________________
પર્વ ૮ મું
૧૮૯ દીધો. પછી તે પેટીમાં રાજાના અને પિતાના નામથી અંકિત એવી બે મુદ્રા તથા પત્રિકા નાખી રત્ન ભરીને તેણીએ દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને ‘પુત્ર જન્મીને મૃત્યુ પામ્યો’ એમ રાણીએ રાજાને કહ્યું.
અહી યમુના નદી પેલી પેટને તાણતી તાણતી શૌર્યપુરના દ્વાર પાસે લઈ ગઈ. કોઈ સુભદ્ર નામે રસવણિક પ્રાતઃકાળે શૌચને માટે નદીએ આવ્યો હતો તેણે તે કાંસાની પેટી આવતી દીઠી, એટલે જળની બહાર ખેંચી કાઢી. તે પેટી ઉઘાડતાં તેમાં પત્રિકા અને બે રત્નમુદ્રા સહિત બાળચંદ્રના જે એક સુંદર બાળક જોઈ તે અતિ વિસ્મય પામ્યો. પછી તે વણિક પેટી વિગેરે સાથે લઈ બાળકને પોતાને ઘેર લાવ્યો અને હર્ષથી પોતાની ઈદુ નામની પત્નીને તે પુત્ર તરીકે અર્પણ કર્યો. બંને દંપતીએ તેનું કસ એવું નામ પાડયું, અને મધુ, ક્ષીર તથા વૃત વિગેરેથી તેને માટે કર્યો. જેમ જેમ તે મોટે થયો તેમ તેમ કલહશીલ થઈ લોકોના બાળકોને મારવા કુટવા લાગ્યો. જેથી તે વણિક દંપતીની પાસે લોકના ઉપાલંભ પ્રતિદિન આવવા લાગ્યા, જ્યારે તે દશ વર્ષને થયે, ત્યારે તે દંપતીએ વસુદેવકુમારને સેવક તરીકે રાખવાને તેને અર્પણ કર્યો. વસુદેવને તે અતિ પ્રિય થઈ પડ્યો. ત્યાં વસુદેવની સાથે રહીને તે બધી કળાઓ શીખે, સાથે જ રમવા લાગ્યું અને સાથે જ યૌવનવયને પ્રાપ્ત થયો. એ પ્રમાણે સાથે રહેતા વસુદેવ અને કંસ એક રાશિમાં આવેલા બુધ અને મંગળની જેવા શોભવા લાગ્યા.
આ અરસામાં શુક્તિમતી નગરીના રાજા વસુનો સુવસુ નામે પુત્ર જે નાશીને નાગપુર ગર્યો હતો, તેને બૃહદ્રથ નામે પુત્ર થયે હતો, અને તે રાજગૃહ નગરમાં જઈને રહ્યો હતે. ત્યાં તેની સંતતિમાં બૃહદ્રથ નામે એક રાજા થયે, તેને જરાસંધ નામે પુત્ર થયે. તે જરાસંધ પ્રચંડ આજ્ઞાવાળે અને ત્રિખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે. તેણે સમુદ્રવિજય રાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે “વૈતાથગિરિની પાસે સિંહપુર નામે નગર છે, તેમાં સિંહના જે દુસહ સિંહરથ નામે રાજા છે, તેને બાંધીને અહીં લઈ આવે.” વળી જણાવ્યું કે તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયશા નામે પુત્રી આપીશ અને એક તેની ઈરછ, હશે તે સમૃદ્ધિમાન નગર આપીશ.” દતનાં આવાં વચન સાંભળી વસુદેવકમા રે જરાસંધનું તે દુષ્કર શાસન કરવાને સમુદ્રવિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે “હે કુમાર ! તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અવસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી.” ફરીવાર વસુદેવે આગ્રહથી માગણી કરી એટલે સમુદ્રવિજયે ઘણી સેના સાથે તેને માંડમાંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યું. તેને આવતે સાંભળી સિંહરથ પણ સૌન્ય લઈને સન્મુખ આવ્યા. તે બનેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાને પરાજય કર્યો, ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પિતે યુદ્ધ કરવાને માટે તેની નજીક આવ્ય, સુર અસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારનાં આયુધથી ચિરકાળ સુધી મોટું યુદ્ધ કર્યું પછી મહાભૂજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહરથના દઢ રથને ભાંગી નાંખ્યો. એટલે તેણે કંસને મારવાને માટે ક્રોધથી પ્રજજવલિત થઈ મ્યાનમાંથી ખગ કાઢયું, તે વખતે વસુદેવે ભુર, બાણથી ખગવાળી તેની મુષ્ઠિ છેદી નાખી. પછી છળબળમાં ઉત્કટ એવા કસે મેંઢાને નાહાર ઉપાડે તેમ સિંહરથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંક. ૧ ઘી વિગેરે રસપદાર્થોનો વેપારી. ૨. પ્રથમ સત્યવાદો છતાં પાછળથી અસત્ય બોલવાવડે દેવોએ કોપાયમાન થઈ મારી નાખ્યો ને નર ગયો તે. ૩. જયદ્રથ પાઠ પણ કાઈ પ્રતમાં છે.