________________
૧૪૨
સગ ૯ મે તરતાં તે તેની પાસે ગયાં. સીતાએ મસ્તક પર સુંઘીને તેને પોતાને બે પડખે બેસાર્યા. તે કમર નદીના બે તીરપર રહેલા હાથીના બે બચ્ચાંની જેવા શોભવા લાગ્યા. તે વખતે લક્ષ્મણ, શત્રુન, ભામંડલ, વિભીષણ અને સુગ્રીવ વિગેરે વીરેએ આવી સીતાને ભક્તિથી નમસ્કાર કર્યો; પછી અતિમનહર કાંતિવાળા રામ પણ સીતાની પાસે આવ્યા, અને પશ્ચાતાપ તથા લજજાથી પૂર્ણ એવા તેમણે અંજલિ જેડીને આ પ્રમાણે કહ્યું-“હે દેવી! સ્વભાવથીજ અસત્ દેષને ગ્રહણ કરનારા નગરવાસીઓના છંદને અનુસરીને મેં તમારો ત્યાગ કર્યો હતો તે ક્ષમા કરજે. જેમાં મહા ઉગ્ર શિકારી પ્રાણીઓ રહેલા છે એવા અરણ્યમાં તમે તમારા પ્રભાવથી જીવતા રહ્યા તે પણ એક દિવ્ય જ હતું, તથાપિ તે મારા જાણવામાં આવ્યું નહીં, પણ હવે તે સર્વે ક્ષમા કરીને આ પુષ્પક વિમાનમાં બેસે, મારી સાથે ઘેર ચાલે, અને પૂર્વની જેમ પાછા મારી સાથે વર્તે.” સીતા બોલ્યાં-તેમાં તમારે, લકોને કે બીજા કોઈને દેષ નથી પણ મારા પૂર્વકર્મને જ દેશ છે, તેથી આવા દુઃખના આ વર્તાને આપનારા કર્મથી નિવેદ પામીને હું તે હવે તેનો ઉછેદ કરનારી દીક્ષાજ ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહીને તે જ વખતે સીતાએ પિતાની મુષ્ટિથીજ કેશને લોચ કર્યો, અને પ્રભુ જેમ પિતાને કેશ ઈકને આપે છે તેમ તેણે તે કેશ રામને અર્પણ કર્યા, તે જોઈને તત્કાળ રામને મૂછ આવી. તેમાંથી તેઓ સ્વસ્થ થયા નહિ તેવામાં તે સીતા જયભૂષણ મુનિની પાસે ચાલ્યાં ગયાં. જયભૂષણ કેવળીએ તે જ વખતે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, અને પછી તપમાં પરાયણ તે સાધ્વીને સુપ્રભા ગણિનીના પરિવારમાં સોંપી.
MIJAJABHUBE88 898888888888888888888 698
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सिताशुद्धिव्रतग्रहणो
નામ નવમ સઃ || ૧ || BREa8888888888888888888888888888888888