________________
પર્વ ૮ મું
૧૮૩ આગળ જતાં આધેડ વયની એક સ્ત્રીને તેમણે રૂદન કરતી જોઈ, એટલે કુમારે મૃદુ સ્વરે તેને કહ્યું કે, “હે ભદ્રે ! રે નહીં, તારા દુઃખનું જે કારણ હોય તે કહે. કુમારની મૂર્તિ અને વાણીથી આશ્વાસન પામીને તે સ્ત્રી બેલી-અંગદેશમાં ચંપાનગરીને વિષે જિતારિ નામે રાજા છે. તેને કીર્તાિમતી નામે રાણી છે. તે રાણીને ઘણા પુત્રો થયા પછી યશોમતી નામે એક સ્ત્રીજનમાં શિરોમણિ પુત્રી થઈ છે. તે પિતાને ગ્ય વર કે કોઈ સ્થાન નહીં જણાવોથી પુરૂષ ઉપર અરોચકી થયેલી છે, તેથી તેની દષ્ટિ કોઈ પણ પુરૂષમાં રમતી નથી. અન્યદા શ્રીષેણ રાજાને પુત્ર શંખકુમાર તેના શ્રવણમાર્ગે આવતાં તેણે અને કામદેવે એક સાથે તેણીના હૃદયમાં સ્થાન કર્યું. તે વખતે યશોમતીએ પ્રતિજ્ઞા કરી કે તે શંખકુમારને જ મારે પરણવું. પુત્રીને અનુરાગ ગ્ય સ્થાને થયો છે એમ જાણીને તેના પિતા પણ તે વાતથી ઘણો હર્ષ પામ્યા. પછી જિતારિ રાજાએ શ્રીષેણ રાજાની પાસે તેના વિવાહને માટે માણસે મોકલ્યા. તેવામાં વિદ્યાધરપતિ મણિશેખરે તે કન્યાની માગણી કરી. જિતારી રાજાએ તેને કહ્યું કે-“મારી કન્યા શંખકુમાર સિવાય બીજાને ઈચ્છતી નથી.” તેથી ક્રોધ પામી તે અધમ વિદ્યાધરે બળત્યારે તેનું હરણ કર્યું છે. હું તે યશેમતી કન્યાની ધાત્રી છું.
* હરણ થયું ત્યારે હું તેની ભજ સાથે વળગી રહી હતી, પણ તે દુષ્ટ ખેચરે બાવડે મને છોડાવી દીધી છે. સંસારમાં સારરૂપ તે રમણને તે દુષ્ટ કેણ જાણે ક્યાં લઈ ગયે હશે ? તેથી હું વિલાપ કરું છું કે તે મારા વિના શી રીતે આવશે ?”
આ પ્રમાણે તેની હકીક્ત સાંભળીને “ભદ્દે ધીરી થા, હું તે દુષ્ટને જીતીને ગમે ત્યાંથી તેણીને લઈ આવીશ.” આ પ્રમાણે કહી શંખકુમાર તેને શોધવાને અટવીમાં ભમવા લાગ્યા. એ સમયે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો અને શંખકુમાર પણ કઈ વિશાળશૃંગવાળા ગિરિપર આરૂઢ થયા. ત્યાં એક ગુહાની અંદર યશેમતી તેના જોવામાં આવી. તે વિવાહને માટે પ્રાર્થના કરતા પેલા ખેચરને આ પ્રમાણે કહેતી હતી-“અરે અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! તું શા માટે વ્યર્થ ખેદ કરે છે ? શંખના જેવા ઉજજવળ ગુણવાળે શંખકુમાર જ મારે ભર્તા છે, કદિ પણ બીજો કોઈ મારે ભર્તા થવાનો નથી.” તે વખતે તે વિદ્યાધરે અને કુમારી એ શંખકુમારને દીઠે. એટલે તે દુષ્ટ વિદ્યાધર બે – હે મૂખ ! આ તારે પ્રિય કાળથી ખેંચાઈને અહીં મારે વશ આવી ગયે છે. હે બાળે ! હવે તારી આશાની સાથે તેને મારીને હું તને પરણીશ અને મારે ઘેર લઈ જઈશ,” આ પ્રમાણે કહેતાં તે દુષ્ટને શંખકુમારે કહ્યું, “અરે પરનારીનું હરણ કરનાર પાપી ! ઊભો થા, હમણાં જ આ ખગ વડે હું તારું શિર હરી લઉં છું.” પછી તે બંને સામસામા ખગ્ર ઉગામીને સુંદર ચાલાકીથી ચાલતી અને પૃથ્વીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તે વિદ્યાધર ભુજાના બળથી કુમારને જીતી શકશે નહીં, ત્યારે વિદ્યાથી વિકલા તપ્ત લેહમય ગેળા વિગેરે અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. પણ પુણ્યના ઉત્કર્ષથી તે ગેળાએ કુમારને કાંઈ પણ ઈજા કરવાને સમર્થ થયા નહીં. કુમારે પોતાનાં ખગથી તેનાં ઘણાં અોને ખંડિત કરી નાંખ્યાં, અસ્ત્રોનાં ખંડનથી ખેદ પામેલા બેચરનું ધનુષ્ય કુમારે છેદી નાખ્યું અને તેના જ બાણથી તેને છાતીમાં વીધી નાંખે. તત્કાળ છેદેલા વૃક્ષની જેમ તે વિદ્યાધર પૃથ્વી પર પડ્યો; એટલે શંખકુમારે પવન વિગેરે ઉપચારથી તેને સજજ કરી પુન: યુદ્ધ કરવાનું આમંત્રણ કર્યું. બેચરપતિ કમાર પ્રત્યે બોલ્ય-“હે પરાક્રમી ! હે કે જે કાઈથી જીતાયે ન હતે તેને તેં જીતી લીધો છે, તેથી તું સર્વથા માન્ય પુરૂષ છે. હે વીર ! જેમ તેં આ ૧ અરૂચિવાળી. ૨ મૃત્યુ.