________________
પર્વ ૮ મું
૧૭૫
પછી તે હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યો. તેને ઓળખીને એક મંત્રીએ રાજાને ઓળખાવે. એટલે કોશલેશ્વર આજ્ઞાવડે સૈનિકોને યુદ્ધ કરતાં નિષેધીને બોલ્યો કે–આ કુમાર તો મારા મિત્ર હરિણુંદીને પુત્ર છે પછી તે કુમારને ઉદ્દેશીને બેલ્યો કે-“તને શાબાશ છે, આવા અદ્દભુત પરાક્રમથી તું મારા મિત્રને ખરેખર પુત્ર છો; કેમકે સિંહના બાળક વિના હાથીને મારવાને કેણિ સમર્થ થાય? હે મહાભુજ ! પિતાના જ એક ઘરેથી બીજે કઈ જાય તેમ ભાગ્યયોગે તું મારે ઘેર આવ્યું છે તે બહુ સારું થયું છે. આ પ્રમાણે કહી તેણે હાથી ઉપર બેઠા બેઠાજ તેને આલિંગન કર્યું. પછી લજજાથી જેનું મુખકમળ નમ્ર થયેલું છે એવા તેને પોતાના હાથી ઉપર પોતાની પાસે બેસાડી પુત્રની જેમ વાત્સલ્યભાવથી પિતાને ઘેર લાવ્યો. પેલા ચોરને વિદાય કરીને અપરાજિતની પછવાડે મંત્રીપુત્ર પણ ત્યાં આવ્યો.
પછી બંને મિત્ર કેશલ રાજાને ઘેર સુખે રહેવા લાગ્યા. અન્યદા આનંદ પામેલા કોશલ પતિએ કનકમાળા નામની એક કન્યા અપરાજિતને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહી એક દિવસ પિતાને દેશાંતર જવામાં વિશ્ન ન થવા માટે કેઈને કહ્યા વગર અપરાજિત કુમાર મિત્ર સહિત રાત્રીએ ગુપ્ત રીતે ચાલી નીકળ્યો.
આગળ ચાલતાં એક કાળિકાદેવીના મંદિરની નજિક “અરે ! આ પૃથ્વી પુરૂષવિનાની થઈ ગઈ !” એવું કોઈનું રૂદન રાત્રિએ તેમના સાંભળવામાં આવ્યું. વરને અનુસારે “આ કઈ સ્ત્રી રૂવે છે એવો નિશ્ચય કરી કપાળ કુમાર શબ્દપાતિ બાણની જેમ તે શબ્દને અનુસારે ચાલ્યું. ત્યાં પ્રજ્વલિત અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષ્ણ ખગને ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જોવામાં આવ્યાં. તે વખતે જે પુરૂષ હોય તે આ અધમ વિદ્યાધર પાસેથી મારી રક્ષા કરો” એમ બોલતી કસાઈના ઘરમાં રહેલી મેંઢીની જેવી તે સ્ત્રી પાછી આજંદ કરવા લાગી. તે જોઈ કુમારે પેલા પુરૂષને આક્ષેપ પૂર્વક કહ્યું, અરે ! પુરૂષાધમ ! મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા, આવી અબળાની ઉપર શું પરાક્રમ બતાવે છે !” તે સાંભળી “આ સ્ત્રીની માફક તારી ઉપર પણ મારું પરાક્રમ છે.” એમ બોલતો તે ખેચર ખડ્રગ ખેંચીને યુદ્ધ કરવાને માટે કુમારની નજીક આવ્યા. પછી બંને કુશળ પુરૂષએ પરસ્પરના આઘાતને છેતરતા ઘણીવારસુધી ખાનગી યુદ્ધ કર્યું. પછી ભુજાયુદ્ધ કરવા લાગ્યા. બાહુયુદ્ધમાં પણ અપરાજિતને અજેય ધારીને તે વિદ્યારે તેને નાગપાશથી બાંધી લીધે. કુમારે મોટો કોપ કરી ઉમત્ત હાથી જેમ તેને બાંધેલા દોરડાને તોડી નાંખે તેમ તે પાશને તોડી નાંખ્યો. પછી તે વિદ્યાધરે અસુરકુમારની જેમ ક્રોધ પામીને વિદ્યાના પ્રભાવવડે વિવિધ પ્રકારનાં આયુધોથી કુમાર ઉપર પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી તે પ્રહાર કુમારને હરાવવાને જરા પણ સમર્થ થયા નહી. એ સમયે સૂર્ય ઉદયાચળ ઉપર ચઢયો, એટલે કુમારે ખગવડે બેચરના મસ્તક ઉપર ઘા કર્યો, તેથી મૂછ ખાઈને તે પૃથ્વી પર પડે. તે જ વખતે જાણે કુમારની સ્પર્ધા કરતું હોય તેમ કામદેવે પણ પિતાનાં બાવડે તે સ્ત્રીની ઉપર પ્રહાર કર્યા. પછી કેટલાએક ઉપચારવડે તે ખેચરને સચેત કરી કુમારે કહ્યું કે, “હજુપણ જો સમર્થ હો તો પાછું યુદ્ધ કર.” વિદ્યાધર બે -“હે વીર ! તમે મને ભલી પ્રકારે જીતી લીધું છે; એટલું જ નહીં પણ આ સ્ત્રીના વર્ષથી અને તેથી પ્રાપ્ત થનારા નરકથી પણ મને સારી રીતે બચાવ્યો છે, તે બંધુ! મારા વિશ્વના છેડે ગ્રંથીમાં એક મણિ અને મૂલિકા બાંધેલ છે. તે મણિના જળવડે મૂલિકા ઘસીને આ મારા ત્રણ ઉપર ચોપડે.” કુમારે તેમ કર્યું એટલે. તે તત્કાળ સજજ થયે. પછી કુમારના પૂછવાથી તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્યું.
પછી કેટલાએક ઉ૫૨
મત્યે-“હે વીર ! તમે મને
નિરકથી પણ મને સારી