________________
૧૭૮
સગ ૧ લે કર્યો. રાજાએ કહ્યું- તે મારા મિત્ર હરિણદીને પુત્ર છે. અહો ! મારે કે પ્રમાદ ! કે જેથી મેં મારા બ્રાતૃપુત્રને પણ ઓળખે નહીં અથવા મને જે પ્રહાર થયો તે મારા પ્રમાદનું જ ફળ છે.” પછી તેના સદ્દગુણોથી ખરીદ થયેલા રાજાએ રૂપથી બીજી રંભા હોય તેવી રંભા નામની પોતાની કન્યા આગ્રહથી તેને પરણાવી. - રક્ષા સાથે ક્રીડા કરતાં કેટલેક કાળ ત્યાંજ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે ગુપ્ત રીતે નગરમાંથી નીકળી ગયો. ત્યાંથી કુડપુર સમીપે આવ્યો. ત્યાં દિવ્ય સુવર્ણકમળ ઉપર બેઠેલા એક કેવલજ્ઞાની મુનિ તેમના જોવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસીને શ્રવણમાં અમૃતને વર્ષાવતી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરીને અપરાજિતે પૂછ્યું- હે મહાત્મન ! હું ભવ્ય છું કે અભવ્ય છું ?” કેવળી બોલ્યા- હે ભદ્ર! તું ભવ્ય છે, તું આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં બાવીશમે તીર્થકર થઈશ અને આ તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.” તે સાંભળી તેઓ બંને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરતા અને સ્વસ્થ થઈને ધર્મ પાળતા તેઓ કેટલાક દિવસ ત્યાંજ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો, એટલે તેઓ બંને પણ સ્થાને સ્થાને જિનચૈત્યને વંદન કરતા વિચારવા લાગ્યા.
જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે એક રાજા હતો. તેને ધારિણી નામે શીલને ધિરનારી રાણી હતી. પેલી રત્નવતી સ્વર્ગમાંથી ચવીને તેની કુક્ષિમાં અવતરી. તેણીએ પૂર્ણ સમયે એક પુત્રીને જન્મ આપ્યું. તેનું પ્રીતિમતી એવું નામ પાડ્યું. અનુક્રમે તે મેટી થઈ અને સર્વ કળાઓ સંપાદન કરી. તે જ પ્રમાણે સ્મરજીવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થઈ. સર્વ કળાઓને જાણનારી તે બાળાની આગળ સુજ્ઞ પુરૂષ પણ અજ્ઞ થઈ જતું હતું, તેથી તેની દષ્ટિ કેઈ પુરૂષ ઉપર જરા પણ રમતી નહી. તેના પિતા જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે, “જો આં ચતુર કન્યાને હું કઈ જેવા તેવા વર સાથે પરણાવીશ તે એ જરૂર પ્રાણ ત્યાગ કરશે. આ વિચાર કરી રાજાએ તેને એકાંતે પૂછયું કે “હે પુત્રી ! તને કેવો વર માન્ય છે?” પ્રીતિમતી બેલી, “જે પુરૂષ કળાઓમાં મને જીતી લે, તે મારો પતિ થાઓ.” રાજાએ તે સ્વીકાર્યું. પછી તેણીની આ પ્રતિજ્ઞા પૃથ્વીમાં પ્રસિદ્ધ થઈ, એટલે ઘણા રાજાઓ અને રાજપુત્ર કળાભ્યાસ કરવા લાગ્યા.
અન્યદા જિતશત્રુ રાજાએ પ્રીતિમતીના સ્વયંવરનો આરંભ કર્યો, અને નગરની બહાર મંડપ નાખીને તેમાં અનેક માંચાઓ ગોઠવવામાં આવ્યા પછી મોટા-મોટા રાજાઓ અને રાજપુત્રોને આમંત્રણ કરવામાં આવ્યા. તે ઉપરથી પોતાના પુત્રના વિયોગથી પીડિત એવા એક રાજા હરિશંદી સિવાય સર્વ ભૂચર અને ખેચર રાજાઓ પિતપોતાના કુમારેને લઈને ત્યાં આવ્યા. વિમાનમાં દેવતાઓની જેમ સર્વે માંચાઓની ઉપર તેઓ આરૂઢ થયા. એ સમયે દેવગે કુમાર અપરાજિત પણ ફરતા ફરતે ત્યાં આવી ચડ્યા. તેણે મંત્રીપુત્ર વિમળબોધને કહ્યું-“આપણે અહીં બરાબર અવસરે આવી ચડડ્યા છીએ, તે હવે કળાઓને વિચાર, તેનું જ્ઞાન અને તે કન્યાનું અવલોકન આપણે કરીએ, પણ કોઈ પરિચિત માણસ આપણને જાણે નહીં તેમ આપણે રહેવું જોઈએ.” આ પ્રમાણે વિચારીને તેણે ગુટિકા પ્રયોગથી પોતાનું અને મંત્રીપુત્રનું સામાન્ય રૂપ કરી દીધું. પછી તેઓ બંને દેવતાની જેમ કીડાથી વિકૃત આકૃતિ ધારણ કરીને સ્વયંવરમંડપમાં આવ્યા. તે સમયે પૃથ્વી પર આવેલી જાણે કઈ દેવી હોય તેવી અમૂલ્ય વેષને ધારણ કરનારી, બે ચામરોથી વીંજાતી, સખીઓ અને દાસીઓથી પરવરેલી, જાણે બીજી લક્ષ્મી હોય તેવી રાજકુમારી પ્રીતિમતી ત્યાં આવી. એટલે તેની આગળ