________________
પર્વ ૭ મું મારા પિતાએ જે ધન ઉપાર્જન કરેલું હતું તે મેં તે વેશ્યાવશ થઈને છ માસમાં ઉડાવી દીધું. એક વખતે કામલતા વેશ્યાએ મને કહ્યું કે-સિહોદર રાજાની પટ્ટરાણી શ્રીધરાને જેવા કુંડળ છે તેવા કુંડળ મને લાવી આપ.” આ વખતે મેં વિચાર કર્યો કે મારી પાસે દ્રવ્ય નથી, તે તેવાં કુંડળ ક્યાંથી કરાવું ? માટે હું તેના જ કુંડળ ચેરી લાવું.” એવો વિચાર કરીને હું રાત્રે સાહસિક થઈ ખાતર પાડીને રાજાના મહેલમાં પેઠો. તે વખતે રાણી શ્રીધરા રાજાને પૂછતી હતી તે મારા સાંભળવામાં આવ્યું કે-“હે નાથ ! આજે ઉઠે ગીની જેમ તમને નિદ્રા કેમ આવતી નથી?” સિંહદર બે -“દેવી ! જ્યાં સુધી મને પ્રણામ નહિ કરનાર વજકર્ણને મારૂં નહિ, ત્યાં સુધી મને નિદ્રા ક્યાંથી આવે? હે પ્રિયા ! પ્રાત:કાળે મિત્ર, પુત્ર અને બાંધો સહિત એ વજકર્ણને હું મારીશ, ત્યાં સુધી આ રાત્રિ મારે જાગ્રતપણે જ નિર્ગમન થાઓ.” આવાં તેનાં વચનો સાંભળી તમારી ઉપર સાધમપણની પ્રીતિને લીધે કુંડળની ચિરી છોડી દઈને તરત જ ત્યાંથી નીકળી અહીં તમને કહેવાને માટે ત્વરાથી આવ્યો છું.”
આ ખબર સાંભળી વાકણે તરત જ પોતાની નગરી તૃણ અને અન્નથી અધિક પૂર્ણ કરી દીધી. તેવામાં તો થોડી વારે આકાશમાં પરચક્રથી ઉડતી રજ તેના જેવામાં આવી, ક્ષણવારમાં તો ચંદનનાં વૃક્ષને સર્પો ઘેરી લે તેમ સિંહોદરે પુષ્કળ સૈન્યથી દશાંગપુરને ઘેરી લીધું. પછી એક દૂત મોકલી વાકર્ણને કહેવરાવ્યું કે “હ કપટી ! તે પ્રણામ કરવામાં માયા રચીને મને ચીરકાળ છેતર્યો છે, માટે હવે અંગુલીમાં તે મુદ્રિકા પહેર્યા વગર આવીને મને પ્રણામ કર, નહિ તો કુટુંબ સહિત તને યમસદનમાં પહોંચાડીશ.” વાકણે ઉત્તર કહેવરાવ્યો કે-“મારે અહંત અને સાધુ વિના બીજા કેઈને પ્રણામ કરે નહિ એવો અભિગ્રહ છે, તેથી હું એમ કરું છું. મને કાંઈ પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે, માટે એક નમસ્કાર સિવાય મારું જે કાંઈ છે તે સર્વ યથારૂચિ આપ ગ્રહણ કરે અને મને એક ધર્મ દ્વારા આપે, જેથી હું ધર્મને માટે અહીથી બીજે ચાલ્યો જાઉં. ધર્મ જ મારૂં ધન થાઓ.”
વજકણે આ પ્રમાણે કહેવરાવ્યું, તથાપિ સિંહદરે તે માન્યું નહિ, કેમકે માની પુરૂષો ધર્મ અને અધર્મને ગણતા નથી, ત્યારથી સિંહોદર વજકર્ણ સહિત તે નગરને રૂંધીને બહાર રહ્યો છે, અને તેના ભયથી સર્વ પ્રદેશ ઉજજડ થઈ ગયો છે. એ રાજવિગ્રહ જોઈને હું પણ કુટુંબ સહિત અહીં નાસી આવ્યો હતો. અહીં આજે કેટલાંક ઘરે બળી ગયાં. તે સાથે મારી જીણું ઝુંપડી બળી ગઈ. તેથી મારી ક્રૂર સ્ત્રીએ આ ધનાઢયોનાં શૂન્યગૃહમાંથી ઘરની સામગ્રી ચોરી લાવવાને માટે મને મોકલ્યો છે. દેવગે તેનાં દુર્વચનનું પણ મને શુભ ફળ મળ્યું, કે જેથી તમારી જેવા દેવ સમાન પુરૂષના મને દર્શન થયાં.”
આ પ્રમાણે એ દરિદ્રી પુરૂષે રામને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, તેથી કરૂણાનિધિ રઘુવંશી રામે તેને એક રન સુવર્ણમય સૂત્ર આપ્યું. પછી તેને વિદાય કરીને રામ દશાંગપુર પાસે આવ્યા, અને નગર બહારના ચિત્યમાં ચંદ્રપ્રભ પ્રભુને નમસ્કાર કરીને ત્યાં રહ્યા.
પછી રામની આજ્ઞાથી લક્ષમણ દશાંગાપુરમાં પ્રવેશ કરીને વજકર્ણની પાસે ગયા. “અલય પુરૂષોની સ્થિતિ એવી જ હોય છે.” આકૃતિ ઉપરથી તેમને ઉત્તમ પુરૂષ જાણીને વાકણે કહ્યું-“મહાભાગ! મારા ભેજન અતિશ્યને ગ્રહણ કરે.’ લમણે કહ્યું-“મારા પ્રભુ રામ પિતાની સ્ત્રી સાથે બહારના ઉદ્યાનમાં રહેલા છે, તેથી પ્રથમ તેમને ભોજન કરાવીને