________________
૧૪૮
સર્ગ ૧૦ મે.
મૃત્યુ પામેલ જોઈ બને દેવતા ખેદ પામ્યા અને આપણે આ શું કર્યું ?” એમ માંહેમાંહી પશ્ચાત્તાપૂર્વક કહેવા લાગ્યા. વળી “અરે ! આ વિશ્વાધાર પુરૂષને આપણે મારી નાખ્યા !” એમ પિતાના આત્માની નિંદા કરતા તેઓ પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા.
લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંત:પુરની સ્ત્રીઓ કેશ છે મૂકી પરિવાર સહિત મહા આક્રંદ કરવા લાગી તેમનું આક્રંદ સાંભળી રામચંદ્ર ત્યાં દોડી આવ્યા અને બેલ્યા- “અરે ! કાંઈ પણ અમંગળ જાણ્યા વગર તમે આ શું આરંભ્ય છે, આ હું જીવું છું અને મારો આ અનુજબંધુ લજમણ પણ જીવે છે. કોઈ રોગ તેને પીડે છે તે તેનો ઉપાય હમણાં ઔષધથી કરીએ છીએ.” આ પ્રમાણે કહી રામે વૈદ્યોને અને જ્યોતિષીએને બોલાવ્યા, તેમજ મંત્રતંત્રના અનેક પ્રગો કરાવ્યા. મંત્રતંત્રના સર્વ પ્રગ નિષ્ફળ થતાં રામને મૂર્છા આવી. ક્ષણવારમાં કાંઈક સંજ્ઞા મેળવી ઊંચે સ્વરે તે વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી વિભીષણ, સુગ્રીવ અને શત્રુદન વિગેરે પણ અશ્રુપાત કરતા અને
અમે માર્યા ગયા” એમ બોલતા મુક્તકંઠે રૂદન કરવા લાગ્યા કૌશલ્યાદિક માતાએ પુત્રવધૂઓની સાથે અશ્રુ પાડતી સતી વારંવાર મૂછ પામીને કરૂણસ્વરે આક્રંદ કરવા લાગી પ્રત્યેક માર્ગે પ્રત્યેક ગૃહે અને પ્રત્યેક દુકાને આકંદ પ્રવર્તવાથી સર્વ રસને હરનાર શેકાદ્વૈત થઈ રહ્યું. તે વખતે લવણે અને અંકુશે નમસ્કાર કરી રામભદ્રને કહ્યું કે અમારા આ લઘુપિતાનું મૃત્યુ થતાં અમે અત્યારે સંસારથી અત્યંત ભય પામ્યા છીએ. આ મૃત્યુ સર્વને અકસમાત પ્રાપ્ત થાય છે, માટે સર્વ પુરૂએ મૂળથી પરલોકને માટે તત્પર રહેવું જોઈએ. માટે હે પિતા ! અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આ લઘુપિતા લક્ષ્મણ વિના હવે અમારે ઘરમાં રહેવું જરાપણ યુક્ત નથી.” આ પ્રમાણે કહી લવણે અને અંકુશે રામને નમીને અમૃતઘોષ મુનિની પાશે દીક્ષા લીધી, અને અનુક્રમે તે બંને મોક્ષે ગયા.
ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામ વારંવાર મૂછ ખાઈ મોહથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે બાંધવ ! મેં હમણું તમારું કાંઈપણ અપમાન કર્યું નથી, તે છતાં તમે અકસ્માત આવું મૌન કેમ ધારણ કર્યું છે ? હે ભાઈ! તમે આમ કર્યું એટલે મને મારા પુત્રએ પણ છોડી દીધે. માણસોને સે છીદ્રો પડવાથી તેમાં સેંકડો ભૂત પેસે છે.” આ પ્રમાણે ઉમરની જેમ બોલતા રામને જોઈ વિભીષણાદિક એકઠા મળી તેમની પાસે આવી ગદ્દગદ્દ સ્વરે કહેવા લાગ્યા “હે પ્રભુ ! તમે જેમ વીર પુરૂમાં વીર છે, તેમ ધીર પુરૂષોમાં પણ ધીર કહેવાઓ છો, તેથી આવું લજજાકારી અદૌર્ય છોડી ઘો; હવે તે લેકપ્રસિદ્ધ અને સમયને યોગ્ય એવું લફમણનું જે ઔદ્ધદેહિક કૃત્ય, તે અંગસંસ્કારપૂર્વક કરવું જોઈએ.” તેમનાં આવાં વચન સાંભળી રામ કેપથી હઠને ફરકાવતા બોલ્યા- “અરે દુજને ! હજુ મારે ભાઈ લક્ષમણ તે જીવે છે, તે છતાં તમે આવું વચન કેમ બોલે છે ? બંધુ સહિત તમારા સર્વેનું અગ્નિદાહપૂર્વક મૃતકાર્ય કરવું જેઈએ, આ મારો ભાઈ તે દીર્ધાયુષ્ય થાઓ. હે ભાઈ ! હે વત્સ ! હે લક્ષમણ ! હવે શીઘ બેલે, તમારા ન બોલવાથી આ દુર્જને પ્રવેશ કરે છે, તમે બહુ વખતથી મને શા માટે ખેદ ઉપજાવે છો ? અથવા હે ભાઈ ! આ દુજનેની સમક્ષ તમારે કેપ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે કહી લક્ષ્મણને ખભા ઉપર લઈ રામ ત્યાંથી બીજે ચાલ્યા. કોઈવાર લક્ષમણના શબને ખાનગૃહમાં લાવી રામ પોતાની મેળે સ્નાન કરાવતા, પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા, કેઈવાર દિવ્ય ભેજન મંગાવી, ભેજનથી પાત્ર પૂરીને તે લક્ષમણના શબની પાસે મૂકતા, કેઈવાર પોતાના ઉલ્લંગમાં લઈ તેના મુખપર