________________
પર્વ ૮ સુ'
૧૬૭
પછી પવિત્ર દિવસે સિ’હરાજાએ વૃદ્ધ મ`ત્રીઓની સાથે માટી સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર માકલી. ચાલતી વખતે વિમળ હૃદયવાળી તેની વિમળા માતાએ તેને આશીષપૂર્વક શિખામણ આપી કે, “ સાસુ, સસરા અને પતિની ઉપર સદા દેવના જેવી ભક્તિવાળી થજે, સપત્નીઓમાં અનુકૂલ રહેજે, પરિવાર ઉપર દાક્ષિણ્યતા રાખજે અને પતિનું માન થતાં ગ રહિત અને અપમાન થતાં પણ અવિકારી રહેજે.” આ પ્રમાણે શિક્ષા આપીને નેત્રમાંથી અશ્રુ પાડતી અને વારવાર આલિંગન કરતી વિમળાએ તેને માંડમાંડ વિદાય કરી, છત્રચામરથી મ`ડિત એવી ધનવતી માતાને નમી ઉત્તમ શિખિકામાં બેસીને પરિવાર સાથે આગળ ચાલી. અનુક્રમે તે અચલપુર આવી પહાંચી. જાણે સાક્ષાત્ ધનકુમારની સ્વયં વરા લક્ષ્મી આવી હોય તેવી ધનવતીને જોઇને પુરજના આશ્ચર્ય પામ્યા. તેણીએ બહારના ઉદ્યાનમાં પોતાના મુકામ કર્યા. પછી શુભ દિવસે માટી સમૃદ્ધિ સાથે તેમના વિવાહ થયા. જેમ નાગવલ્લીથી સેાપારીનુ વૃક્ષ અને જેમ વિદ્યુત્થી નવીન મેઘ શેાલે તેમ તે નવાઢાથી અભિનવ યૌવનવાળા ધનકુમાર શે।ભવા લાગ્યા. તિ સાથે કામદેવની જેમ ધનવતી સાથે રમતા ધનકુમારે એક મુહૂત્તની જેમ કેટલાક કાળ નિ`મન કર્યાં.
એક વખતે ધનકુમાર પ્રત્યક્ષ રેવંત હોય તેવા અશ્વ ઉપર બેસીને સુવર્ણના કુંડળને ચલાયમાન કરતા ઉદ્યાનમાં ગયા. ત્યાં પૃથ્વીને પવિત્ર કરનાર અને ચતુર્વિધ જ્ઞાનધારી વસુંધર નામના મુનિને તેણે દેશના આપતા જોયા. એટલે તેમને પ્રણામ કરી ચેાગ્ય સ્થાને બેસીને ભક્તિવાળા તે કુમારે કણ માં અમૃત જેવી તેમની દેશના સાંભળવા માંડી. પછી રાજા વિક્રમધન, દેવી ધારિણી અને ધનવતી પણ ત્યાં આવ્યાં. તેઓ સવમુનિને વાંદી ધ દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૂછ્યું કે, “ આ ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આમ્રવૃક્ષ જોયું હતુ', તે વખતે કોઈ પુરૂષ કહ્યું હતું કે, જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. હું મહાત્મન ! એ કુમારના જન્મ થવાથી ખીજું એ સ્વપ્નનુ ફળ તે અમારા જાણવામાં આવ્યું છે, પણ નવ વાર આરોપણ થવાના શે! અર્થ છે ? તે પ્રસન્ન થઈને કહેા.” તે સાંભળી તે મહામુનિએ સમ્યગ્ જ્ઞાનને માટે ઉપયાગ દઇને કોઇ ઠેકાણે દૂર રહેલા કેવળીને મનવડે જ સમાધિમાં રહીને પૂછ્યું. કેવળીએ કેવળજ્ઞાનની લક્ષ્મીવડે પ્રશ્નને જાણી લઇને નવ ભવને સૂચવતુ. શ્રી અરિષ્ટનેમિ પ્રભુનું ચરિત્ર જણાવી દીધું. આ પ્રમાણે મનઃવ અને અવધિજ્ઞાનવડે જાણી લઈને તે મુનિએ વિક્રમધન રાજાને કહ્યું કે આ તમારો પુત્ર ધનકુમાર આ ભવથી માંડીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવ ભવ કરશે, અને નવમા ભવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુવ’– શમાં તે ખાવીશમા તીર્થંકર થશે.” આવું મુનિનું વચન સાંભળી સર્વે અતિશય હુ પામ્યા, અને ત્યારથી સર્વના જિનધમાં ભદ્રિક ભાવ થયા. પછી વિક્રમધન રાજા મુનિને નમી ધનકુમાર વિગેરેની સાથે ઘેર આવ્યો, અને તે મહાત્મા મુનિ વિહારક્રમમાં તત્પર થઈ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનકુમાર ઋતુને ચાગ્ય એવી ક્રીડાથી દોશુક દેવની જેમ ધનવતીની સાથે વિષયસુખના અનુભવ કરવા લાગ્યા.
k
એક વખતે ધનકુમાર રૂપવડે લક્ષ્મીની સપત્ની જેવી ધનવતીને સાથે લઇ મજ્જનક્રીડા કરવા ક્રીડાસરોવર ઉપર ગયા. ત્યાં અશાકવૃક્ષની નીચે જાણે મૂત્તિ માન શાંતરસ હોય તેવા એક મુનિ મૂર્છા ખાઇને ભૂમિપર પડેલા ધનવતીના જોવામાં આવ્યા. ધમ અને શ્રમથી તેમને તૃષા લાગી હતી, અને તેથી તેમનાં તાળુ અને આપલ્લવ સુકાઇ ગયાં હતાં, તેમજ