________________
પર્વ ૮ મું
૧૮૧
કર્યો અને તેના મસ્તક ઉપર ચુંબન કર્યું. પ્રીતિમતી વિગેરે વધૂ એ પિતાનાં પૂજ્ય સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ કર્યો, એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈને સૌને ઓળખાવી. પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરાને વિદાય કર્યા, અને માતાપિતાનાં નેત્રને ઉત્સવ કરતો ત્યાં રહીને સુખે ક્રીડા કરવા લાગ્યો | મનોગતિ અને ચપલગતિ જે મહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થયા હતા, તે ત્યાંથી ચવીને સૂર અને સોમનામે અપરાજિતકુમારના અનુજ બંધુ થયા. અન્યદા રાજા હરિણુંદીએ અપરા જિત કુમારને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી અને તે રાજર્ષિ તપસ્યા કરીને પરમપદને પ્રાપ્ત થયા. અપરાજિત રાજાની પ્રીતિમતી પટ્ટરાણી થઈ, અને વિમળબોધ મંત્રી થયો અને બે અનુજ બંધુ મંડલેશ્વર થયા. અપરાજિક રાજાએ પ્રથમથી જ અન્ય રાજાઓને દબાવ્યા હતા તેથી તે સુખે રાજ્ય કરવા લાગ્યો અને નિર્વિદને. ભોગ ભેગવવા લાગ્યા. પુરૂષાર્થથી અવંચિત (યથાગ્ય રીતે પુરૂષાર્થને સાધતો) અપરાજિત રાજા વિચિત્ર રચૈત્ય અને લાખો રથયાત્રા કરતો કાળ નિગમન કરવા લાગ્યું.
એક વખત અપરાજિત રાજા ઉદ્યાનમાં ગયો હતો, ત્યાં મૂત્તિથી કામદેવ જે અનંગદેવ નામે એક સાર્થવાહનો સમૃદ્ધિમાન પુત્ર તેના જેવામાં આવ્યું. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલો હતો, ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતે હતે, યાચકોને દાન આપતે હતે, બંદિજને તેની સ્તુતિ કરતા હતા, અને ગીતગાન સાંભળવામાં આસક્ત હતા. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે, “આ કોણ છે ?” તેઓએ કહ્યું કે “આ સમુદ્રપાળ નામના સાર્થવાહનો અનંગદેવ નામે ધનાઢય પુત્ર છે.' તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ધનાઢય અને ઉદાર છે, તેથી હું ધન્ય છું” એમ પોતાની પ્રશંસા કરતા કરતા અપરાજિત રાજા ઘેર આવ્યા.
બીજે દિવસે રાજા બહાર જતો હતો તેવામાં ચાર પુરૂષોએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જોવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂછ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછ્યું કે “આ કેણ મરી ગયું ? તેઓ બોલ્યા કે–પિલે સાર્થવાહને પુત્ર અનંગદેવ અકસમાત વિચિકા (કલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે. તે સાંભળતાં જ અપરાજિત રાજ બેલ્યો-“ અહો આ અસાર સંસારને ધિકકાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા ! મોહનિદ્રાથી અંધ ચિત્તવાળા પ્રાણીઓને આ કે પ્રમાદ છે !” આ પ્રમાણે મહાન સંવેગને ધારણ કરતે અપરાજિત રાજા પિતાને ઘેર પાછો ગયો અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિકમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ કંડપુરમાં જોયા હતા તે કેવળી જ્ઞાનવડે અપરાજિત રાજાને બેધને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પદ્ધ નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા લીધી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સેમ અને મંત્રી વિમળબોધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વે તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના અગ્યારમા દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઈદ્રના સામાનિક દેવતા થયા.
આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે કુરે દેશના મંડનરૂપ હસ્તિનાપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રના જે આલાદકારી શ્રીષેણ નામે રાજા થયો. તેને લક્ષમીના જેવી શ્રીમતી