________________
પર્વ ૭ મું બંને અનુજ બંધુઓએ પણ રાવણને કહ્યું. એટલે મય અને મારીચ નામના બે રાક્ષસ અનુચરોને મોકલી સૂર્પણખાને ખર સાથે પરણાવી દીધી. પછી ખરવિદ્યાધર પાતાળલંકામાં રહી રાવણની આજ્ઞા પાળતો સતો ચંદ્રણખાની સાથે નિર્વિને ભોગ ભોગવવા લાગ્યો. તેણે ચંદ્રોદરને કાઢી મૂકયો હતો તે કાળગે મૃત્યુ પામે તે વખતે તેની અનુરાધા નામે પત્ની ગર્ભિણી હતી તે નાસીને વનમાં જતી રહી. તેણે વનમાં સિંહણ જેમ સિંહને જન્મ આપે તેમ નીતિ પ્રમુખ ગુણના પાત્ર વિરાધ નામના પુત્રને જન્મ આપે. યૌવનવય પ્રાપ્ત થતાં તે વિરાધ સર્વ કળાસાગરના પારને પામી ગયે, પછી એ મહાભુજ અખલિત વેગે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો
એ અરસામાં રાવણે પોતાની રાજસભામાં કથાપ્રસંગે ‘વાનરેશ્વર વાળી ઘણો પ્રૌઢ પ્રતાપી અને બળવાન છે.” એવું સાંભળ્યું. તેથી તરતજ સૂર્યની જેમ બીજાના પ્રતાપને નહિ સહન કરનારા રાવણે એક હૂતને શિક્ષા આપી વાળીની પાસે મોકલ્યો. તેણે આવી વાળીને નમસ્કાર કરી ધીર વચને કહ્યું-“હું રાવણને દૂત છું, તેથી તેને કહેવરાવેલો એક સંદેશ સાંભળે-તમારા પૂર્વજ શ્રીકંઠ શત્રુઓથી પરાભવ પામી અમારા શરણ્ય એવા પૂર્વજ કીન્નિધવળને શરણે આવ્યા હતા. પિતાના શ્વસુરપક્ષના જાણી તેમનું શત્રુઓથી રક્ષણ કરી તેમના વિયેગથી કાયર થઈ આ વાનરદ્વીપમાં જ તેમને રાખ્યા હતા. ત્યારથી આપણે પરસ્પર સ્વામી સેવકને સંબંધ થયેલે છે, અને એ પ્રમાણે આપણે બંને પક્ષમાં ઘણું રાજાઓ થઈ ગયા છે. એજ અનુક્રમે સત્તરમાં તમારા પિતામહ કિકિંધિ રાજા થયા. તે વખતે સુકેશ નામે મારા પ્રપિતામહ થયા હતા. તેઓની વચ્ચે પણ તેવી રીતનો જ સંબંધ ચાલ્યો હતો. તે પછી અઢારમાં સૂર્ય રજા નામે તમારા પિતા થયા; જેઓ યમરાજાને ત્યાં બંદીખાને પડ્યા હતા તેમાંથી મેં જ છોડાવેલા છે તે સર્વ જન જાણે છે, અને પાછા તેમને મેં કિકિંધા નગરીના રાજ્ય ઉપર બેસાર્યા તે પણ પ્રખ્યાત છે. અધુના તેમના વાળી નામે તમે પુત્ર થયા છે તે આપણા પૂર્વથી ચાલ્યા આવતા સ્વામી સેવકના સંબંધવત્ તમે અમારી સેવા કરે.” દ્વતનાં આવાં વચન સાંભળી ગર્વરૂપ અગ્નિના શમી વૃક્ષ જેવા મહા મનસ્વી વાળીએ અવિકારી આકૃતિ રાખી ગંભીર વાણીએ કહ્યું –“રાક્ષસ અને વાનરેના રાજાઓને એટલે કે તમારા અને મારા બંને કુળને આજ દિન સુધી પરસ્પર અખંડિત નેહસંબંધ છે, તે હું જાણું છું. આપણા પૂર્વજોએ સંપત્તિ અને વિપત્તિમાં પરસ્પર સહાય આપેલી છે. તેનું કારણ માત્ર નેહ છે. કાંઈ સ્વામી સેવકપણ નથી. હે દત ! સર્વજ્ઞ અહંતદેવ અને સાધુગુરૂ વિના કેઈ બીજો સેવવા યોગ્ય સ્વામી હું જાણતો જ નથી, તો તારા સ્વામીને આ મનોરથ કેમ થયો છે ? પિતાને સ્વામી અને અમને સેવક માનનારા તારા રાજાએ કુળક્રમથી આવેલ નેહસંબંધ આજે ખંડિત કર્યો છે; પરંતુ મિત્રકુળમાં ઉત્પન્ન થયેલા અને પિતાની શક્તિ નહિ જાણનારા તે રાવણની ઉપર હું કાંઈપણ વિપ્રિય કરીશ નહિ, કારણ કે હું લોકાપવાદથી બીહું છું. જો કદિ તે કાંઈ વિપ્રિય કરશે તે હું તેને પ્રતિકાર
, પણ પૂર્વેના નેહરૂપી વૃક્ષને છેવા માં અગ્રેસર નહીં થાઉં. હે દૂત ! તારા સ્વામી તેની શક્તિ પ્રમાણે જે કરવું હોય તે ભલે કરે, તું અહીંથી ચાલ્યા જા.” આ પ્રમાણે કહી વાળીએ વિદાય કરેલા ઇંતે રાવણની પાસે આવી તે સર્વ વૃત્તાંત જણ .
હતની વાણી સાંભળી જેને ક્રોધાગ્નિ પ્રજવલિત થયેલે છે એ રાવણ મોટુ સન્ય લઈ તત્કાળ કિષ્કિધાપુરી સમીપે આવ્યો. ભજવીર્યથી શોભતો વાળી રાજા પણ તૈયાર થઈને ૧ અઘટિત–નુકશાનકારક ક્રિયા.