોઢાના ખીલાવડે જડી લીધેલ એક ખેચર જોવામાં આવે અને પેલી તરવારના સ્થાનની સાથે ઔષધિનાં ત્રણ વલય બાંધેલાં જોવામાં આવ્યાં, પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિવડે તે ખેચરને ખીલાથી મુક્ત કર્યો, બીજી ઔષધિવડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિવડે તેને સચેત કર્યો. પછી તે બોલ્યા “શૈતાઢયગિરિ ઉપર આવેલા શિવમંદિર નગરના રાજા મહેદ્રવિક્રમને અમિતગતિ નામે હું પુત્ર છું. એક વખતે ધૂમશિખ અને ગૌરમુંડ નામના બે મિત્રોની સાથે ક્રીડા કરતા કરતા હું હિમાવાન પર્વત ઉપર ગયે. ત્યાં હિરણ્યમ નામના મારા એક તપસ્વી મામાની સુકુમાલિકા નામની રમણિક કમારી મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામાત્ત થઈ સ્વસ્થાન પ્રત્યે ગયે. પછી મારા મિત્ર પાસેથી મારી સ્થિતિ જાણીને તત્કાળ મારા પિતાએ મને બેલાવીને તેણીની સાથે પરણુ હું તેની સાથે ક્રિીડા કરતે રહેતું હતું, તેવામાં એક વખતે મારો મિત્ર ધૂમશિખ તે મારી સ્ત્રીને અભિલાષી થયે છે, એવું તેની ચેષ્ટા ઉપરથી મારા જાણવામાં આવ્યું, તથાપિ હું તેની સાથે વિહાર કરતે અહીં આવ્યું. ત્યાં તેણે મને પ્રમાદીને અહીં ખીલા સાથે જડી લીધું અને સુકુમાલિકાને હરી ગયે. આ મહા કષ્ટમાંથી તમે મને છોડાવ્યો છે, તો કહો, હવે હું તમારું શું કામ કરું કે જેથી હે મિત્ર ! તમારી જેવા અકારણ મિત્રને હું અનૃણી થાઉં.”
પછી મેં કહ્યું કે “હે સુંદર ! તમારા દર્શનથી જ હું તે કૃતાર્થ થયો છું' તે સાંભળી તે ખેચર ઉડીને તત્કાળ ચાલ્યો ગયો. પછી હું ત્યાંથી ઘેર ગયે, અને મિત્રોની સાથે સુખે ક્રીડા કરવા લાગે. અનુક્રમે માતાપિતાના નેત્રને ઉત્સવ આપતે હું યૌવન વયને પ્રાપ્ત થર્યો. પછી માતાપિતાની આજ્ઞાથી શુભ દિવસે સર્વાથ નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રીને હું પરણે. કળાની આસક્તિથી હું તે સ્ત્રીમાં ભેગાસક્ત થયે નહીં તેથી મારા પિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુર્યપ્રાપ્તિને માટે મને શગારની લલિત ચેષ્ટામાં જોડી દીધે, તેથી હું ઉપવન વિગેરેમાં સ્વેચ્છાએ વિચારવા લાગ્યું. એમ કરતાં કલિંગસેનાની પુત્રી વસંતસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં રહીને મેં અજ્ઞાન પણે સોળ કરોડ સુવર્ણ દ્રવ્ય ઉડાવી દીધું. છેવટે કલિંગસેનાએ મને નિર્ધન થયેલો જાણીને તેના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધર્યથી વ્યાપાર કરવાને માટે મારી સ્ત્રીનાં આભૂષણો ગ્રહણ કર્યો. પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઉશરવતી નગરીએ આવ્યા. ત્યાં સ્ત્રીનાં આભૂષણ વેચીને મેં કપાસ ખરીદ કર્યો, તે લઈને હું તામ્રલિપ્તી નગરીએ જતો હતો, ત્યાં માર્ગમાં દાવાનળવડે તે કપાસ બળી ગયો, તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણીને તજી દીધા. પછી અશ્વ ઉપર બેઠેલે હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યું. ત્યાં માર્ગમાં મારે અશ્વ મરી ગયે એટલે હું પાદચારી થયો. લાંબી મજલથી ગ્લાનિ પામતે અને ક્ષુધા તૃષાથી પીડિત થત હ'વણિકજનોથી આકુળ એવા પ્રિયંગુ નગરમાં આવ્યો. ત્યાં મારા પિતાના મિત્ર સુદ મને જોયો. તે મને પિતાને ઘેર તેડી ગયો. ત્યાં વસ્ત્ર અને ભેજનાદિકથી સત્કાર પામેલ