________________
૧૮૦
સગ ૧ લે
તુલની જે હલકો કોણ છે ? કે જે કાપડી અમે બધા અહીં છતાં આ કન્યાને પરણી જવાને ઈચ્છે છે ?” આ પ્રમાણે કહીને સર્વ રાજાએ ઘોડેસ્વાર અને રાજસ્થાની સાથે અસ્ત્રો ઉગામી, કવચ પહેરી યુદ્ધને આરંભ કરવા માટે તૈયાર થયા. એટલે અપરાજિત કુમાર પણ એકદમ ઉછળી કેઈ ગજસ્વારને મારી તેના હાથી પર બેસી તેનાં જ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. ક્ષણવાર પછી પાછો કઈ રીતે મારી તેના રથમાં બેસીને યુદ્ધ કરવા લાગે. એ પ્રમાણે ક્ષણવાર ભૂમિ પર અને ક્ષણવાર પાછો હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાવ્યું. તે એક છતાં અનેકની જેમ થઈને ઈદ્રના વજની જે સ્કુરણયમાન થયે, અને તેણે ક્રોધથી શત્રુના સૈન્યને ભગ્ન કરી દીધું, પછી પ્રથમ એક સ્ત્રીએ શાસ્ત્રથી જીતી લીધા અને અત્યારે આ એકાકી કોઈ પુરૂષે શસ્ત્રથી જીતી લીધા” એવી લજજાથી સર્વે રાજાએ એકઠા થઈને યુદ્ધ કરવા આવ્યા, એટલે અપરાજિતકુમાર એકદમ ઉછળીને સોમ પ્રભના હાથી ઉપર ચઢી ગયો. તે વખતે સમપ્રભે કેટલાંક લક્ષણોથી અને તિલકાદિક ચિહ્નોથી કુમારને ઓળખે. તેણે તત્કાળ એ મહાભુજને આલિંગન કર્યું અને કહ્યું કે “અરે અતુલ્ય પરાક્રમી ભાણેજ ! સારે ભાગ્યે મેં તને ઓળખે.” પછી તેણે આ ખબર સર્વ રાજાઓને કહી એટલે સર્વ રાજાઓ યુદ્ધથી વિરામ પામ્યા, અને તે જ સર્વે તેના સ્વજન થઈને હર્ષથી વિવાહમંડપમાં આવ્યા. પછી જિતશત્રુ રાજાએ શુભ દિવસે પરસ્પર અનુરક્ત એવા અપરાજિત અને પ્રીતિમતીને વિવાહઉત્સવ કર્યો. અરાજિતકુમારે પિતાનું સ્વાભાવિક મરૂપ પ્રગટ કર્યું. સર્વ જન તેના પરાક્રમથી અને રૂપથી તેની ઉપર અનુરક્ત થયા. જિતશત્રુ રાજાએ સર્વ રાજાઓને એગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. અપરાજિત કમાર પ્રીતિમતીની સાથે ક્રીડા કરતો કેટલાક કાળ ત્યાં રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવતી કન્યા મંત્રીપુત્ર વિમળબોધની સાથે પરણાવી. એટલે તે પણ તેણની સાથે ક્રીડા કરવા લાગ્યો.
અન્યદા હરિદી રાજાને એક દૂત ત્યાં આવ્યા. કુમારે તેને જોઈને સંભ્રમથી આલિંગન કર્યું. પછી કુમારે પિતાનું અને માતાનું કુશળ પૂછ્યું, એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવીને બે -“તમારા માતાપિતાનું શરીરધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસદિનથી આરંભીને તેમનાં નેત્ર અથુવડે પૂર્ણ રહ્યાં કરે છે. તમારું નવનવું ચરિત્ર લોકો પાસેથી સાંભળીને તેઓ ક્ષણવાર ખુશી થાય છે, પણ પાછા તમારે વિયોગ યાદ આવવાથી મૂચ્છ પામી જાય છે. હે પ્રભે ! તમારે અહીંને વૃત્તાંત સાંભળીને મને તેનું વાસ્તવિક પણું જાણવા માટે અહીં મોકલ્યા છે, તો હવે તમે માતાપિતાને ખેદ આપવા ગ્ય નથી. દૂતનાં આવાં વચન સાંભળી કુમાર નેત્રમાં અશ્રુ લાવી ગદ્દગદ્ અક્ષરે બેલ્યો કે માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે !” પછી જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને અપરાજિત કુમાર ત્યાંથી ચાલ્યો. તે વખતે બે પુત્રીઓને લઈને ભુવનભાનુ રાજા ત્યાં આવ્યો. તેમ જ પ્રથમ જે જે રાજકન્યા તે પરણ્યો હતો, તેમને લઈ લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા. અભય મેળવનાર સૂરકાંત વિદ્યાધર પણ ત્યાં આવ્યો. પછી પ્રીતિમતી અને બીજી પત્નીઓથી તથા અનેક ભૂચર અને ખેચર રાજાઓથી વિટાયેલો, ભૂચર ખેચર રૌન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિતકુમાર થોડા દિવસમાં સિંહપુર નગરે આવી પહોંચ્યો. હરિણુંદી રાજાએ સામા જઈને પૃથ્વી પર આલેટી પડેલા કુમારને આલિંગન કરી ખેળામાં બેસારી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્રુ લાવી પ્રણામ કરતા કુમારના પૃષ્ઠ ઉપર કરવડે સ્પર્શ