________________
સ. ૧ લા
જાણીને તે વિમાનમાંથી નીચે ઉતર્યા, અને વિદ્યાથી મત્રિત એવા જળવડે તેણે કુમારની ઉપર સિ ́ચન કર્યું'. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે સુમિત્ર ખેડો થયા, અને આ શું છે ?’ એમ પૂછવા લાગ્યા. “મત્રશક્તિ નિરવધિ છે.”
૭.
રાજાએ સુમિત્રને કહ્યું, “હે વત્સ ! તારી બૈરિણી અપર માતા ભદ્રાએ તને વિષ આપ્યું હતુ. અને આ કારણુ બધુ મહાપુરૂષે તે વિષ શમાવી દીધુ છે.” સુમિત્રે અલિ જોડીને ચિત્રગતિને કહ્યું “પરોપકાર બુદ્ધિથી જ તમારૂ કુળ મારા જાણવામાં આવ્યુ છે, તથાપિ સ્વકુળને જણાવીને મારી ઉપર અનુગ્રહ કરા, કેમકે મહાન પુરૂષાને વશ સાંભળવાને કાનુ મન ઉત્ક ઠિત ન થાય ?” પછી ચિત્રગતિની સાથે આવેલા તેના મત્રીના પુત્રે સર્વને શ્રવણમાં સુખદાયક એવું તેનું સવ કુળાદિકનુ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સુમિત્રે હર્ષ થી કહ્યું કે-“આજે મારી ઉપર વિષને અને વિષ આપનારના ઉપકાર થયે છે, નહિ તેા તમારી જેવા મહાત્માના મને યાગ કયાંથી થાત ? વળી તમે મને માત્ર જીવિત આપ્યું` નથી, પણ પચ્ચખ્ખાણ અને નવકાર મત્રથી રહિત એવા મૃત્યુથી થનારી દુર્ગતિમાંથી મને બચાવ્યેા છે, હે કૃપાનિધિ ! વર્ષાઋતુના મેધના જીવલેાકની જેમ-અતુલ ઉપ કારી એવા તમારા હું શું પ્રત્યુપકાર કરૂ ?” આ પ્રમાણે કહેતા. એવા અને મિત્રતાને પામેલા એવા સુમિત્રની પાસેથી ચિત્રગતિએ પેાતાને નગરે જવાની રજા માગી. તે વખતે સુમિત્રે કહ્યું “પ્રીય ભાઇ ! અહી‘થી નજીકમાં સુયશા નામે કેવળી છે, તે વિહાર કરતા કરતા આ તરફ આવે છે; તે અનુક્રમે અહીં આવે એટલે તેમને વંદના કરીને પછી જો, ત્યાં સુધી અહીંજ તેમની રાહ જોઈને રહેા.” ચિત્રગતિએ તે કબુલ કર્યું, અને ત્યાં રહીને જુગલીઆની જેમ સુમિત્રની સાથે ક્રીડા કરતાં કેટલાક દિવસે નિમન કર્યા,
એક દિવસ બન્ને જણુ ઉદ્યાનમાં ગયા. ત્યાં જુએ છે તેા જગમ કલ્પવૃક્ષની જેવા સુયશા નામે કેવળી પધાર્યા છે. સુવર્ણ કમળ ઉપર બેઠેલા, અનેક દેવતાઓએ પરવરેલા અને જેમના સમાગમની ઈચ્છા ઘણા કાળથી રાખેલી હતી એવા તે મુનિને જોઇ પ્રદક્ષિણા કરી વાંદીને અન્ને જણ તેમની સમીપે બેઠા, એ ખબર સાંભળી સુગ્રીવ રાજા પણ તેમને વાંદવાને આવ્યા. મુનિએ માહરૂપી નિદ્રામાં પ્રાત:કાળ જેવી ધર્મ દેશના આપી. દેશનાને અતે ચિત્રગતિએ મુનિને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન્ ! તમે કૃપા કરીને મને ઘણા સારા એધ આપ્યા છે. હે પ્રભુ ! શ્રાવકપણું તે મારે કુળક્રમથી ચાલ્યું આવે છે. પરંતુ અભાગ્યને લીધે આગળ રહેલા નિધિની જેવા આપ અહીં વિચરો છે તે મારા જાણવામાં આવ્યું નહીં. આ સુમિત્ર મારા અતુલ ઉપકારી છે કે જેણે આવા સદ્ધર્મના ઉપદેશ કરનારા તમારા ચરણના દન કરાવ્યાં.” આ પ્રમાણે કહીને તે સદ્દબુદ્ધિવાળા ચિત્રગતિએ તે મુનિની પાસે સમકિતપૂર્ણાંક ગૃહસ્થધમ સ્વીકાર્યાં. પછી સુગ્રીવરાજાએ મુનિને પ્રણામ કરીને પૂછ્યુ “હું ભગવાન્ ! આ મારા મહાત્મા પુત્રને વિષ આપીને તે ભદ્રા સ્ત્રી કયાં ગઇ ?” મુનિ ખેલ્યા “તે સ્ત્રીં અહીંથી નાસીને અરણ્યમાં ગઇ, ત્યાં ચારાએ તેનાં આભૂષણે લઈલીધાં અને તેને પલ્લીપતિને સોંપી દીધી. પલ્લીપતિએ એક વિણકને વેચાતી આપી. ત્યાંથી તે નાસી ગઈ, અને માર્ગમાં મેટા દાવાનળમાં દુગ્ધ થઇ ગઈ. ત્યાં રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામીને તે પ્રથમ નરકમાં ગયેલી છે. ત્યાંથી રચવીને તે એક ચંડાળને ઘેર સ્ત્રી થશે, તે સગર્ભા થતાં તેની સપત્ની કલહ કરીને તેને છાતીવડે મારી નાંખશે. ત્યાંથી મરણ પામીને તે ત્રીજી નરકમાં જશે અને પછી તિય ખેંચ ચાનિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે તમારા સમ્યગ્દષ્ટિ પુત્રને ઝેર આપવાના પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરીને અનંત દુઃખને અનુભવશે.”