________________
પર્વ ૮ મું
૧૮૫ ભગવંત બોલ્યા- “તારા ધનકુમારના ભવમાં એ તારી ધનવતી નામે પત્ની હતી, સૌધર્મ દેવલોકમાં તારા મિત્રપણે ઉત્પન્ન થઈ હતી, ચિત્રગતિના ભવમાં રત્નવતી નામે તારી પ્રિયા હતી, માહેંદ્ર દેવલોકમાં તારો મિત્ર થયેલી હતી, અપરાજિતના ભવમાં પ્રીતિમતી નામે સ્ત્રી થઈ હતી. પાછી આરણ દેવલોકમાં તારે મિત્ર થઈ હતી, અને આ સાતમા ભવમાં તે યશેમતી નામે તારી સ્ત્રી થયેલ છે. તેથી ભવાંતરના વેગથી તારે તેણીની ઉપર સ્નેહસંબંધ થયેલો છે. હવે અહીંથી અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જઈ ત્યાંથી ચ્યવને આ ભરતખંડમાં તમે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થશે, અને આ યશોમતી રાજીમતી નામે અવિવાહિતપણે અનુરાગી થયેલી તમારી સ્ત્રી થશે. તે તમારી પાસે દીક્ષા લઈને પ્રાંતે પરમપદને પ્રાપ્ત થશે. આ યશોધર અને ગુણધર અનુજ બંધુ અને મતિપ્રભ નામે મંત્રી તમારા ગણધરપદને પ્રાપ્ત કરીને સિદ્ધિ પદને પામશે”
આ પ્રમાણે ગુરૂમુખે સાંભળીને શંખ રાજાએ પુંડરીક નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા ગ્રહણ કરી, અને તેના બંને બંધુ, મંત્રી અને યશોમતીએ તેની પાસે દીક્ષા લીધી. અનુક્રમે શંખ મુનિએ ગીતાર્થ થઈ મહા આકરી તપસ્યાઓ કરી, અહંતુ ભક્તિ વિગેરે સ્થાનકેન આરાધનથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંતે પાદપપગમન અનશન કરી શંખમુનિ અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. અને યશોમતી વિગેરે પણ તે જ વિધિથી અપરાજિત વિમાનને પ્રાપ્ત થયા.
#SAB%8 38888888888888888888888@BJG
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये अष्टमे पर्वणि श्री अरिष्टनेमिपूर्वभव
વન નામ પ્રથમ સઃ . 98988888888888888888888888888888
3838
૧ ચોથું અનુત્તર વિમાન. ૨૪