________________
૧૮૨
સગ ૧ લે
નામે પટ્ટરાણી હતી. અન્યદા તે રાણીએ રાત્રિના શેષ ભાગે સ્વપ્નમાં શંખના જે ઉજજવળ પૂર્ણ ચંદ્ર પિતાના મુખકમળમાં પ્રવેશ કરેત જે. પ્રાત:કાળે તે વૃત્તાંત તેણે પોતાના પતિ શ્રીષેણ રાજાને જણાવ્યો. રાજાએ સ્વપ્નવેત્તાને બોલાવીને તેને નિર્ણય કર્યો. તેઓએ કહ્યું કે-“આ સ્વપ્નથી ચંદ્રની જેમ સર્વ શત્રુરૂપ અંધકારને નાશ કરે તેવો એક પુત્ર દેવીને થશે” તે જ રાત્રિએ અપરાજિતને જીવ આરણ દેવલોકથી ચવીને શ્રીમતી દેવીની કુક્ષિમાં અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણોથી પવિત્ર એવા એક પુત્રને દેવીએ જન્મ આપ્યો. પિતાએ પૂર્વજના નામથી તેનું શંખ એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે મોટો થયો. ગુરૂને માત્ર સાક્ષીભૂત કરીને પ્રતિજમમાં અભ્યાસ કરેલી સર્વ કળાએ તેણે લીલામાત્રમાં સંપાદન કરી લીધી. વિમળબંધ મંત્રીને જીવ આરણ દેવલોકથી ચવીને શ્રીષેણ રાજાના ગુણનિધિ નામના મંત્રીને મતિપ્રભ નામે પુત્ર થયો. તે કામદેવને વસંતની જેમ શંખકુમારની સાથે રાજક્રીડા કરનાર અને સહાધ્યાયી મિત્ર થયો. મતિપ્રભ મંત્રીપુત્ર અને બીજા રાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતા શંખકુમાર યૌવનવયને પ્રાપ્ત થયો.
એક વખતે તેના દેશના લોકો દૂરથી પિકાર કરતા કરતા આવીને શ્રીષેણ રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા-“હે રાજેદ્ર ! તમારા દેશની સીમા ઉપર અતિ વિષમ ઉંચાઈવાળે, વિશાળ શિખરવાળે અને શશિરા નામની નદીથી અંકિત ચંદ્ર નામે પર્વત આવેલ છે. તે પર્વતના દુર્ગમાં સમરકેતુ નામે એક પલ્લીપતિ રહે છે, તે નિઃશંકપણે અમને લુંટે છે, માટે હે પ્રભો ! તેનાથી અમારું રક્ષણ કરે.” તે સાંભળી તેના વધને માટે પ્રયાણ કરવાને ઈચ્છતા રાજાએ રણથંભા વગડાવી. તે વખતે શંખકુમારે આવી નમસ્કાર કરીને નમ્રતાથી કહ્યું“પિતાજી! એવા પલલીપતિને માટે આપ આટલો બધે આક્ષેપ શા માટે કરો છો ? મસલાને મારવાને હાથી અને સસલાને મારવાને સિંહને તૈયાર થવાની જરૂર ન હોય, તેથી તાત ! મને આજ્ઞા આપો, હું તેને બાંધીને અહીં લાવીશ; તમે પોતે પ્રયાણ કરવું છોડી દે, કારણ કે તે તમને ઉલટું લજજાકારક છે.” પુત્રનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ તેને સેના સાથે વિદાય કર્યો. શંખકુમાર અનુક્રમે તે પહલીની પાસે આવ્યો. કુમારને આવતે સાંભળીને કપટમાં શ્રેષ્ઠ એવે તે પહેલીપતિ દુર્ગને શૂન્ય મૂકીને બીજા ગહવરમાં પેસી ગયો. કુશાગ્ર બુદ્ધિવાળા શંખકુમારે તે દુર્ગમાં એક સામંતને સાર સાર સૈન્ય લઈને દાખલ કર્યો, અને પોતે કેટલાક સૌનિકને લઈને એક લતાગ્રહમાં સંતાઈ રહ્યા એટલે છળ કરનાર પલીપતિએ પેલા દુર્ગને રૂંધી દીધે. પછી “અરે કુમાર! હવે તું ક્યાં જઈશ?” એમ બોલી જેવી તે પલ્લીપતિએ ગર્જના કરી તે કુમારે બહારથી આવીને પોતાના પુષ્કળ સૈન્યથી તેને ઘેરી લીધે એક તરફથી દુર્ગના કિલ્લા ઉપર રહેલા પ્રથમ મોકલેલા સૈન્ય અને બીજી તરફથી કુમારના સૈન્ય વચમાં રહેલા પલ્લી પતિને મારવા માંડ્યો; એટલે પલ્લીપતિ કંઠ પર કુહાડે ધારણ કરી શંખકુમારને શરણે આવ્યો અને બેલ્યો-“હે રાજકુમાર ! મારા માયામંત્રોના ઉપાયને જાણનારા તમે એક જ છે. હે સ્વામિન ! સિદ્ધ પુરૂષને ભૂતની જેમ હવે હું તમારો દાસ થયો છું, માટે મારું સર્વસ્વ ગ્રહણ કરે અને પ્રસન્ન થઈને મારાપર અનુગ્રહ કરે.” કુમારે તેની પાસે જે ચોરીનું ધન હતું, તે લઈને જેનું હતું તે તેને સંપાવી દીધું અને પિતાને લેવા યોગ્ય દંડ પોતે લીધે. પછી પલ્લી પતિને સાથે લઈને કુમાર પાછો વળ્યો. સાયંકાળ થતાં માર્ગમાં તેણે પડાવ કર્યો, અર્ધ રાત્રે કુમાર શસ્યા ઉપર સ્થિત હતા, તેવામાં કોઈ કરૂણ સ્વર તેના સાંભળવામાં આવ્યો, તેથી તરત હાથમાં ખગ લઈને સ્વરને અનુસરે તે ચાલ્યો.