________________
પર્વ
૭ મું
સીતાની શોધ લાવવાને માટે વિદ્યાધરસુભટોને મોકલ્યા. તેઓના આવતાં સુધી રામ અને લક્ષ્મણ શેકાગ્નિથી વિકરાળ થઈ વારંવાર નિશ્વાસ લેતા અને ક્રોધથી હઠને હસતા ત્યાં વનમાંજ રહ્યા. વિરાધે મોકલેલા વિદ્યારે ઘણે દૂર સુધી જઈ આવ્યા તો પણ સીતાના ખબર મેળવી શક્યા નહિ. તેથી પાછા આવીને તેઓ નીચે મુખે ઊભા રહ્યા. તેઓને અધમુખ રહેલા જાણી રામે કહ્યું- હે સુભટ ! તમે સ્વામીના કાર્યમાં યથાશક્તિ સારે. ઉદ્યોગ કર્યો, તે છતાં સીતાની શોધ મળી નહિ, તેમાં તમારે શ દોષ છે ? જ્યારે દેવ વિપરીત થાય ત્યારે તમે કે બીજે કઈ શું કરી શકે ?” તે વખતે વિરોધ બા-બહે પ્રભુ ! તમે ખેદ કરો નહિ, ખેદ ન કરે તેજ લક્ષ્મીનું મૂળ છે, અને આ હું તમારે સેવક તૈયાર છું; માટે આજે મારી સાથે પાતાળલંકામાં મને પ્રવેશ કરાવવા માટે ચાલો. ત્યાં રહેવાથી આપને સીતાની શોધ મેળવવી ઘણી સુલભ થશે.” પછી રામ સેના સહિત વિરાધની સાથે લક્ષ્મણ સહિત પાતાળલકાની પરિસર ભૂમિ પાસે આવ્યા. ત્યાં શત્રુઓને મારનાર સુંદ નામે ખર રાક્ષસનો પુત્ર મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે સામે આવ્યો. પિતાના વધના ક્રોધથી તે સુદે આગળ ચાલનારા પિતાના પૂર્વવિરોધી વિરાધની સાથે ઘોર યુદ્ધ કરવા માંડયું. પછી લક્ષ્મણ રણમાં આવ્યા એટલે ચંદ્રણખાના કહેવાથી સુદ ત્યાંથી નાસીને લંકામાં રાવણને શરણે ગયા. પછી રામ અને લક્ષ્મણે પાતાળલંકામાં પ્રવેશ કર્યો, અને તેઓએ વિરાધને તેના પિતાના રાજ્યપર બેસાર્યો. ત્યાં ખરના મહેલમાં રામ અને લક્ષ્મણ રહ્યા, અને વિરાધ યુવરાજની જેમ સુંદના ઘરમાં રહ્યો. "" અહીં સાહસગતિ વિદ્યાધર કે જે લાંબા વખતથી સુગ્રીવની સ્ત્રી તારાની અભિલાષા ધરીને હિમાચલની ગુહામાં રહી વિદ્યા સાધતો હતો તેને ત્યાં પ્રતારણ વિદ્યા સિદ્ધ થઈ તે વિદ્યાવડે તે કામરૂપી (ઇચ્છિત રૂપ કરનાર)દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂર્યની જેમ કિષ્કિધાપુરી પાસે આવ્યા. જે વખત સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉદ્યાનમાં ગયો હતો, તે વખતે તારા દેવીથી સુશોભિત એવા અંતપુરમાં તેણે પ્રવેશ કર્યો. થોડીવાર ન થઈ તેવામાં સાચો સુગ્રીવ આવ્યું, એટલે “રાજા સુગ્રીવ તો અંદર ગયા છે એમ બેલતા દ્વારા પાળોએ તેને અટકાવ્યું. એકસરખા બે સુગ્રીવને જેઈ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયે તેથી અંત:પુરમાં કઈ પ્રકારની વિપ્લવ (હાનિ)ન થવા દેવાને માટે તે સત્વર ત્યાં ગયે, અને માર્ગમાં આવતા પર્વતની નદીનું પૂર અટકે તેમ વાલીકુમારે અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્ય; પછી જાણે જગતના સારરૂપ સર્વસ્વ એકઠું કર્યું હોય તેમ ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. જ્યારે સેનાઓએ તે બન્નેનો ભેદ જાણે નહિ, ત્યારે સાચા સુગ્રીવ અને જાર સુગ્રીવની તરફ તે બે ભાગે વહેચાઈ ગઈ. પછી બને સૌન્યમાં ભાલાઓના પડવાથી આકાશને ઉલ્કાપાતમય કરતું મોટું યુદ્ધ ચાલ્યું. સ્વારની સાથે
સ્વાર, મહાવતની સાથે મહાવત, પેદલની સાથે દિલ અને રથીની સાથે રથી એમ યુદ્ધ થવા લાગ્યું. પ્રૌઢપતિના સમાગમથી મુગ્ધા સ્ત્રીની જેમ ચતુરંગ સેનાના વિમર્દથી પૃથ્વી કંપવા લાગી. “અરે પરગૃહમાં પ્રવેશ કરનારા ચેર! તું સામે આવે” એમ બોલતા સાચા સુગ્રીવે ઊંચી ગ્રીવા કરીને જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યું, એટલે તિરસ્કાર કરેલા ઉન્મત્ત હાથીની જેમ તે જાર સુગ્રીવ ઉગ્ર ગંજના કરતે તેના સન્મુખ યુદ્ધ કરવા આવ્યા. કો રાતાં નેત્ર કરતા બનને વીરો યમરાજના સાદર હોય તેમ જગતને ત્રાસ પમાડતી સતા
૧૨