________________
પર્વ ૭ મું
૧૪૯
વારંવાર ચુંબન કરતા, કોઈવાર વસ્ત્ર ઓઢાડી શય્યા ઉપર સુવાડતા, કોઈવાર પોતે બેલાવીને પોતે જ સામે પ્રત્યુત્તર આપતા અને કોઈવાર પિતે જ સંવાહક થઈ તેના અંગને મર્દન કરતા. આ પ્રમાણે સ્નેહમાં ઉન્મત્તપણે બીજુ સર્વ કામ ભૂલી જઈને વિકળપણુથી ચેષ્ટા કરતા રામને છ માસ નીકળી ગયા. રામ આવા ઉમત્ત થઈ ગયા છે એ ખબર સાંભળી ઈંદ્રજિતના તથા સુદ રાક્ષસના પુત્રો અને બીજા બેચરશત્રુઓ પણ રામને મારવાની ઈચ્છાથી રામની પાસે આવ્યા. અને જેમાં સિંહ સુતેલ હોય તેવી ગિરિગુહાને જેમ છળબળવાળા શિકારીઓ રૂધે તેમ જેમાં ઉન્મત્ત થયેલા રામ રહેલા છે એવી અયોધ્યાપુરીને તેમણે પુષ્કળ સેના વડે આવીને રૂંધી દીધી; તે જોઈ રામે લક્ષમણને ખોળામાં લઈ પોતાના ધનુષ્યનું આસ્ફાલન કર્યું કે જે વાવર્ત ધનુષ્ય અકાળે પણ સંવર્નનું પ્રવર્તક થાય તેવું હતું. તે વખતે રામની સાથેના પૂર્વના દઢ નેહથી આસનને કંપ થતાં જટાયુ દેવ માહેદ્ર દેવલોકમાંથી કેટલાએક દેવતાઓની સાથે ત્યાં આવ્યું. તેમને જોઈને “અદ્યાપિ દેવતાઓ રામના પક્ષમાં છે? એમ જાણી ઈદ્રજિતના પુત્ર વિગેરે ખેચરે ત્યાંથી ભય પામીને સત્વર નાશી ગયા. પછી જેના દેવતાઓ પણ મિત્ર છે અને જેની પાસે તેઓને કાકે વિભીષણ છે, તેવા રામથી ભય અને લજજા પામીને તેઓ પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને વૈરાગ્યવડે ગૃહવાસથી પરા મુખ થઈને તેઓએ અતિવેગ નામના મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
જટાયુ દેવે રામ પાસે આવી તેમને બોધ કરવા માટે એક સુકા વૃક્ષને વારંવાર જળ સિંચવા માંડ્યું, પાષાણ ઉપર ખાતર નાંખીને કમળ વાવવા માંડ્યાં, મરેલા વૃષભને હળમાં જોડી તેના વડે જમીન ખેડીને અકાળે બીજ વાવવા માંડયાં, અને યંત્રમાં રેતી નાખીને તેમાંથી તેલ કાઢવા માટે તેને પીલવા માંડી. આ પ્રમાણે બધાં અસાધ્ય કાર્યો રામની આગળ સાધવા માંડ્યાં. તે જોઈને રામ બોલ્યા- “અરે મુગ્ધ ! આ સુકા વૃક્ષ પર વૃથા જળસિંચન શું કામ કરે છે? તેને ફળ થવાં તે અતિ દુષ્કર છે; કેમકે કઈ ઠેકાણે કદિ પણ મુશળ ફળતું નથી. વળી અરે મૂર્ખ ! આ પાષાણ ઉપર કમળના ખંડને કેમ રેપે છે? વળી આ નિર્જળ પ્રદેશમાં મરેલા વૃષભવડે બીજને કેમ વાવે છે? તેમ જ રેતીમાંથી કદી પણ તેલ નીકળતું નથી, છતાં તેને કેમ પીલે છે? ઉપાયને નહિ જાણતા એવા તારે આ સર્વ પ્રયાસ વૃથા છે.” તે સાંભળી જટાયુ દેવ હસીને બોલ્યા- હે ભદ્ર! જે તમે આટલું જાણે છે, તે આજ્ઞા ચિન્હરૂપ આ શબને સ્કંધ ઉપર કેમ વહન કરે છે ? તે સાંભળી લક્ષમણુના શરીરને આલિંગન કરી રામ તેના પ્રત્યે બોલ્યા-“અરે ! મારા બંધુને માટે આવું અમંગળ કેમ બોલે છે ? તું મારી નજરથી દૂર થા.”
આ પ્રમાણે રામે જટાયુને કહ્યું, તે સમયે કૃતાંતવદન સારથી જે દેવલોકમાં ઉત્પન્ન થયે છે. પણ તે અવધિજ્ઞાનથી આ વાત જાણીને રામને બોધ કરવા માટે ત્યાં આવ્યું. તે દેવ પણ મનુષ્યનું રૂપ ધારણ કરી પોતાના અંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ રામની પાસે થઈને નીકળે. તે જોઈ રામ બોલ્યા-“અરે મુગ્ધ ! આ સ્ત્રીના શબને સ્કંધ ઉપર વહન કરવાથી તું ઉન્મત્ત થયેલું લાગે છે.” કૃતાંતદેવ બે -“અરે! તમે આવું અમંગળ કેમ બોલે છે? આ મારી પ્યારી સ્ત્રી તે જીવતી છે, અને વળી તમે પોતે આ શબને કેમ વહન કરો છો ? અરે બુદ્ધિમાન્ ! જે મેં વહન કરેલી આ મારી સ્ત્રીને તમે મરેલી ધારે છે તે આ તમારા સ્કંધપર રાખેલા મૃતક પુરૂષને મરેલો કેમ નથી જાણતા?’ આવા બીજા પણ કેટલાક હેતુઓ તેણે બતાવ્યા, તેથી રામને ચેતના પ્રાપ્ત થઈ, એકલે તત્કાળ તેણે વિચાર્યું કે ખરેખર આ મારે અનુજ બંધુ લક્ષ્મણ જીવતે નથી, મરણ જ પામ્ય જણાય છે. જ્યારે