________________
૧૬
સગ ૨ જે સાથે હું બે હાથે વળગી પડો.ગાયના પુંછ સાથે વળગેલે ગોપાળ જેમ નદીમાંથી નીકળે તેમ હું તેને પુછડે વળગવાથી કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી મેં તે ઘોનું પુછ છોડી દીધું; એટલે મૂચ્છ ખાઈને પૃથ્વી ઉપર પડી ગયો, થોડીવારે સંજ્ઞા મેળવીને હું આમતેમ ફરવા લાગ્યો, તેવામાં એક અરણ્ય મહિષ ત્યાં આવ્યું, તેને જોઈને હું એક શિલા ઉપર ચઢી ગયો, તે મહિષે પોતાના ઉગ્ર શીગડાથી શિલાને તાડન કરવા માંડયું, એટલા માં યમરાજના બાહુ જેવો એક સર્ષ નીકળ્યો; તેણે મહિષને પકડ્યો, પછી તેઓ યુદ્ધ કરવામાં વ્યગ્ર થયા; એટલે હું શિલા ઉપરથી ઉતરીને ભાગ્યો ને ઉતાવળે ચાલતો અટવીના પ્રાંત ભાગમાં આવેલા એક ગામમાં આવ્યો. ત્યાં મારા મામાના મિત્ર રૂદ્રદત્તે મને જોયો, તેણે મને પાળ્યો જેથી હું પાછો નવીન શરીરવાળે થઈ ગયો.
પછી ત્યાંથી થોડું દ્રવ્ય લઈ તે દ્રવ્યવડે અલતા જેવું તુચ્છ કરિયાણું લઈને હું માતુલના મિત્રની સાથે સુવર્ણભૂમિ તરફ ચાલ્યો. માર્ગમાં ઇષગવતી નામે એક નદી આવી તેને ઉતરીને અમે બંને ગિરિકૂટ ગયા અને ત્યાંથી બરૂના વનમાં આવ્યા. ત્યાંથી ટંકણ દેશમાં આવીને અમે બે મેંઢા લીધા. તેના પર બેસીને અમોએ અજમાર્ગને ઉલંઘન કર્યો. પછી મને રૂદ્રદો કહ્યું કે હવે અહીંથી પગે ચાલીને જઈ શકાય તેવો પ્રદેશ નથી, તેથી આ બે મેંઢાને મારી તેના અંતરભાગ બહાર લાવી ઉથલાવીને તેની બે ધમણ કરીએ, તે ઓઢીને આપણે આ પ્રદેશમાં બેસશું. એટલે માંસના ભ્રમથી ભારંડ પક્ષીઓ આપણને ઉપાડીને લઈ જશે. જેથી તત્કાળ આપણે સુવર્ણભૂમિમાં પહોંચી જઈશું.' તે સાંભળીને મેં કહ્યું “જેની સહાયથી આપણે આટલી મહા કઠીન ભૂમિને ઉતરી ગયા તેવા બંધુ જેવા આ મેંઢાને કેમ મરાય ?' તે સાંભળી ઈંદ્રદત્તે કહ્યું કે “આ બંને મેંઢા કાંઈ તારા નથી તો મને તું તેને મારતાં શા માટે અટકાવે છે ?” એમ કહી તેણે કેાધવડે તરતજ પિતાના એક મેંઢાને મારી નાખ્યું. એટલે બીજે મેં ભય ભરેલી વિશાળ દષ્ટિએ મારા સામું જોયું. ત્યારે મેં તેને મારતાં તેને કહ્યું કે “તારી રક્ષા કરવાને હું સમર્થ નથી, તેથી શું કરું? તથાપિ મહા ફળ આપનાર જૈનધર્મ તારે શરણરૂપ થાઓ, કારણકે વિધુર સ્થિતિમાં એ ધર્મ પિતા, માતા અને સ્વામીતુલ્ય છે. તે મેંઢાએ મારું કહેવું મસ્તકની સંજ્ઞાથી કબુલ કર્યું અને મેં આપેલે નવકાર મંત્ર સમાહિત મને તેણે સાંભળ્યો. પછી રૂદ્રદો તેને મારી નાખ્યા. એટલે તે દેવપણાને પ્રાપ્ત થયો. પછી અમે બંને છરી લઈને તેના ચર્મની ખોળમાં પેઠા, ત્યાંથી બે ભાવંડ પક્ષીઓએ માંસની ઈચ્છાથી અમને ઉપાડ્યા. માર્ગમાં બંને ભાવંડ પક્ષીઓને એ માંસની ઈચ્છાથી યુદ્ધ થયું એટલે તેના પગમાંથી છુટા પડેલો એક સરોવરમાં પડયા. પછી છરીવડે તે ધમણને ફાડી સરોવરને તરીને હું બહાર નીકળી આગળ ચાલ્યો, એટલે એક મોટો પર્વત મારા જોવામાં આવે છે તે ઉપર ચઢ, એટલે ત્યાં એક કાત્સગે રહેલા મુનિ મારા જેવામાં આવ્યા. મેં તેને વંદના કરી. તેઓ “ધર્મલાભ” રૂપ આશીષ આપીને બોલ્યા-અરે ચારૂદત્ત ! તું આ દુર્ગભૂમિમાં ક્યાંથી આવ્યા ? દેવ, વિદ્યાધર અને પક્ષી વિના બીજા કેઈથી અહીં અવાતું નથી. પૂર્વે તેં જેને છોડાવ્યો હતો, તે હું અમિતગતિ વિદ્યાધર છું. તે વખતે ત્યાંથી ઉડીને હું મારા શત્રુની પાછળ અષ્ટાપદ ગિરિ સમીપે ગયો.
ત્યાં મારી સ્ત્રીને છોડી દઈને તે અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયો. પછી ત્યાં ઝુંપાપાત ખાવાને તૈયાર થયેલી મારી સ્ત્રીને લઈને હું મારે સ્થાનકે ગયે. મારા પિતાએ મને રાજ્યપર બેસાડીને હિરણ્યકુંભ અને સુવર્ણકભનામના બે ચારણ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. મારી મનોરમાં સ્ત્રીથી મારે સિંહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા, જેઓ મારા જેવા પરાક્રમી
૧ બકરાથી ચાલી શકાય તેવો માગ.