________________
૧૫૨
સગ ૧૦ મા
વિષુવેલા વસતઋતુથી રામભદ્ર મહામુનિ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ; જેથી માઘમાસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહેારે રામમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સીતેદ્રે અને બીજા દેવતાઓએ વિધિપૂર્વક ભક્તિથી કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી સુવર્ણ કમળપર એસી દિવ્ય ચામર અને દિવ્ય છત્રથી શૈાભિત રામષિએ ધમ દેશના આપી. દેશનાને અંતે સીતેદ્રે પેાતાનો અપરાધ ખમાવી પ્રણામ કરીને લક્ષ્મણની અને રાવણની ગતિ પૂછી, એટલે રામર્ષિ આલ્યા-“હમણા શબુક સહિત રાવણુ અને લક્ષ્મણ ચાથી નરકમાં છે; કેમકે પ્રાણીઓની ગતિ કર્મોને આધીન છે, નરકના આયુષ્યને અનુભવીને તે રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણરૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રોહિણીના પુત્ર જિનદાસ અને સુદર્શન નામે થશે. ત્યાં નિર'તર જિનધને પાળશે. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલાકમાં દેવતા થશે ત્યાંથી ચવીને પાછા વિજયાપુરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ` ક્ષેત્રમાં ખ'ને યુગલિક પુરૂષો થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલાકમાં જશે. ત્યાંથી ચવી પાછા વિજયાપુરીમાં કુમારવિત રાજા લક્ષ્મીરાણીના જયકાંત અને જયપ્રભ નામે કુમારો થશે. ત્યાં જિનોક્ત સયમને પાળી મૃત્યુ પામીને અને લાંતક નામના છઠ્ઠા કલ્પમાં દેવતા થશે. તે સમયે તુ' અચ્યુત દેવલાકમાંથી ચવી આ ભરતક્ષેત્રમાં સર્વ રત્નમતિ નામે ચક્રવતી થઈશ અને તે બન્ને લાંતક દેવલાકમાંથી ચ્યવીને ઈંદ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્રો થશે. પછી તુ દીક્ષા લઇને વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં જઇશ, ઇદ્રાયુધ જે રાવણનો જીવ તે શુભ ત્રણ ભવ કરી તીર્થંકરગાત્રને ઉપાર્જન કરશે અને તીર્થંકર થશે. તે વખતે તું બૈજયંત વિમાનથી ચ્યવીને તેનો ગણધર થઇશ. પ્રાંતે તમે બન્ને માને પામશેા. લક્ષ્મણના જીવ જે તારા પુત્ર મેઘરથ તે શુભ ગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદ્વેષના આભૂષણ રૂપ રનચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તીની સ'પત્તિ ભાગવી અને દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થંકર થશે અને છેવટે નિર્વાણને પામશે.’’
આ પ્રમાણે સાંભળી સીતેદ્ર રાષિને નમીને પૂના સ્નેહને લીધે જ્યાં લક્ષ્મણ દુઃખ ભાગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શ’બુકને અને રાવણને સિ’હાર્દિક રૂપો વિધ્રુવી ને લક્ષમણની સાથે કાધથી યુદ્ધ કરતા જોયા. તે વખતે ‘તમને પરસ્પર યુદ્ધ કરનારાઓને કાંઈ આમાં દુઃખ થશે નહી'' એમ ખેલતા પરમાધામિ કાએ ક્રાથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા. ત્યાં તે ત્રણે જણ મળવા લાગ્યા. તેની અંદર અંગ ગલિત થવાથી ઊંચે સ્વરે પોકાર કરતા તેઓને ખેચી લઇ પાછા પરમાધામી એ બળાત્કારે તપાવેલા તેલની કુ‘ભીમાં નાખ્યા. ત્યાં પણ દેહ વિલીન થયા પછી તેમને ભઠ્ઠીમાં નાખ્યા. ત્યાં તડતડાટ શબ્દે કુટી જતા તેઓ અત્યંત દુ:ખી થયા. આ પ્રમાણે તેમનુ દુ:ખ જોઈ સીતે, પરમાધાર્મિ કાને કહ્યુ -‘અરે ! દુષ્ટ ! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂષા છે. હે અસુરા ! તમે દૂર ખસી જાએ અને એ મહાત્માઓને છેાડી દો.' આ પ્રમાણે અસુરોને વારી તેણે શબૂક અને રાવણને કહ્યું- તમે પૂર્વે એવું દુષ્કૃત્ય કર્યુંં છે કે જેથી આવા નરકમાં આવ્યા છે. આ પ્રમાણે તેનુ પરિણામ જોયા છતાં પણ હજુ સુધી તમે પૂર્વ વૈરને કેમ છેડતા નથી !' આવી રીતે તેમને યુદ્ધ કરતા નિષેધીને સીતેન્દ્રે કેવળજ્ઞાની રામે જે તેમનો આગામી ભવસંબંધ કહ્યા હતો તે સ લક્ષ્મણને અને રાવણને એધ થવા માટે કહી સ`ભળાવ્યો. એટલે તેઓ આલ્યા-હે કૃપાનિધિ ! તમે બહુ સારૂ કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારાં અત્યારસુધીનાં દુઃખને ભૂલી ગયા છીએ, પણ પૂર્વજન્મપાર્જિત ક્રૂર કર્માએ અમને આ લાંખા કાળનો નરકાવાસ આપેલા છે, તેનું વિષમ દુઃખ હવે કાણુ મટાડશે ? આવાં