________________
૧૮૪
સર્ગ ૧ લે યમતીને ગુણથી ખરીદી લીધી છે, તેમ હું તારા પરાક્રમથી ખરીદ થઈ ગયો છું. માટે મારા અપરાધને તું ક્ષમા કર.” કુમાર બે -હે મહાભાગ ! તારા ભજવીર્યથી અને વિનયથી હું રજિત થ છું, માટે કહે, હું તારું શું કાર્ય કરું ?” વિદ્યાધર બેતમે પ્રસન્ન થયા છે તે વૈતાઢયગિરિ ઉપર ચાલો, ત્યાં તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારી ઉપર અનુગ્રહ થશે.” શંખકુમારે તેમ કરવાને કબુલ કર્યું. યશોમતી “આવા ઉત્તમ ભર્તાને હ વરી છું' એમ જાગી મનમાં ઘણો હર્ષ પામી. તે સમયે મણિશેખરના પાળારૂપ ખેચર આ વૃત્તાંત જાણીને ત્યાં આવ્યા અને તેઓએ ઉપકારી એવા શંખકુમારને નમસ્કાર કર્યો. પછી બે બેચરને પિતાના સૈન્યમાં મોકલી શંખકુમારે પિતાનું વૃત્તાંત જણાવ્યું અને તે રૌ ને તાકીદે હસ્તિનાપુર તરફ જવા આજ્ઞા કરી. પછી પેલી યશોમતી ની ધાત્રીને બેચ પાસે ત્યાં બેલાવી, અને ધાત્રી તથા યશોમતી સહિત શંખકુમાર બેતાઢયગિરિ પર આવ્યો. ત્યાં સિદ્ધાયતનમાં રહેલા શાશ્વત પ્રભુને તેણે વંદના કરી અને યશોમતી સાથે તેમની વિવિધ પ્રકારે પૂજા કરી. પછી મણિશેખર કુમારને કનકપુરમાં લઈ ગયે, અને ત્યાં પોતાને ઘેર રાખી દેવતાની જેમ તેની પૂજા ભક્તિ કરી. સર્વે ચૈતાઢયવાસીઓને આ વાત સાંભળીને મોટું આશ્ચર્ય લાગ્યું, તેથી સર્વે આવી આવીને શંખકુમાર અને યશોમતીને વારંવાર જોવા લાગ્યા. શત્રુજય વિગેરે મૂલ્યથી પ્રસન્ન થયેલા કેટલાએક મહદ્ધિક ખેચરે શંખકુમારના દિળ થઈને રહ્યા; અને તેઓ પોતપોતાની પુત્રીએ શંખકુમારને આપવા આવ્યા. તેમને કુમારે કહ્યું કે-યશોમતીને પરણ્યા પછી આ કન્યાઓને
હું પરણીશ.”
અન્યદા મણિશેખર વિગેરે પિતા પોતાની કન્યાઓ લઈને યશોમતી સહિત શંખકુમારને ચંપા નગરીએ લઈ ગયા. “પોતાની પુત્રીની સાથે અનેક ખેચઢાથી પરિવૃત્ત તેને વર આવે છે.” એ ખબર સાંભળી જિતારિ રાજા ઘણે ખુશી થઈને સામે આવ્યું. ત્યાં સંભ્રમથી શંખકુમારને આલિંગન કરીને તે રાજાએ સૌને નગરીમાં પ્રવેશ કરાવ્યું. અને મહત્સવ પૂર્વક પિતાની પુત્રીને તેની સાથે વિવાહ કર્યો. પછી શંખકુમાર બીજી વિદ્યાધરોની કન્યાઓને પણ પરણ્ય, અને શ્રી વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યની ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી ખેચરને વિદાય કરી કેટલાક દિવસ ત્યાં રહીને યશોમતી વિગેરે પત્નીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આવ્યા.
અપરાજિત કુમારના પૂર્વ જન્મના અનુજ બંધુ સૂર અને સેમ જે આરણ દેવલોકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવને યશોધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બંધુ થયા. રાજા શ્રીષેણે શંખકુમારને રાજ્ય આપી ગુણધર ગણધરના ચરણમાં આવી દીક્ષા લીધી જેમ શ્રીષેણ રાજા મુનિ થઈને દુસ્તપ તપને પાળવા લાગ્યા, તેમ શંખના જેવા ઉજજવળ યશવાળો શંખકુમાર ચિરકાળ પૃથ્વીને પાળવા લાગ્યા. અન્યદા જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અને દેવતાના સાનિધ્યપણાથી ભતા શ્રીષેણરાજર્ષિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. શંખરાજા તે ખબર સાંભળી સામે આવ્યો અને ભક્તિથી તેમને વંદના કરીને સંસારસાગરમાં નાવિકા જેવી તેમની દેશના સાંભળી. દેશનાને અંતે શંખ રાજા બોલ્ય-“હે સર્વજ્ઞ! તમારા શાસનથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કોઈનું સંબંધી નથી, કેવળ સ્વાર્થનું સંબંધી છે. તથાપિ આ યશોમતી ઉપર મને અધિક મમતા . કેમ થઈ ? તે પ્રસન્ન થઈને કહો, અને મારા જેવા અનભિજ્ઞને શિક્ષા આપે.” કેવળા ૧. પગે ચાલનારા સેવક.