________________
૧૮૮
સર્ગ ૨ જો
બીજું કાંઈ નથી કે જેની હું તમારી પાસે માગણી કરું. આ પ્રમાણે તેમને ઉત્તર સાંભળીને તે દેવતા સ્વર્ગમાં ગયે અને મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા; બીજા મુનિઓએ પૂછયું એટલે તેમણે ગર્વ રહિતપણે સર્વ જણાવી દીધું. પછી તેમણે બાર હજાર વર્ષ સુધી દુસ્તર તપ કર્યું અને છેવટે અનશન કર્યું. તે અવસરે તેને પિતાનું દુર્ભાગ્ય સાંભર્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી આવતે ભવે હું રમણીજનને ઘણે વલભ થાઉં. આવું નિયાણું કરી મૃત્યુ પામીને તે મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે તમારા પુત્ર વસુદેવ થયા છે. પૂર્વ ભવના નિયાણાથી તે રમણીજનને અતિ વલલભ થયેલ છે?” પછી અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાર્યા અને પિતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા.
અહીં રાજા ભેજવૃષ્ણિએ પણ દીક્ષા લીધી, એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજા બહાર જતા હતા, તેવામાં માર્ગમાં એકાંતે બેઠેલા કેઈ માપવાસી તાપસને તેણે દીઠો, તે તાપસને એ અભિગ્રહ હતું કે “માસોપવાસને પારણે પહેલાં ઘરમાંથી જ ભિક્ષા મળે છે તેનાથી માપવાસનું પારણું કરવું, ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા લઈને કરવું નહીં.” એવી રીતે માસે માસે એક ઘરની ભિક્ષાથી પારણું કરીને તે એકાંત પ્રદેશમાં આવીને રહેતા હતા, કેઈના ગૃહમાં રહેતો નહીં. આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ કરીને પિતાને ઘેર ગયા. તાપસ મુનિ તેની પછવાડે ગયા, પણ ઘેર ગયા પછી રાજા તે વાત ભૂલી ગયા. એટલે તે તાપસને ભિક્ષા ન મળવાથી પારણું ર્યા વગર તે પાછા પિતાના આશ્રમમાં આવ્યા અને બીજે દિવસે ફરી માસક્ષમણ અંગીકાર કર્યું. અન્યદા રાજા પાછા તે સ્થાન તરફ આવી ચડ્યા, ત્યાં તે તાપસ પૂર્વની જેમ તેના જેવામાં આવ્યો. એટલે પિતાનું પ્રથમનું નિમંત્રણ સંભારી રાજાએ કેટલાંક ચાટુ વચનોથી તેમને ખમાવ્યા અને ફરી પાછું તેમને નિમંત્રણ કર્યું; દૈવયોગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું કર્યા વગર પાછી આશ્રમમાં આવ્યા. તે સ્મરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેમને ખમાવ્યા અને પાછું નિમંત્રણ કર્યું. તે વખતે પણ રાજા ભૂલી ગયા. એટલે તાપસને કેપ ચડ્યો, તેથી “આ તપના પ્રભાવવડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં.” એવું નિયાણું કરી અનશન ગ્રહણ કરીને તે મૃત્યુ પામ્યા. ત્યાંથી તે ઉગ્રસેનની સ્ત્રી ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તેના અનુભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાને દેહદ થયો, દેહદ ન પૂરાવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કટે તે દેહદ પિતાના પતિને જણાવ્યું. પછી મંત્રીઓએ રાજાને અંધકારમાં રાખી તેના ઉદર પર સસલાનું માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું. જ્યારે તેને દેહદ પૂર્ણ થયે એટલે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી તેથી તે બેલી કે “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?” છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે મંત્રીઓ એ તેને કહ્યું કે “હે દેવી ! મરશે નહીં, અમે તમારા સ્વામીને સાત દિવસમાં સજીવન કરી બતાવશું.” આવી રીતે કહી સ્વસ્થ કરેલી રાણીને મંત્રીઓએ સાતમે દિવસે ઉગ્રસેનને બતાવ્યા. તેથી રાણીએ માટે ઉત્સવ કર્યો. પછી પોષ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ચંદ્ર મૂળ નક્ષત્રમાં આવતાં ભદ્રામાં દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. પ્રથમના ભયંકર દેહદવડે ગર્ભથી ભય પામેલી રાણીએ પ્રથમથી કરાવી રાખેલી એક કાંસાની પેટીમાં જન્મતાંવેંત જ તે બાળકને મૂકી